________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪
૪૦૦
સમ્યગ્દર્શનની જ ખબર નથી, ત્યાં વળી પોષા ને સામાયિક કેવા એને ?
આંહી એ કહે છે આત્માના ઉપયોગમાં ત્રણ પ્રકા૨નો પરિણામ વિકા૨ અનાદિ કર્મના નિમિત્તથી, એમ નહિ કે પહેલાં એ શુદ્ધ જ હતો, કોણ ? શુદ્ધ જ હતી પર્યાય-પરિણામ શુદ્ધ હતા ને પછી (પાછળથી ) અશુદ્વ થયો, એમ નહીં. અને અત્યારે એમાં ( આત્મામાં ) નવા પરિણામ વિકારના થઈ ગયા એવું નથી. “ જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ.” સિદ્ધ ભગવાન છે ને નમો સિદ્ધાણં નિર્મળ થયો તો હજી પર્યાયમાં શુધ્ધ અને પછી વિકાર હોય તો સિદ્ધમાં પણ થવો જોઇએ-અનંત સિદ્ધો છે ને અને ૫૨માત્મા ‘નમઃ સિદ્ધાણં' મુક્તિશીલા ૫૨ બિરાજે છે અનંત સિદ્ધ ભગવાન, એ તો નિર્મળ છે જો નિર્મળ છે ને વિકાર થાય તો તેને પણ વિકાર થવો જોઇએ. તો એને પણ વિકાર થવો જોઈએ. સમજાણું કાંઈ ? જે ચણા છે ચણા-ચણા (એને શેકીને ) દાળિયા થયા, એ પછી ઊગે, નહીં ઊગે ? દાળિયો ઊગે ? ( શ્રોતાઃ- માખણનું ધી થાય પછી ધીનું માખણ ન થાય ) ત્રણકાળમાં થાય નહીં. એમ જ્યાં આત્મામાં નિર્મળ પર્યાય (પરિપૂર્ણ ) થઈ ગઈ, પછી મલિન થાય ? ત્રણ કાળમાં મલિન થાય નહીં.
અનાદિથી ( પર્યાય ) મલિન છે એ મલિનતાનો પોતાના સ્વભાવનો આશ્રય લઈને નાશ થશે તો પછી કયારેય મલિન પરિણામ થશે નહીં. મલિનતાનો નાશ કરવાનો ઉપાય કોઈ ક્રિયાકાંડ નહીં. આહાહા ! શુદ્ધસ્વભાવ ! એક સમયમાં ભગવાન આત્મા અનંત અનંત ગુણોનો ભંડાર ભર્યો છે. ( જેમ ) આકાશનો પાર નથી એમ ( આત્માના ) ગુણોની સંખ્યાનો પાર નથી, સાગરની ગંભીરતાનો પાર નથી એમ પ્રભુના અનંત ગુણોનો પાર નથી. આ પ્રભુ એટલે આ આત્મા અંદર હો, સૂર્યના પ્રકાશનું તેજ કોટા-કોટિ હોય તોપણ આ ચૈતન્યના તેજ-પ્રકાશનો પાર નથી, એવો જે ભગવાન આત્મા, અનાદિથી કર્મના (મોહકર્મના ) સંગથી વિકારી પરિણામ કરે છે. પહેલાં વિકા૨ ( પર્યાયમાં ) નહોતો ને વિકાર કર્યો પર્યાયમાં એવું નથી. ( પર્યાયમાં વિકાર અનાદિ છે ).
પછી વિકા૨ની પર્યાય, પોતાના શુદ્ધસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન કરવાથી પોતાના સ્વરૂપમાં રમણતા (એકાગ્રતા ) કરવાથી વિકા૨નો-અશુદ્ધતાનો નાશ થાય છે, ફરીથી અશુદ્ધતા થતી નથી, ચણો શેકાઈ ગયો ફરીથી ઊગે નહીં, મીઠાશ આપે ને ઊગે નહીં. કાચા ચણા મીઠાશ આપે નહિ તુરાશ આપે ને ઊગે, પાકો (શેકેલા ) ચણા તુરાશ આપે નહીં ને મીઠાશ આપે ને ઊગે નહીં, એમ ભગવાન આત્મા અજ્ઞાન ને રાગ-દ્વેષમાં આત્માનો આનંદ નહીં ને દુઃખ છે, તુરાશમાં અને એને લઈને ઊગે (એટલે જન્મ-મરણ થાય ) અજ્ઞાનને લઈને મિથ્યાશ્રદ્ધાને લઈને જન્મે, પણ જેણે મિથ્યાશ્રદ્ધા અજ્ઞાનનો નાશ કર્યો અને આત્માનો સ્વાદ (આનંદ ) આવ્યો–અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો પછી ઊગે નહીં ( એટલે ) જન્મ-મ૨ણ થાય નહીં. આહાહાહા ! આવી વાત છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ- પ્રમાણવચન ગુરુદેવ )
૩