________________
૪૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અનંત ગુણો શુદ્ધ, એ સર્વસ્વભૂત પોતાના છે. સર્વ-સ્વ-ભૂત, ચૈતન્યમાત્રભાવપણે એ તો ચૈતન્ય જ્ઞાન-દર્શન-આનંદ, ચૈતન્યમાત્ર ભાવપણે તો છે એ આત્મા વસ્તુ, (વસ્તુ) તો આવી છે અનાદિથી. છે? એ “એક પ્રકારની છે–વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ નિરંજન અનાદિઅનંત, આનંદઘનસ્વભાવ પ્રભુ, ‘એક’ સ્વભાવી છે. સમજાણું કાંઈ ?
તથાપિતોપણ અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને.” તથાપિ-તોપણ એવો હોવા છતાં પણ, કેવો હોવા છતાં? કે જેનો પરમાર્થે તો અંદર ઉપયોગ શુદ્ધ, નિરંજન-અંજન વિનાનો અને અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત-ભગવાન (આત્મા) વસ્તુના સ્વ-ભૂત, સર્વ-સ્વ-ભૂત-શુદ્ધઆનંદ ને શુદ્ધજ્ઞાન ને શુદ્ધવીતરાગતા એવી વસ્તુ (નિજાત્મા!) , એવી વસ્તુના સર્વસ્વભૂત આવું હોવા છતાં પણ, ચૈતન્યમાત્ર સ્વભાવપણેસ્વભાવપણાથી ત્રિકાળી તો ચૈતન્યમાત્ર ભાવથી ભર્યો-પડયો છે, એકરૂપ સ્વરૂપ છે, પણ એની દષ્ટિ નથી અનાદિથી. આહાહા ! એક હોવા છતાં પણ છે?
તથાપિતોપણ અશુદ્ધ-પુષ્ય ને પાપના ભાવ મારા છે એમ (માનીને) અશુદ્ધપણે પરિણમે છે, અહીં શરીર ને લક્ષ્મીની (બહારની-દૂરની ચીજની) વાત તો અહીં છે નહીં. કારણકે એ તો પરચીજ છે. અહીંયા તો અંદરમાં શુદ્ધ ચૈતન્યપ્રભુ-સચ્ચિદાનંદ-સિદ્ધસ્વરૂપી પ્રભુ એવો હોવા છતાં પણ એકરૂપ સ્વભાવ છે-ત્રિકાળ શુદ્ધ (સ્વરૂપે હોવા છતાં) મોહના સંયુક્તપણાના સંબંધથી, અશુદ્ધપણે પરિણમે છે, એ પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ કે કામ-ક્રોધના–કમાવાના ભાવ એ બધા પાપભાવ (બેશુભાશુભ) અશુદ્ધ છે. આહાહા ! કહો, આ પૈસા કમાવા દુકાનમાં-ધંધામાં ધ્યાન રાખવું એ બધો અશુભભાવ એ અશુદ્ધભાવ-મલિનભાવ છે. (શ્રોતા – પણ આ દુકાન કરવી, નોકરી કે નહીં?)નોકરી શું (આત્મા) કરી શકે છે? આહાહા !
અહીંયા તો કહે છે કે પોતાનો સ્વભાવ અનાદિ-અનંત શુદ્ધ, નિરંજન-મળ-મેલ વિનાની ચીજ છે અંદર, એવી ચીજની દૃષ્ટિ નહીં હોવાથી, અનાદિ સંયોગ કર્મનો હોવાથી અહીં અનાદિ શુદ્ધ એનો સંયોગ-સંબંધ ન હોવાથી, કર્મનો સંયોગ-એના સંબંધથી અશુદ્ધ, પુષ્ય ને પાપના ભાવ તે અશુદ્ધ છે. ચાહે તો દયાના ભાવ-દાનના-વ્રતના–તપના હું અપવાસ કરું એ વિકલ્પ, અશુદ્ધમેલ (વિકાર) છે. આહાહા !( શ્રોતા- અહીં રૂપિયા આપે તો?) અહીંયા આપે નોટું, એ પણ શુભરાગ છે-મેલ છે. કહો, શાંતિભાઈ ? આ બેય ભાઈઓ બેઠા અહીંયા. (શ્રોતાઃ- કોઈ નહીં આપે !) આપે કોણ ને ત્યે કોણ? એ ચીજ (પૈસા આદિ) જ્યાં જવાવાળી છે ત્યાં જશે અને જ્યાં રહેવાવાળી છે ત્યાં રહેશે જ. એને કોઈ લઈ શકે ને દઈ શકે, તાકાત નથી. એની તો અહીં વાત છે નહિ! એ તો ફક્ત પોતાના પરિણામમાં અશુદ્ધ મેલ પરિણામના કર્તા બને છે. પૈસા કમાવાનો અહીં પ્રશ્ન છે નહીં. ભાવ જે છે એનો એ મેલ છે ( વિકાર છે) કહો, મધુભાઈ ? આ બહુ પૈસા કમાય છે જ્યાં હોંગકોંગમાં! ધૂળના! આહાહાહા!
આંહીં તો પ્રભુ સર્વજ્ઞદેવ, ત્રિલોકનાથ, જિનેશ્વરદેવ ફરમાવે છે, એ સંતો આડતિયા બનીને જગતને જાહેર કરે છે. આહાહા ! ભગવાન! તું તારી ચીજ તો અંદર શુદ્ધ નિરંજનઆનંદકંદ છે ને ! અતીન્દ્રિય આનંદથી ભર્યો છે ને ! પણ એવી દૃષ્ટિ ન કરીને, મોહના સંગમાં, તારા પરિણામમાં (તે) અશુદ્ધતા કરી, પુણ્ય ને પાપના શુભાશુભભાવ, બેય અશુદ્ધ છે, એ