________________
ગાથા-૯૦
४०७ જ તારી ચીજ છે. શુદ્ધ નિરંજન ચૈતન્યમાત્ર એક માત્ર સ્વભાવ જ તું છે! પણ આમ હોવા છતાં પણ, પરિણમન વિનાની ચીજ તો રહેતી જ નથી. તો કહે છે કે પરિણમન કેવું છે અનાદિનું અજ્ઞાનીનું (પરિણમન ) મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને મિથ્યા (ચારિત્ર) -રાગ-દ્વેષનું પરિણમન છે ને એનો એ કર્તા બને છે. આ પરિણમન મારા-મલિન પરિણામ મારા એનો એ કર્તા થાય છે, અજ્ઞાની! આહાહાહા ! એ દયાના પરિણામ છે જે રાગ છે, એ રાગ પણ મલિન પરિણામ છે. એ મલિન પરિણામનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહાહા !
હવે એકકોર દયા એ ધર્મ છે લોકો માને-કહે ). એ દયા તો આત્માની દયા છે રાગવૈષની ઉત્પત્તિ ન થવી અને જિનસ્વરૂપી પ્રભુ શુદ્ધ પ્રભુ નિરંજન છે એવી પરિણતિ-નિર્મળ પરિણતિ ઉત્પન્ન થવી, એ પોતાની દયા એ દયા છે અહિંસા છે. જ્યારે એવું અહિંસાનું પરિણમન નથી અને વસ્તુ તો વીતરાગરૂપ જ અહિંસકસ્વરૂપ જ છે–આમ હોવા છતાં પણ, સ્વભાવનો સંબંધ નહીં કરવાથી મોહનો સંબંધ કરવાથી, મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનું પરિણમન-પર્યાયમાં થાય છે. અને એનો કર્તા અજ્ઞાની થાય છે. સમજણમાં આવે છે? આકરું કામ છે બાપુ શું થાય! આહાહા!
એ ત્રિકાળી ચીજ શુદ્ધ અને પરિણમન અશુદ્ધ કેમ થયું? એ તો પહેલાં કહ્યું કે મોહના સંયોગ-સંબંધમાં આવ્યો તો! પોતાના સ્વભાવનો સંબંધ છોડી દીધો ને પરના સંબંધમાં ગયો તો, પરથી થયું એમ નહીં, પણ પરના સંબંધમાં આવ્યો તો મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગવૈષના પરિણમનનો વિકાર થાય છે. અને અજ્ઞાની એનો કર્તા બને છે. આહાહા ! (શ્રોતા:પરથી લાભ થાય છે ને!) ધૂળેય લાભ થતો નથી, પરમાં કેદીલાભ હતો? પરમાં લાભ છે કે આત્મામાં છે? અંદર ભગવાન આનંદમૂર્તિ પ્રભુ! આહાહા!
ભાઈએ, કાલે નહોતું ગાયું “મૃગલાને મોડી ખબરું પડી' –આ હરણિયા જેવા માણસો, અંદર આનંદ પડયો છે તેની તેને મોડે ખબરું પડી. આહાહા! ચીમનભાઈ ? અરે નાથ! તારામાં અતીન્દ્રિયઆનંદ પડ્યો છે, પ્રભુ! આહાહા ! ભરચકક ભગવાનનો સ્વભાવ તારું સ્વરૂપ પૂરણ પડયું છે ભાઈ ! ચૈતન્ય ચમત્કારિક ચીજ અંદર છે. જે એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે ! એવી એક સમયની પર્યાય એવી અનંતપર્યાયનો ચમત્કારિક (એક) ગુણ પડ્યો છે તારામાં, એવા અનંતગુણનો પિંડ ચૈતન્ય ચમત્કારિક વસ્તુ કોટા-કોટી સૂર્ય હોય તો પણ તેના પ્રકાશ કરતાં, ચૈતન્યનો પ્રકાશ એનાથી અનંતગુણો (ચૈતન્ય) પ્રકાશ છે, અંદરમાં હોં! ક્રોડા-દોડી ચંદ્ર હોય અને ક્રોડાકોડી શીતળતા ચંદ્રની ઠંડી એનાથી પણ આ આત્મામાં અનંતી શીતળતાશીતળતા-શાંતિ, શાંતિ, શાંતિ, શાંતિ પડી છે.
અરે રે! કયાં જોવે એ? સાગરના ઢગલા હોય સ્વયંભૂરમણ સમુદ્ર જેવા અસંખ્ય સમુદ્ર હો-ગંભીર, સ્વયંભૂરમણ સમુદ્ર છે છેલ્લેનો અસંખ્ય જોજન પહોળો છે, (તળિયે) નીચે રેતી નથી, નીચે રત્નો છે એકલા! ભગવાનના આગમમાં ભગવાને આ કહ્યું છે. છેલ્લો સમુદ્ર છે ને છેલ્લો એ પણ એકલા રતન, એકલા અસંખ્ય જોજનમાં રતનોથી ભર્યો છે દરિયો, એવા અસંખ્ય દરિયા હોય તો (તેથી અનંતગુણા) આ તો ભગવાન તો અનંતગુણના રતનથી ભરેલ છે. ચેતન રતનથી આ તો ભગવાન આત્મા ભર્યો-પડયો, ભરચકક છે. એનાં અનંત ગુણની