________________
ગાથા-૮૯
૩૯૧ આહાહા!“એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે “આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર, આહાહાહા ! બહુ સરસ વાત છે.
(કહે છે) કે આત્મા જે વસ્તુ છે એ પોતાના શુદ્ધ અનંત અનંત ચૈતન્યપ્રકાશ-અનંત અનંત આનંદની-શીતળતાનો સ્વભાવ, અનંત અનંત ઈશ્વરતા-ગંભીર સ્વભાવ, અનંત અનંત કર્તાકર્મઆદિ શક્તિની વ્યાપકતાની અનંતતાથી વાત આત્મા! એવા પોતાના સ્વભાવનું પરિણમન કરવાનું પોતાનામાં સામર્થ્ય છે. આવું હોવા છતાં પણ પોતાના સ્વભાવ-સન્મુખ નહીં થવાથી અને મોહરૂપી કર્મ છે એના સંગમાં (એને વશ થવાથી) પોતાના ચૈતન્ય પરિણામમાં પરિણમે છે ને! તો ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને અવિરતિ એ ત્રણ પ્રકારનો વિકાર-આત્માની પર્યાયમાં ત્રણ પ્રકારનો વિકાર (અનાદિનો) છે. આહાહાહા!
ઉપયોગનો તે પરિણામ વિકાર-જાણવું-દેખવું એ ઉપયોગ, એ ઉપયોગમાં એ ત્રણ પ્રકારનો જે વિકાર છે, એ કેવો છે? “સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ” આહાહાહા! સ્ફટિક રત્ન હોય છે, જોયું છે (અમે) આવડું! જામનગર ગયા હતા ને, પહેલાં દાકતર હતા ને એક પ્રાણજીવન દાકતર, અઢી હજારનો પગાર તે દિ', એકાણુંની સાલ (સંવત-૯૧) ની વાત છે. એકાણુંનો માગસર મહિનો, પછી ત્યાંથી આવીને પરિવર્તન કર્યું ચૈત્ર સુદ-૧૩ ન્યાં (જામનગર) અગાઉ ગયા હતા ત્યાં એક છ લાખનું સોલેરિયમ છે-સંચો છે મોટો છ લાખનો, ગૂમડાં હોય ને સૂર્યનો તાપ આપે (તેવું મકાન મોટું) સોલેરિયમ છે. (ફરતું મકાન છે) છ લાખનો સંચો છે. વ્યાખ્યાન જામનગર હતું, સો ગાથાની ટીકા ચાલતી'તી આ સમયસારની ૧૦૦ મી ગાથાની ટીકા ચાલતી હતી, સોમી ગાથા તે દિ' હો ! સો મી ગાથા એકાણુંના કારતક મહિનાની, એ એણે સાંભળ્યું! એ (દાક્તર) કહે, મહારાજ ! અમારું સોલેરિયમ જુઓ, તમને દાખલામાં (દષ્ટાંત દેવામાં) કામ લાગશે, ગયા હતા (અમે) જોયું તો આટલું તો સ્ફટિક હતું, એક મોટું એની પાસે સ્ફટિકરતન, એ સ્ફટિકરતન સ્વભાવે સ્વચ્છ હોય છે. છે?
સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ” પણ એ સ્વચ્છતાના પરિણામમાં વિકાર થાય છે. છે તો સ્વચ્છતાનું પરિણામ છે એનામાં પણ સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ હોવા છતાં પણ, પરિણામવિકાર અંદર થાય છે. કેમ? પરને લીધે–પરની ઉપાધિથી, પરને લીધે નામ પર નિમિત્ત છે, એ પરની ઉપાધિથી ઉત્પન્ન થતો દેખાય છે, સ્ફટિક (સ્વભાવથી નિર્મળ હોવા છતાં પણ નિમિત્તની ઉપાધિથી, એમાં વિકાર જોવામાં આવે છે. શું એ કહે છે-“તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે.”
જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય (સમર્થપણું) હોવા છતાં” અહીં (પહેલાં ટીકામાં) આવ્યું'તું ને! “પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે” -નિજરસથી સર્વ વસ્તુનું પોતાનું સ્વભાવભૂત સામર્થ્ય હોવાથી, એમ સ્ફટિકમાં પણ સ્ફટિકમણિમાં સ્વચ્છતાના સ્વરૂપપરિણમનમાં નિર્મળનિર્મળ પરિણમનમાં ઉજ્જવળતારૂપ સ્વરૂપ-પરિણમન કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ સ્ફટિકનું પોતાના નિર્મળ પરિણામ-સ્વચ્છ પરિણામ હોવું એવું સામર્થ્ય છે, એવું હોવા છતાં “કદાચિત્ સ્ફટિકને”-સ્ફટિકની પાસે-નજીક, “કાળા, લીલા અને પીળા એવા