________________
૩૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ આંહી કહે છે (લ્યોને !) ઋષભદેવ ભગવાન જેમને મતિ, શ્રુત, અવધિ ત્રણ જ્ઞાન, ત્યાંસી લાખ પૂર્વ રહ્યા સંસારમાં, આત્મજ્ઞાની હતા–ત્રણ જ્ઞાન હતા!નોઆખલીમાં, નોઆખલી શું કહેવાય? નોઆખલીમાં બહુ તકરાર થઈ'તી મુસલમાનની ને હિન્દુઓની, ગાંધીજી (મોહનદાસ કરમચંદ ગાંધી) ગયા હતા, ખબર છે ને બધી વાતુંની, આંહી તો ઘણી વાતો આવે, પછી ત્યાં આગળ એ મુસલમાન એવું કરે, આહાહાહા ! (બળજબરીથી) પચીસ-ત્રીસ વરસનો જુવાન છોકરો, પીસતાલીસ-પચાસ વરસની ઉંમરની એની મા, બેયને નાગા કરી અને આમ વિષય લેવા દબાણ કરે! અરર એને થાય અરરર! આ જમીન મારગ આપે તો સમાય જાઉં, અરરર! આ શું કરે છે, ભાઈ ! બહેનને ભાઈ ભેગા કરી બેયને નાગા કરે !! એમ આત્માને જ્ઞાનને આનંદનું ભાન થતાં (અતીન્દ્રિયઆનંદનો સ્વાદ લેતાં) જગતની કોઈ ચીજ મારી છે (એમાં સુખ છે) એવી માન્યતાનો વિકલ્પ એને થતો નથી. હું તો મારામાં સમાય જાઉં એવી ચીજ છે, બહારમાં મારી કોઈ ચીજ છે નહીં. આહાહાહા ! મારગ બાપુ વીતરાગ મારગ બહુ જુદી જાત છે ! આહાહાહા !
અહીંયા એ કહે છે કે “અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો”_આત્માના ઉપયોગમાં જાણવાદેખવાના પરિણામમાં મિથ્યાદર્શન થાય છે-મિથ્યાશ્રદ્ધા. આહાહાહા ! –પરમાં સુખ છે એવી મિથ્યાશ્રદ્ધા થાય છે અજ્ઞાનીને, પર મારા છે એવી મિથ્યાશ્રદ્ધા થાય છે. હું પરનું કંઈક બગાડી શકું છું (સુધારી શકું છું ) એવી મિથ્યાશ્રદ્ધા અજ્ઞાનીને હોય છે. ઓહોહોહો !
મિથ્યાજ્ઞાન” –અજ્ઞાન, અવિરતિ-રાગદ્વેષ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.” જોવામાં આવે છે, એવો (વિકાર), સ્ફટિકમાં જેમ ત્રણ પ્રકારનો વિકાર જોવામાં આવે છે તેમ આત્મામાં ભગવાન સ્વભાવમાં કર્મનો સંયોગ કરવાથી, એ તો મોટો પ્રશ્ન થયો હતો ને ! “સંગ એવ' – “સંગ એવ” ઓલા કહે સંગથી થાય, આ કહે છે “સંગ એવ' –સંગ પોતે કર્યો માટે (વિકાર) થાય છે. મોટો પ્રશ્ન થયો'તો ત્યાં (ગણેશપ્રસાદજી ) વર્ણાજી પાસે મોટા વિદ્વાન ( પંડિત) બંસીધરજી હતા, તે પછી અહીં આવ્યા હતા આંહી, પછી કબૂલ કર્યું કહ્યું કે બરાબર છે. -પરનો સંગ કર્યો માટે ( વિકાર) થયો, પરથી નહીં. પરનો સંગ કર્યો તેથી થયો છે મોહનો સંગ કરવાથી મિથ્યાશ્રદ્ધાને મિથ્યાજ્ઞાન આદિ થાય છે. કર્મને કારણે મિથ્યાશ્રદ્ધા આદિ થાય છે, એવું નથી. પરદ્રવ્યથી પરમાં કંઈપણ થતું નથી. એક દ્રવ્ય, બીજા દ્રવ્યમાં કંઈ કરી શકતું નથી. આહાહા ! આવી વાત છે !
પણ અજ્ઞાની (ને) અનાદિ ત્રણ પ્રકારનો પરિણામવિકાર થાય છે એમ સમજવું. અજ્ઞાનીને આ ત્રણ પ્રકારનો વિકાર હોય છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્રઅવિરતિભાવ. એ તો દેણાંત છે-જેમ કાળી, લીલી, પીળી એમ ત્રણ પ્રકાર પાડવા છે ત્રણ, (એમ) અહીંયા ત્રણ પ્રકાર થયા એમાં નિમિત્ત પણ ત્રણ પ્રકારના છે અહીં, મિથ્યાશ્રદ્ધામાં દર્શનમોહ નિમિત્ત છે, અજ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું નિમિત્ત છે અને અવિરતિમાં ચારિત્રમોહનું નિમિત્ત છે. શું કીધું? ફરીથી, એમ કે સ્ફટિક જે છે સ્વચ્છ એને તો ત્રણ પ્રકાર થયા, કાળું તમાલ તમાલના પત્ર કાળા છે-હોય છે. લીલી કેળ, પીળું સોનું એ ( ઝાયના) ત્રણ પ્રકાર થયા, ત્રણ