________________
ગાથા-૮૯
૩૯૯ વાંચે અત્યારે થોડું ઘણું એક કલાક તો વાંચે, એકોતેરની વાત છે. બપોરે વાંચતા એક કલાક (અમે) ત્યારેય (મેં તો ) કહ્યું'તું એ વખતે આત્મામાં વિકાર થાય છે એ પોતાથી થાય છે, કર્મથી નહીં” –ભગવતી વાંચતો તે દિ' –ભગવતી સૂત્ર છે ને ! સોળ હજાર શ્લોક અને એક લાખ ટીકા સંસ્કૃતની, બધું જોયું છે-ઘણીવાર જોયું છે (વાંચ્યું છે) -સત્તર વાર (વાંચ્યું) જોયું છે. એ વખતેય કહ્યું'તું, ખળભળાટ તો થઈ ગયો જરી, અમારા ગુરુ તો બિચારા સાંભળતા'તા હીરાજી મહારાજ ભદ્રિક! કહે છે કંઈક આ! કે “આત્મામાં વિકાર જે થાય છે, એ કર્મથી નહીંપોતાના ઉલટા પુરુષાર્થથી થાય છે અને સુલટા પુરુષાર્થથી વિકારનો નાશ કરે છે” ભગવતીમાં છે, સંશય-સંશયનો અધિકાર છે, સાંભળતા'તા બધા કોઈ બોલે નહીં.
પણ જરી દામોદર શેઠ દામનગરવાળા પૈસાવાળા હતા ને તે દિ દશ લાખ તે દિ' દસ લાખ એટલે અત્યારે હવે કિંમત ઘટી ગઈ, એની પાસે દસલાખ દામોદર જગજીવન ગોપાળજી, દશ લાખ, ચાળીશ હજારની ઉપજ તે દી' હોં? એકોત્તેર, છાસઠ વરસ પહેલાં, એક દશહજારનું ગામ હતું ઘરે “મુળિયાપાઠ” ઘરે ગામ પોતાને, આપણા વાણિયા દશાશ્રીમાળી ઘરે આરબ રાખતા (ચોકીદાર) ઘરે, બંદુક રાખતા દુકાને આપણા વાણિયા દશાશ્રીમાળી, છતાં એને ન બેઠી આ વાત, એણે આ વાત સાંભળી એટલે એને ઘડાકો લાગ્યો કે આવું કયાંથી કાઢયું? અમારા ગુરુએ કોઈ દિ' કીધું નથી, હિરાજી મહારાજે કીધું નથી કાંઈ અમે સાંભળ્યુંય નથી ને આ નવું કયાંથી કાઢયું? પછી એવી ઘરની વાતું કરે છે, એ એની પડાયું ઊડીને કયાં જશે? એમ બોલતા, ગૃહસ્થ માણસ હતા પણ હું તો ગણું નહીં કોઈને, મોટો ગૃહસ્થ હોય તો એનાં ઘરનો, અમારે આંહીં શું છે? તે દિ' કહ્યું'તું એકોતેરમાં, રાગ ને ઢષ અને મિથ્યાશ્રદ્ધા જીવમાં જીવ પોતે પોતાથી કરે છે, કર્મથી નહીં એ તો તમારા બાપેય બેઠા હતા વ્યાખ્યાનમાં બધા-કાનજીભાઈ ને હરગોવિંદભાઈ ને ઓલો હરગોવિંદનો ભાઈ હતો ને જરી સાધારણ ખીમચંદ, બધા પોષા કરતા, એકોતેરની સાલની વાત છે. કેટલા વરસ થઈ ગયા? ચોસઠ વરસ ! પણ અમને તો કાલ જેવું લાગે છે.
આહા ! ઘડાકાબંધ કીધું આત્મામાં જે સંશય ને મિથ્યાત્વ થાય છે એ પોતાથી થાય છે, કર્મથી બિલકુલ નહીં અને એ મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ-દ્વેષ પરિણામ પોતાના પુરુષાર્થથી નાશ કરી શકે છે. પોતાના ઉલટા પુરુષાર્થથી થાય છે અને સુલટા પુરુષાર્થથી નાશ કરે છે” એમ નગારા પીટીને વાત કરી'તી તે દિ' !! આઠ દિ' વંચાય, પોષા હોયને જ્યારે આઠમ ને પૂનમ સ્થાનકવાસીમાં (અને આપણે) દિગંબરમાં આઠમ ને ચૌદશઆઠમ, ચૌદશ અને સ્થાનકવાસીમાં અમાસ અને પુનમ માને, આ લોકો ચૌદશ મોટીચૌદશ માને ! આ ચૌદશ છે ને કાલ, તો તે દિ' પોષા કરે ઘણાં લોકો કરે, આ મોનજી દેસાઈ, કયાં ગયા અમારા મનસુખભાઈ ? મોનજી દેસાઈ હતા મનસુખભાઈના બાપ, કોણ? છગનભાઈ-છગન દેસાઈ, છગન દેસાઈના બાપ મોનજી દેસાઈ આંહી તો ડોસાના ડોસા ચાર પેઢીને જાણીએ છીએ ને ! બધા પોષા કરવા બેસે બચારા-ભદ્રિક કાંઈ ભાન ન મળે! (શ્રોતા – પોષા કરે તો ત્રણ રૂપિયા આપે) અત્યારે ત્રણ રૂપિયા એટલે (જૂના) ચાર આના ! ધૂળમાંય નથી. અરે, અપવાસમાં બાપા એ તો બધી લાંઘણું છે! આત્મજ્ઞાન જ જ્યાં નથી