________________
૪૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કોને આમાં પછી પાણી પાછળ ભર્યું'તું કુંવરજીભાઈની દુકાન પાછળ, અમારી દુકાન હતી ત્યાં બેઠા હતા..... પાછળ જઈને પી આવ્યો! શું થાય? સહન કરવાની શક્તિ નહોતી ! (શ્રોતાત્યારે કોઈ ને કીધું'તું કે પાણી પીધું કે હમણાં જ કહો છો) ના, કીધું અમે, તરસ્યા એવી લાગી પાણી પી લીધું! સાંજે ઓલા પડિક્કમણાં કર્યા હોય ને! હું કરાવતો પડિક્કમણાં, (પછી) દુકાને હું જઉં બેસું આ એવું છે. આહાહા!
ભગવાન આનંદનો નાથ પ્રભુ એનાં નિર્વિકલ્પરસ જેણે પીધાં, એને રાગનો રસ એને હોય નહીં અને આ નિર્વિકલ્પતાના પીણાં પીધા નહીં ત્યાં રાગનારાગના રસ પીએ, રાગ પીએ દયા-દાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધ, રળવા-કમાવાનો ભાવ, બધો રાગ-વિકારભાવ દુઃખ-દુઃખનું વેદન કરે છે. વકીલાતનો ભાવ કેવો હશે? નટુભાઈ ! વકીલાત કરે છે. પાલીતાણા, નરભેરામભાઈ હતા વકિલ, એનાં દિકરા પાલીતાણા વકિલાત કરે છે, પાપની.
આંહીં તો એ કહે છે અને જ્યાં આત્મા ભગવાન શુદ્ધનિરંજન–એકસ્વરૂપી પ્રભુ, એનો જેને અંદરમાં આદર ને સ્વીકાર ને સત્કાર નથી, એ જીવને પાપ ને પુણ્યનો સ્વીકાર ને સત્કારથી અશુદ્ધ પરિણામનો તે કર્તા થાય છે–એ દુઃખી પ્રાણી છે. આહાહા!
આંહી આવ્યું ને! “કર્તુત્વને પ્રાપ્ત થાય છે” વિકારરૂપ પરિણમીને અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ (કરે છે) છે? વિકારરૂપ પરિણમીને “જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.” –જે જે ભાવને કરે એનો એ ભાવનો ઉપયોગ કર્તા બને છે. આહાહા ! એ એક ગાથા પણ કઠણ ! આ તો વીતરાગ, ત્રણલોકના નાથની વાણી છે ભાષા ભાઈ ! જિનેશ્વરદેવ સાક્ષાત્ પ્રભુ બિરાજે છે મહાવિદેહમાં! આહાહા! એ આ વાણી ( ત્યાંથી) આવી છે!
ભાવાર્થ – “પહેલાં કહ્યું હતું કે જે પરિણામે તે કર્તા છે.” –જે કોઈ પર્યાયમાં પરિણમે એ કર્તા, જો અશુદ્ધપણે પરિણમે તો અશુદ્ધનો કર્તા (અને) શુદ્ધપણે પરિણમે તો શુદ્ધનો કર્તા-કર્તા વિનાની કોઈ ચીજ તો છે નહીં કયારેય ! સમજાણું કાંઈ...? પહેલાં કહ્યું હતું કે જે પરિણમે છેપર્યાયમાં પરિણમિત થાય છે, દ્રવ્ય તો ત્રિકાળ પરિણમે છે તે કર્તા છે. પરિણમે તે કર્તાપરિણમન એટલે પર્યાય-અવસ્થા જે થાય છે, એનો કર્તા. અવસ્થા કહો, દશા કહો, પરિણમન કહો, પરિણામ કહો, આવું છે, આવું તો તમારા નામામાંય આવતું નહિ હોય આવે છે ? (ના, ના) નામાય બધા જોયા છે ને! આહાહા !
“અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો” છે. –શું કહ્યું કે પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા-અવસ્થામાં જે દશા થાય છે તે એનો કર્તા, બસ એટલી વાત. એ સિદ્ધાંત, અહીંયા-અહીં જે કહ્યું છે એ અજ્ઞાનરૂપ થઈનેપોતાનો શુદ્ધસ્વભાવ ભગવાન એ સ્વભાવનું અજ્ઞાન થઈને-પોતાના શુદ્ધસ્વભાવના ભાન થયા વિના, ઉપયોગ પરિણમ્યો પર્યાયમાં ઉપયોગ વેપાર પરિણમ્યો-દશા થઈ એટલા માટે જે ભાવરૂપ એ પરિણમ્યો, જે ભાવરૂપ-દયા–દાન-કામ-ક્રોધરૂપે, રળવું-કમાવુંના જે ભાવરૂપે પરિણમ્યો (ઉપયોગમાં) એ ભાવનો એ કર્તા છે. “આ રીતે ઉપયોગને કર્તા જાણવો.” –શું કહે છે આમાં? કે પરિણામ જે છે આ મલિન ઉપયોગ, રાગ ને ઠેષ આદિ એ ઉપયોગનો કર્તા ઉપયોગ છે. એ પરિણામના કર્તા (એ) પરિણામ છે. છે? એમ હોવા છતાં પણ યદ્યપિ જોકે છે ને!