________________
૩૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ તમાલ, કેળ અને કાંચનના–કાળા તમાલ, લીલી કેળ, પીળું સોનું એ ત્રણ ચીજ મૂકવામાં આવે જોડે (એ ત્રણ પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી), શું કહે છે? આ તો ભાઈ ! સંસારના ચોપડા જોવામાં બહુ જોઈએ હોંશિયારી, આ ચોપડા જુદી જાતના છે! આહા!
(કહે છે કે, “જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું હોવા છતાં, કદાચિત (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી,”
સ્ફટિકની સ્વચ્છતા સ્વરૂપ પરિણમનમાં (પરિણમવાનું) સામર્થ્ય હોવા છતાં પણ કદાચિત્ કાળા તમાલપત્ર છે કાળા ( હોય છે) જો એ સ્ફટિક પાસે રાખો તો અંદર ઝાંય કાળી થઈ જાય છે સ્ફટિકમાં કાળી ઝાંય, કાળા તમાલપત્ર જો નજીકમાં રાખો તો સ્ફટિકમાં કાળી છાંય (ઝાંય ) પડે છે. હવે કેળ-આ કેળના પાંદડા, આ કેળ-કેળાં (ના ઝાડ) કેળ હોય છે ને, એનાં પાન લીલા રંગના, જો સ્ફટિક પાસે (નજીક) રાખો તો એ રંગની (સ્ફટિકની) અંદર લીલી ઝાંય દેખાય છે સ્ફટિકની નજીકમાં જો કેળના પાન હોય-કેળના પાન ઉપર સ્ફટિક રાખ્યું હોય તો સ્ફટિકમાં લીલા રંગની છાય ( ઝાંય ) દેખાય છે એ ઉપાધિ છે. આહાહા!
બે (દષ્ટાંત થયા ) હવે ત્રીજું-સોનું, સોનાના વાસણમાં સ્ફટિક મૂકો, સોનાની ઝાંય સ્ફટિકમાં પોતાની યોગ્યતાથી ઝાંય દેખાય છે, પીળી (ઝાંય) સ્ફટિક તો સ્વચ્છ છે અને સ્વચ્છ (પણે) પરિણમવાની તાકાત છે, એવું હોવા છતાં પણ કાળા, લીલા અને પીળા એ ત્રણના સંગથી–તમાલ, કેળ અને સોનું એ ત્રણના સંગથી, કાળી, લીલી ને પીળી ઝાંય (ઝલક) સ્ફટિકમાં દેખાય છે. એ ઉપાધિ છે. આવી વાતું હવે, વાણિયાને નવરાશ ન મળે ધંધા આડે ને ! એમાં આવો મારગ!
ઓલો કહે છે કે, એક સાંભળ્યું છે એ બલુભાઈ ? એક જાપાનમાં ઐતિહાસિક છે, સડસઠ (૬૭) વરસની ઉમરનો, મોટો ઐતિહાસિક, બધાં શાસ્ત્રો-ખૂબ શાસ્ત્રો જોયેલાં લાખ્ખો, અને એનો છોકરો છે જુવાન, બેય ઐતિહાસિક છે. એનું લખાણ આવ્યું'તું એતિહાસિક મોટો, ઐતિહાસિક ૬૭ વરસની ઉંમરનો, એણે એમ કહ્યું કે, અરે ! જૈનધર્મ એટલે શું? એણે બહુ શાસ્ત્રો વાંચેલા ઘણાં, જૈનધર્મ એ અનુભૂતિ છે-આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે પ્રભુ! એનો અનુભવ કરવો એ જૈનધર્મ છે, એમ લખ્યું છે.
પણ પછી હવે આવે છે-ભગવાન આત્મા શુદ્ધચૈતન્યઘન છે, એનો અનુભવ કરવોવીતરાગપર્યાયનું વેદન કરવું, એ જૈનધર્મ છે. આવું (લખાણમાં) લખ્યું છે. પછી ( લખે છે કે ) પણ આ જૈનધર્મ વાણિયાને મળ્યો, ઐતિહાસિક મોટો ઐતિહાસિક, હમણાં (તેમનું લખાણલેખ ) આવ્યું તું, વાણિયાને વેપાર આડે નવરાશ ન મળે ધંધામાં! એ શાંતિભાઈ ? તેથી એ અનુભૂતિ કરવાનો વખત મળતો નથી એને ! આહાહા ! વેપાર. વેપાર વેપાર. મોટો હોય એને મોટો વેપાર ! (શ્રોતા:- પણ એ કમાય છે ને કમાણી કરે છે ને!) ધૂળમાં, કમાણો શું, હમણા કેને કહેવાય? પૈસા ( રૂપિયા) તો પૂર્વના પુણ્યના કારણે આંહી દેખાય (ને માને કે) મારા છે, એ મહાઅજ્ઞાન ભ્રમ છે. (પૈસા) જડ છે એ ચૈતન્યના કયાં થાય છે? અજીવ છે એ જીવના કેમ થાય ! આહાહા... આકરી વાત છે ભાઈ ! આ તો વીતરાગ મારગ છે!