________________
૪૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (શ્રોતાઃ- બળવો છે આખી દુનિયા સામે !) બળવો છે દુનિયા સામે, વાત સાચી, દુનિયા સામે આ બળવો છે વીતરાગનો! (શ્રોતાઃ- આપશ્રીએ કહ્યું હિરાનો વેપાર નથી કરી શકતા પરંતુ પોતાના પરિણામમાં ફેરફાર કરી શકે ને?) એ પરિણામ અજ્ઞાની કરી શકે અજ્ઞાનપણાના પરિણામ કરે ! ફેરફાર એટલે પુણ્ય-પાપના બેય એક જાતના અજ્ઞાન છે. પુણ્ય કરે કે પાપ કરેશુભ કરે કે અશુભ કરે, બેય એક ચીજ છે. ઝીણી વાત બાપા. બેય અશુદ્ધ છે, સાંજન છે, મેલ છે, અનેક પ્રકારના છે, ત્રણ બોલ લીધાને!
ભગવાન આત્મા શુદ્ધ છે-નિરંજન છે-એક પ્રકારનો છે અંદર, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી તે કારણે પર્યાયમાં ત્રણ પ્રકારના (વિકારનું) પરિણમન કરે છે. ધમી (જ્ઞાની) જે હોય છે એ પોતાના શુદ્ધચૈતન્યઘન, જ્ઞાન ને દર્શન અંદર (દૃષ્ટિ) હોવાથી એની પર્યાયમાં શુદ્ધપરિણમન થાય છે. એ શુદ્ધપરિણામનો કર્તા ધર્મી (જ્ઞાની) છે. આહાહાહા !
પરિણામ વિનાની તો કયારેય કોઈ ચીજ રહેતી નથી, ત્રણ કાળ ત્રણલોકમાં, કયારેય કોઈ ચીજ પરિણમન-પર્યાય વિનાની છે નહીં. પર્યાય નથી ને દ્રવ્ય એકલું છે વેદાંત તો એમ કહે છે કે પરિણમન નહીં ને દ્રવ્ય એકલું જ છે. બૌદ્ધ એમ કહે છે દ્રવ્ય નહીં ને પરિણમન એકલું છે! (શ્રોતાઃ- બેયની વચ્ચે સમાધાન?) બેય મિથ્યાષ્ટિ છે-ઢ! એ (વેદાંત) એમ કહે છે કે દ્રવ્ય જ છે એકલું પરિણતિ (પર્યાય) નથી, સમજાણું કાંઈ? આંહીં કહે છે બેય છે સાથે દ્રવ્ય પણ છે, ને પર્યાય પણ છે.
જો શુદ્ધનું ભાન હોય તો દ્રવ્ય શુદ્ધ છે એથી તો પરિણામ શુદ્ધ છે, શુદ્ધનું ભાન ન હોય તો દ્રવ્ય શુદ્ધ, પરિણામ અશુદ્ધ! ભાષા તો સાદી છે પણ હવે શું કરે, કોઈ દિ' અભ્યાસ નહીં! આહાહા !
આંહીં કહે છે કે માથેથી લીધું હતું કે પરમાર્થથી ઉપયોગ નામ ત્રિકાળી સ્વભાવ, શુદ્ધનિરંજન-અનાદિનિધન-વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્ર ભાવપણે ચૈતન્યમાત્રભાવ, જ્ઞાતાદેષ્ટા સ્વભાવ ત્રિકાળ ! એક પ્રકારનો છે, તથાપિ-તોપણ હવે ગુલાંટ ખાય છે, એક પ્રકારનો (છે એનો) ખ્યાલ નથી, તો પરિણામ તો જોઈએ. શુદ્ધ જે શુદ્ધવસ્તુ ત્રિકાળ છે. એનું (એવું) પરિણમન નથી, કેમ કે એની (આત્માની) દષ્ટિ નથી, તો પરિણામ વિનાની ચીજ રહેતી નથી, તો પરિણમન જ્યારે શુદ્ધ નથી, એ શુદ્ધ સ્વભાવની દૃષ્ટિ નથી ને શુદ્ધનું પરિણમન નથી, તો શુદ્ધવસ્તુ હોવા છતાં પણ દષ્ટિ રાગ ઉપર છે, તો અશુદ્ધતાનું પરિણમન છે એનો કર્તા થાય છે.
કોઈ પણ ચીજ-ત્રણકાળ ત્રણલોકમાં, પરિણામ ન હોય ને એકલું દ્રવ્ય હોય એવું કયારેય હોતું નથી. પરિણામ અને દ્રવ્ય બે મળીને પ્રમાણનો વિષય છે. અહીં પ્રમાણ શું ને (દ્રવ્ય-પર્યાય શું) ? સમજાણું કાંઈ ? આહાહાહા ! તો આંહી કહે છે કે પરિણમન એનું કેવું અનાદિનું (છે?) કે અનાદિનું પરિણમન એટલે પર્યાયમાં ઉપયોગમાં, મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગ-દ્વેષનું વિકારી પરિણામ મલિન-અશુદ્ધ અનેક પ્રકારનું પરિણામ છે એનો એ કર્તા થાય છે. કહો, શાંતિભાઈ? ભાષા તો સાદી છે પ્રભુ! અંદર ભગવાન બિરાજે છે.
“જિન સો હિ આત્મા, અન્ય સો હિ કર્મ, એહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ” –ત્રણ લોકના નાથ, વીતરાગની વાણી એમ કહે છે. “જિન સો હિ આત્મા’ –હવે જિનસ્વરૂપ