________________
૩૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ સ્વચ્છ હોવાનો જ સ્વભાવ છે, પણ સંગમાં છાંય ( ઝાંય ) દેખાય છે, કાળી, લીલી, પીળી એમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ, કોટા-કોટિ સૂર્ય હોય તોપણ એ પ્રકાશથી પ્રભુ ચૈતન્યનો પ્રકાશ અનંત અનંત અનંત અનંત છે, એવો ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ (આત્મા) પોતાનામાં નિર્મળ પરિણમન કરવાની તાકાત રાખે છે, એવું હોવા છતાં પણ, પરિણમન પહેલાં શુદ્ધ હતું અને પાછળથી અશુદ્ધ થયું એવું છે નહીં, અનાદિની પર્યાય બગડેલી (અશુદ્ધ ) છે.
પહેલાં એવું કહ્યું ને કે (સર્વ) વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે પોતાના સ્વભાવરૂપ પરિણમવાનું સામર્થ્ય છે, શુદ્ધ પરિણમવાનું સામર્થ્ય (શક્તિતાકાત) પણ શુદ્ધ છે પર્યાયમાં એમ નહીં. શું કીધું? આત્મામાં જ્ઞાન-આનંદઆદિ જે સ્વભાવ છે તો એમાં શુદ્ધ પરિણમન કરવાનો સ્વભાવ છે (શક્તિ છે) પણ પર્યાયમાં શુદ્ધ છે એવું છે નહીં, પણ સ્વભાવ એવો હોવા છતાં પણ, મોહના સંગથી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગવૈષ-અવિરતિના પરિણામ-ચૈતન્ય પરિણામનો વિકાર, (એ) ત્રણ પ્રકારની અશુદ્ધતા એમાં (પર્યાયમાં) ઉત્પન્ન થાય છે. (શ્રોતા- કર્મ હતા તો અશુદ્ધિ આવીને કર્મ ગયા તો અશુદ્ધિ ચાલી ગઇ તેમ છે) બિલકુલ જૂઠ વાત છે. પોતે સંગ કર્યો ને સંગ છૂટી ગયો તેથી નિર્મળ થયો. આહાહા! ઝીણી વાત છે ભાઈ !
ફરીને, આ અશુદ્ધતા જે પોતાનામાં છે. પર્યાયમાં અનાદિથી (છે) એ તો અનાદિથી પોતાનામાં છે, અને એ તો એમાં “મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે ને ! “અનાદિમાં નિમિત્તનો પ્રશ્ન ન હોય” ભાઈ, એમાં આવે છે “મોક્ષમાર્ગ પ્રકાશકમાં' છે ને ખબર છે ને એક વાતમાં બધી વાતનો ખ્યાલ હોય પણ બધી વાત હારે (એક સમયે) કહેવાય? હજારો શાસ્ત્રો જોયાં છે-કરોડો
શ્લોકો જાણ્યાં છે! પણ એ વખતે ખ્યાલમાં તો અનેક વાતો હોય પણ એ વખતે તો, જે કહેવાની હોય તે આવે ને! એમાં એ લીધું છે, કે અનાદિમાં નિમિત્ત હતું ને અનાદિ અશુદ્ધતા થઈ એવું છે નહીં. એ અશુદ્ધતા છે અનાદિથી બસ! એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. સમજાણું કાંઈ? આ તો બાપા! વીતરાગ જિનેશ્વરદેવની વાણી બાપા આ તો અલૌકિક વાતું છે! અત્યારે તો બધું ગુપ્ત (ગુસ) થઈ ગયું બધું! સાધુને ખબર નથી, પંડિતોનેય ખબર નથી. (શ્રોતા ગુમ હતું એ આપે બહાર કાઢયું!) આ તો અંદર છે જ તે અંદર, આહાહાહા ! એ તો (સંવત ઓગણીસો) એકોતેરની સાલથી હું કહું છું, ચોમાસું એકોતેરનું હતું લાઠી, સીતેરમાં દીક્ષા, છાસઠ વરસ થયાં. દીક્ષાનું પહેલું ચોમાસું બોટાદ હતું, બીજું ચોમાસું લાઠી (ગામમાં કર્યું)
બીજા ચોમાસામાં જ મેં કહ્યું હતું, અમારા ગુરુ હુતા, અમારા ગુરુભાઈ હતા મૂળચંદજી, હીરા(ચંદજી) મહારાજ, ત્રણ ઠાણાં, લાઠી વ્યાખ્યાન, આઠમ ને પુનમના પોષા કરતા હતા તે દિ' એ લોકો કરે ને ! અમારે વીરચંદભાઈના બાપ હતા કાનજી જશરાજ, બધાં પોષા કરતા તે દિ'! વીરચંદભાઈ ? તમારો જનમ હતો એકોતેરમાં. (શ્રોતા:- બાસઠમાં જન્મ છે) ઠીક, ઠીક એકોતેરમાં કાનજીભાઈ પોષા કરતા'તા-કાનજીભાઈ દેસાઈ, મોનજી દેસાઈ, ઓલો હરગોવિંદ, માણેકચંદ ડોસા ઓલા હરગોવિંદ નહીં, ખબર છે ને ! બધા આઠમ ને પુનમના પોષા કરે, પચીસ-ત્રીસ જણ, અમારા ગુરુ છે એ વાંચતા સવારે વ્યાખ્યાન પણ આઠમ પુનમના પોષા પચ્ચીસ-ત્રીસ, આખું ચોમાસું કરતા પણ આખી સભા ભરાય, પછી એ લોકો કહે કાનજીસ્વામી