________________
૪૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આનું આમ કરજે ને આમ કરજે, હવે આ કરવું કે આ કરવું? ( શ્રોતાઃ- ઘડપણમાં ધ્યાન રાખેને) ઘડપણ રહેશે કે નહીં, એ કોને ખબર છે? વીસ-વીસ વરસના જુવાન હાલ્યા જાય છે! હમણાં બે (જુવાન) માણસ મરી ગયા ને આંહી ૩૮-૩૮ વરસની ઉંમર, આપણે બાબુભાઈ ફતેપુરવાળા એની દિકરીના જણ છે એ માણેકચંદ ગાંધીના જમાઈ–માણેકલાલના જમાઈ, દાકતર હતા–દાકતર હતા ઘણાં પૈસા માણેકલાલ ઘણાં લાખોપતિ ઘણાં પૈસા મોટો જમાઈ એનો, ચાર દિવસમાં બાર-તેર હજાર રૂપિયા ખર્ચા, પ્રભુ! પણ ઊડી ગયો-ગુજરી ગયો ! ધૂળ શું કામ કરે તારી ત્યાં! દાકતર હતો એના સાટું (માટે ) ઘણાં દાકતર આવેલા ચાર દિવસ કમળો, કમળામાંથી કમળી થઈ ગઈ, કમળી થઈ ગઈ ઊડી ગયો!
એક અમારે હરિભાઈ છે વીંછીયાવાળા-જાડા એનો એક ભાઈ જસદણ રહે, એકભાઈ મુંબઈ રહેતા, એને કમળો થયો, હમણાં આવી ગયા, ખબર કાઢવા એને કમળો ચાર દિ' રહ્યો, દશ-બાર હજાર રૂપિયા ખચ્ય પાંત્રીસ વરસની ઉંમર! એ સમય પૂરો થયો એને કોણ રાખે ?!
આંહી કહે છે પરિણમન વિનાનું દ્રવ્ય રહેતું નથી, કોઈ પણ સમયમાં! તો આ પરિણમનમાં શુદ્ધ દ્રવ્યથી જુઓ તો આત્મા પરિણામનો કર્તા નહિ, તોપણ ઉપયોગ અને આત્માને એક ગણવાથી, અશુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્માને પણ કર્તા કહેવામાં આવ્યો છે. મલિનપરિણામનો કર્તા આત્મા એ અશુદ્ધનયથી કહેવામાં આવે છે. (શ્રોતા:- નયમાં લઇ લીધું) આ તો જ્ઞાનમાં લેવું છે ને નય તો સાંભળીય ન હોય. વિશેષ કહેશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
છે શ્રોતા:- પ્રભુ! અંતરમેં કૈસેં જાના વો દિખાઓ?
9િ પૂજ્યગુરુદેવ:–અંદરમેં ઉતરે તબ અપને આત્માની પ્રાપ્તિ હોતી હૈ. કહીં પરમેં મહિમા રહુ જાતી હૈ-મિઠાશ રહુ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં. પહલે પરકા માહાભ્ય ઘટના ચાહિયે તબ હી અંદરમેં જા સકતે હૈ, લેકિન અટકનેકા સ્થાન બહુત હૈ તો કહીં ન કહીં જીવ અટક જાતા હૈ. કોઈ સંયોગકી, રાગકી, ક્ષયોપશમકી, ઐસે ઐસે કોઈ વિષયકી અધિકતા રહ જાતી હૈ તો અંદરમેં જા સકતે નહીં હૈ.
(આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૧૯ પાના નં. ૬)