________________
૪૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪
પ્રવચન નં. ૧૮૦ ગાથા-૯૦ તા. ૨૮/૦૧/૭૯ રવિવાર પોષ વદ-૧૫
(સમયસાર) એક લીટી છે ૯૦ ગાથા ઉપર (મથાળું).
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે – શું કહે છે? કે આત્મા જે છે એ તો શુદ્ધચૈતન્ય-આનંદઘન છે, આગળ આવશે પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ એવો હોવા છતાં પણ અનાદિથી એને એનું જ્ઞાન નથી તો એના અજ્ઞાનથી, પર્યાયમાંપરિણામમાં ઉપયોગમાં ત્રણ પ્રકારનું પરિણમન ઉયયોગ હોય છે-
મિથ્યાત્વ, અજ્ઞાન, અને અવિરતિ (-અવ્રત) આહાહા ! એ કહે છે, (ગાથા-૯૦)
एदेसु य उवयोगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।।९०।। એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. ટીકાઃ-“એ પ્રમાણે અનાદિથી અન્યવતુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે” –ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્યઘન, એવો હોવા છતાં પણ અન્ય વસ્તુ જે મોહ છે, એના સંયુક્તપણાને કારણે મોહના સંબંધને કારણે, પોતાનામાં ઉત્પન્ન થવાવાળી પોતાની પર્યાયમાં ઉપયોગમાં થવાવાળો (વિકાર-રાગદ્વેષ) મોહકર્મ તો નિમિત્ત છે. પણ મોહના સંયુક્તપણાને લીધે(મોહના) સંબંધથી, અજ્ઞાનીને અનાદિથી પોતાના શુદ્ધ ચૈતન્યના જ્ઞાનનું ભાન નથી, એણે મોહના સંગમાં એનો ત્રણ પ્રકારનો ઉપયોગ પરિણમન થાય છે. છે? મિથ્યાદર્શન, (એટલે) પોતાના શુદ્ધસ્વરૂપ-ચૈતન્યવિજ્ઞાનઘન (શુદ્ધાત્મા) હોવા છતાં પણ, (તેની) ખબર નથી. આહાહા !
કાલે ગાયું ને આપણે મોહનભાઈ દરજી છે એણે ગાયું હતું “મૃગલાને મોડી ખબરું પડી હતા કે નહીં શાંતિભાઈ ? મધુભાઈ નહોતા, સવારે ગાયું'તું. આંહીં દરજી છે ને મોટાભાઇ મૃગલાને મોડી ખબરું પડી” –હરણ છે ને હરણ (કસ્તુરીમૃગ ) એની ડુંટીમાં કસ્તુરી (હોય). છે. પણ એ કસ્તુરીને ગોતે બહાર- (આ) સુગંધ આવે છે કયાંથી? સુગંધ આવે છે ને! છે તો અંદર પણ મૃગલાને મોડેથી (મોડે મોડે) ખબર પડી. પારધીએ જ્યારે બાણ માર્યું ત્યારે ડુંટીમાં જે કસ્તુરી હતી એ બહાર પડી ગઈ, ત્યારે એને ખબર પડી કે અરે ! આ કસ્તુરી તો મારી પાસે (જ) હતી, મારી પાસે કસ્તુરી હતી, શશીભાઈ? “મૃગને મોડી ખબરું પડી” –મોડી મોડી ખબર પડી, એમ ભગવાન આત્મા, ટીકામાં છે, બધું!
અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ આત્મા તો છે, તો એ અતીન્દ્રિય આનંદસ્વરૂપની ખબર નથી, તો એને અજ્ઞાનને કારણે, મોહના સંબંધમાં મિથ્યાશ્રદ્ધા, રાગ આદિ ભાવ થાય છે–દયા, દાન, વ્રત, કામ-ક્રોધના (ભાવ) એ રાગ, મારી ચીજ છે એવી મિથ્યા શ્રદ્ધા (અજ્ઞાનીને છે.) મારી ચીજ અંદર શુદ્ધ ચૈતન્યઘન છે એના (જ્ઞાનના) અભાવને કારણે પોતાનું અસ્તિત્વ તો શુદ્ધ આનંદકંદ છે તો એવા અસ્તિત્વની સત્તાની ખબર નથી તો કયાંક (પોતાનું) અસ્તિત્વ