________________
૩૯૦.
સમયસાર સિદ્ધિ ભાગ-૪ કહે છે કે પ્રભુ-આત્મા જે અંદર છે, એ તો પોતાના જ્ઞાન-આનંદ-શાંતિ આદિ અનંત સ્વભાવથી ભર્યો-પડ્યો છે, અને એ અનંત સ્વભાવનું નિજરસથી જ પરિણમન કરવું એ તેનું સામર્થ્ય છે વીતરાગ સ્વભાવપણે થવું-સમ્યગ્દર્શનશાનચારિત્રપણે થવું, એ પોતાના સ્વભાવનું સામર્થ્ય-શક્તિ-સત્ત્વ છે. આવું હોવા છતાં પણ મોહકર્મના સંયોગ-સંબંધથી મિથ્યાદર્શન છે. છે? મિથ્યાશ્રદ્ધા હું પરની દયા પાળી શકું છું, હું પરને મદદ કરી શકું છું હું છોકરાઓ-પ્રજા ઉત્પન્ન કરી શકું છું, જે આ દિકરા છે તેને) ઉત્પન્ન કરી શકું છું, એ તો પર ચીજ છે-જડ છે જડને આત્મા ઉત્પન્ન કરી શકે? આહાહાહા ! પરને હું કેળવણી આપું દિકરાને-દિકરીયુંને સારી (સારી), અત્યારે કેળવણી વિશેષ (ભણતર ઊંચા) વિના એને સારું ઘર મળશે નહીં (તેથી) હું કેળવણી આપું (ખૂબ જ ભણાવું) એવી પરને હું કરી શકું છું એ માન્યતા (અભિપ્રાય) મિથ્યાશ્રદ્ધા અજ્ઞાની (ને) મિથ્યાદર્શન છે. આહાહાહા !
અને મિથ્યાદર્શન, અજ્ઞાન ( મિથ્યાજ્ઞાન), ગમે તે ચીજ માને, તો કોઈ કારણમાં વિપરીતતા હોય, કાં સ્વરૂપમાં વિપરીતતા હો, કાં ભેદભેદમાં વિપરીતતાનું અજ્ઞાન છે એને ! રાગથી પ્રભુ (આત્મા) ભિન્ન છે પણ એમ ન માનીને, રાગથી હું એક છું એવું અજ્ઞાન છે. આવી વાત છે, સમજાણું કાંઈ ? સૂક્ષ્મ છે મારગ ભગવાન જિનેશ્વર પરમાત્માનો, મારગ આખો ફેરફાર! ઘણો ફેરફાર થઈ ગયો છે.
અજ્ઞાન” –જે પોતાનું સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય, એને નહીં જાણીને, વિકાર હું છું એવું અજ્ઞાન કરે છે અને પર-વસ્તુમાં હું કારણ બનું તો પરનું કાર્ય થાય, એવું અજ્ઞાન કરે છે, એવા અજ્ઞાનભાવના અનેક પ્રકાર છે. સત્યને અસત્ય, અસત્યને સત્ય, તત્ત્વને અતત્વ ને અતત્વને તત્ત્વ આવા અજ્ઞાનથી, એ અજ્ઞાનભાવ ઉત્પન્ન થયેલ છે, એ વિપરીત ભાવ છે. આહાહાહા!
અને અવિરતિ” – અવિરતી. શુભ-અશુભ રાગ જે છે અને એનાથી નિવૃત્તિ નથી અને (એમાં) પ્રવૃત્તિ છે રાગ-દ્વેષમાં એ અવિરતિભાવ છે. એ કર્મના સંયોગમાં ઉપાધિ ઉત્પન્ન થઈ છે, કર્મથી નહીં. આહા ! (પરંતુ) કર્મના સંગથી ઉપાધિ ઉત્પન્ન થઈ–અવિરતિભાવ ! કહો, દેવીલાલજી? હું દુકાન ઉપર બરાબર બેસું તો વ્યવસ્થિત પદાર્થની વ્યવસ્થા-વ્યવસ્થિત અવસ્થા હું કરી શકું છું એ બધો અજ્ઞાનભાવ અને અવિરતિભાવ-રાગ-દ્વેષ આદિ પરિણામ એ અવિરતિભાવ (છે.) આહાહા! બહું આકરું કામ! સમજાણું કાંઈ?
એક ચીજ જે એક સ્થાનમાં છે અને હું બીજા સ્થાનમાં લઈ શકું છું-એ અજ્ઞાન ને અવિરતિભાવ છે. એ “ઇચ્છામિ પડિક્કમણું” માં આવે છે, “ઠાણા ઉઠાણા” એ અર્થ તો કોને આવડે? જય નારાયણ, ઘડિયા હાંકયે જાય છે. “ઇચ્છામિ પડિક્કમણું નથી આવતું ઇરિયાવિરિયા ગમણા-ગમણી ઠાણા-ઉઠાણાં-હું એક સ્થાનની ચીજને બીજા સ્થાનમાં ગોઠવી હોય તો એ જૂઠી વાત છે. ભાઈ ! લઈ શકાતી નથી–ઉપાડી શકાતી નથી–ફેરવી શકાતી નથી (આત્માથી) ગજબ વાત છે! બાપા, અરે રે! અત્યારે દુનિયાને, વીતરાગ પરમાત્માએ કહેલું સત્યતત્ત્વ સાંભળવા મળે નહીં, એ એને (કયારે) શ્રદ્ધ ને ઓળખે કે દી' ? આહાહા! અરે રે!
એ અવિરતિ એટલે કે જે કંઈ શુભ-અશુભભાવ, એનાથી નિવૃત્તિ નથી, એવો જે વિકારભાવમાં પરિણમન કરવું એ અવિરતિ–ભાવ છે. ઉપાધિભાવ છે-મેલ અવિરતી ભેદથી છે.