________________
ગાથા-૯૦.
૪૦૩ (હયાતી) તો માનવી પડશે ને! આહાહા!
તો... અનાદિ કાળથી રાગ-પુણ્યપાપના ભાવ એ મારા છે એમ માનીને મિથ્યાશ્રદ્ધારૂપે પરિણમે છે. આહાહા !મિથ્યાદર્શન ! પોતાનું અસ્તિત્વ-સત્તા-હયાતી તો પૂર્ણ શુદ્ધ ને અતીન્દ્રિય આનંદથી ભરપૂર ભર્યું છે. આવી સત્તાના અસ્તિત્વની જેને ખબર નથી અનાદિથી, એ તો એની વર્તમાન દશામાં-મોહકર્મનું સંયુક્તપણું હોવાથી મિથ્યાશ્રદ્ધારૂપ પરિણમન કરે છે. અને એ એનો કર્તા થાય છે-મિથ્યાશ્રદ્ધાનો કર્તા થાય છે. ઝીણી વાત બહુ બાપુ! આહા!
મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન (એટલે) પરને પોતારૂપ જાણવું ને પોતાને ભૂલી જવું, એવું અજ્ઞાન રાગ જે થાય છે વિકાર એ મારો છે એવું અજ્ઞાન, એ રૂપે (ઈચ્છારૂપે) પરિણમન થવું, એ અજ્ઞાની અનાદિથી (એ રૂપે પરિણમે છે.) અને “અવિરતિ” –રાગનો ભાવ જે છે એ અવિરતિભાવ છે-મેલભાવ છે, પણ એ (અજ્ઞાની) અવિરતિભાવપણે પરિણમે છે. અરેરે ! આવી વાતું હવે! મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યા અવિરતિભાવ-પરિણામ વિકાર, એ પરિણામનો વિકાર છે-પરિણામમાં મિથ્યા(પણું ) છે. સમજાણું કાંઈ ?
પરિણામ વિના ચીજ (પદાર્થ) તો છે નહીં, કોઈ પણ ચીજ (પદાર્થ-વસ્તુ) પરિણામ વિના હોતી નથી. ત્યારે આ ચીજને પરિણામ છે. પણ કેવાં? વિકારી પરિણામ છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યા (ભાવ) રાગનો ત્યાગ નહીં એવો (અવિરતિભાવ), એવા અજ્ઞાનભાવરૂપે (અનાદિથી જીવ) પરિણમન કરે છે અને કર્તા થાય છે. છે?
પરિણામ વિકારો તેમના નિમિત્તે (-કારણથી) ” આહાહા! શું કહે છે? _“જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યભાવપણે એક પ્રકારનો છે.” –આહાહાહા ! આત્માનો મૂળ સ્વભાવ, તો પરમાર્થથી ખરેખર ઉપયોગ શુદ્ધ ત્રિકાળ ! શુદ્ધ ઉપયોગ એનો ત્રિકાળ સ્વભાવ છે. પરિણતિ પછી, પરિણતિ તો એનો જ્યારે
સ્વીકાર કરે છે (ત્રિકાળીનો) ત્યારે પરિણતિ પ્રગટ થાય છે. સ્વીકાર નથી તો વિકાર પરિણતિ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ..? સૂક્ષ્મ વાત છે ભાઈ ! આ તો સમયસાર છે! “ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા” –આહાહા ! (શ્રોતાઃ- આપશ્રીએ ખોલવા પડશે ને એ ભાવો!) ભર્યા-પડ્યા છે અંદર એ ખોલીએ છીએ! આહાહા !
શું કહે છે? આવા મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન ને મિથ્યા અવિરતિપણે પરિણમે છે કેમ કે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ છે, છે તો ત્રિકાળી શુદ્ધ! છે? પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ (એ) ત્રિકાળીની વાત છે. છે ને ! ઉપયોગ એનો શુદ્ધત્રિકાળ છે, નિરંજન છે એમાં રાગનો-અંજનનો મેલ અંદર નથી. અને અનાદિનિધન (એટલે કે ) અન આદિ, અનિધન-જે શુદ્ધ આનંદકંદ પ્રભુ (નિજાત્મા) જેનો ઉપયોગ નામ સ્વભાવત્રિકાળ (એની) આદિ નથી અંત નથી એવો અનાદિ-અનંત આત્મા અંદર શુદ્ધચૈતન્યઘન છે. સમજાણું કાંઈ....?
ઉપયોગ શુદ્ધ (ત્રિકાળી) નિરંજન-અંજન નામ પુણ્ય ને પાપના રાગ-મેલ રહિત. અને અનાદિનિધન (અર્થાત્ ) અનાદિ-અનંત, અન આદિ ને અનિધન (એટલે) અણ આદિ અને અનિધન એટલે અંત નહીં, (અનાદિઅનંત) એ “વસ્તુના સર્વસ્વભૂત” –આહાહા! વસ્તુ જે ભગવાન આત્મા, એના સર્વસ્વભૂત-સર્વસ્વભૂત-(એટલે) જે સર્વસ્વ એટલે સર્વ આનંદ આદિ