________________
૩૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છતાં પણ, મોહનો સંગ કરવાથી એની પર્યાયમાં ચૈતન્યના (ઉપયોગમાં) ત્રણ પ્રકારનો વિકાર ભાસે છે-મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગ-દ્વેષના પરિણામ.
(શ્રોતાઃ- મોહકર્મ દેખાય તો નહીં પછી સંયોગ કેમ કહ્યો?) મોહકર્મ-જડકર્મનો સંયોગ દેખાય નહીં (કર્મ દેખાતાં નથી, પણ પોતાના સ્વભાવ તરફનું લક્ષ નહીં, (તેથી) એ લક્ષ કરે છે પર ઉપર–પર ઉપર કરે છે તો પર (છે એમ કોણ કહે જાણે?) કોણ મોહ ભલે એ ખ્યાલમાં ન આવે, પણ ખ્યાલમાં એમ તો આવે છે કે મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, મિથ્યાવર્તન એ તો ખ્યાલમાં આવી જાય છે. તો એ નિમિત્તના સંગથી નિમિત્તના કારણે (નિમિત્તને વશ પોતે થવાથી) ઉપાધિ (દુઃખ) દેખવામાં આવે છે. એનાથી (નિમિત્તથી) થતું નથી. થાય છે તો પોતાથી (આત્માથી), સ્ફટિકમાં કાળી, લીલી, પીળી ઝાંય, સ્ફટિકની પોતાની યોગ્યતાથી થાય છે. પરને કારણે નહીં–પર તો નિમિત્ત માત્ર છે. ( શ્રોતા – પણ પર હોય તો થાય છે ને ) ! એ નહીં, નહીં, એ નહીં, પર હોય તો થાય-પર હોય તો થાય એ નહીં. આંહી થાય ત્યારે પર હોય છે એટલું!
જુઓ ! ન્યાય જુઓ ! આ લાકડી છે આંહી, આંહી (લાકડીની નીચે) કેળનું પાન મૂકો તો કેળના પાનથી આમાં લીલી ઝાંય નહીં પડે, કેમ કે આમાં (લાકડીમાં) યોગ્યતા નથી. સમજાણું કાંઈ? કેળ નીચે કેળનું પાન રાખો, સોનું રાખો, સોનું તો આમાં પીળી ઝાંય નહીં પડે અંદર કેમ કે આની યોગ્યતા નથી. આમાં નીચે (એ પાત્ર-આધાર) રાખો તો આમાં (લાકડીમાં) ઝાંય નહીં પડે. સ્ફટિકની નીચે રાખો તો સ્ફટિકની પોતાની યોગ્યતાથી અંદર ઝાંય પડે છે. પરના કારણે (ઝાંય) નહીં. આ દેખો, આ જુઓ!આ આ છે તો અહીં ઝાંય પડે છે ને તે એની યોગ્યતાથી (પડે છે ને) આને આમ નીચે રાખો તો ઝાંય નહીં પડે, કારણકે એનામાં યોગ્યતા નથી. ઝીણી વાત ભાઈ ! સમજાણું કાંઈ...? ( શ્રોતા – એ આવ્યું ત્યારે ઝાંય પડીને?) નહીં, નહીં, એ ઝાંય પડવાની યોગ્યતાથી થઈ, એ તો નિમિત્ત કહેવામાં આવે છે. તે માટે તો દાખલો આપ્યો. આહાહા શું કરે ભાઈ પ્રભુનો મારગ... આવો મારગ છે. પાંચમું સમણસૂત્ર આવે છે ને, એમાં આવે છે આ, ઇણમેવ પણ અર્થની કાંઈ ખબર ન મળે સાંજ સવાર પડિક્કમણા કરે, ઘડિયા હાંકયે રાખે (શ્રોતા- ગોળ અંધારે ખાય) ગોળ હતો કે દિ' પણ ત્યાં છાણ હતું! આહાહા!
અહીંયા કહે છે કે આત્માનો સ્વભાવ તો સ્વચ્છ-નિર્મળ-શુદ્ધ-વીતરાગભાવપણે પરિણમવાનો છે એ એનું સામર્થ્ય છે, એવું હોવા છતાં પણ મોહનો સંગ કરવાથી, મોહથી નહીં, કર્મથી નહીં પણ એનો સંગ કરવાથી, પોતાની આત્માની) પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રની પરિણતિ-ચૈતન્યવિકાર જોવામાં આવે છે. આરે ! આવી વાતું હવે, કહો, રતિભાઈ? આવી વાતું છે! ભાષા તો સાદી છે પ્રભુ!ભાવ. મારગ તો પ્રભુનો એવો (શ્રોતા – આ ભાવો અજાણ્યા છે એટલે કઠણ તો લાગે !) કદી કર્યુંજ નથી, કદી સાંભળ્યું નથી. આહાહા ! અનાદિ અજ્ઞાનભાવે ચલાવ્યું છે. આહાહાહા ! સાધુય અનંતવાર થયો (નગ્ન) દિગંબર સાધુ હોં? વસ્ત્રસહિત સાધુ એ તો કુલિંગી છે પણ (આ તો) દ્રવ્યલિંગી નગ્નપણું પંચ મહાવ્રતધારી પણ અનંતવાર લીધું પણ એ તો બાહ્ય ક્રિયા-જડ-રાગ તો વિકાર છે. રાગની ક્રિયામાં ધર્મ માન્યો તો મિથ્યાત્વ છે. આહાહાહા !