________________
ગાથા-૮૯
૩૯૭ પ્રકારની છે. તો આત્મામાં ત્રણ પ્રકાર મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર (એ) ત્રણ પ્રકાર, શું આવ્યું ને કે ત્રણ પ્રકાર જડમાં નિમિત્તે આવ્યા, (અહીં) મિથ્યાશ્રદ્ધામાં દર્શનમોહનું નિમિત્ત, મિથ્યાજ્ઞાનમાં જ્ઞાનાવરણીયનું નિમિત્ત, અજ્ઞાન નિમિત્ત અને મિથ્યાચારિત્રમાં ચારિત્રમોહનું નિમિત્ત!
હવે આવું બધું, હવે કયાં માણસને નવરાશ. બલુભાઈ ?(શ્રોતા-નવરાશ લઈને આવ્યા છે.) આવ્યા છે બાબુભાઈને લઈને આવ્યા છે ને, મોટાભાઈને લાવ્યાને હારે, આવો મારગ બાપા! શું કરીએ ભાઈ, પ્રભુનો મારગ કોઈ અત્યારે ફેરફાર બહુ થઈ ગયો છે ભાઈ ! આહાહા ! આ નેવાસી ગાથા (થઈ.)
ભાવાર્થ એનો ભાવાર્થ, “આત્માના ઉપયોગમાં એટલે કે આત્માના જાણવા દેખવાના ભાવમાં આ ત્રણ પ્રકારનો પરિણામ-વિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે.” વિકાર મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાઅવિરતિ અનાદિ કર્મના નિમિત્તે છે, જોયું? સંગ કર્યોને! એમાં (ટકામાં) સંયોગથી કીધું તું ને, મોહના સંયોગથી, અહીં (ભાવાર્થમાં) નિમિત્તથી કહ્યું- “નિમિત્તથી” એનો અર્થ થયો નિમિત્તથી ( વિકાર) થયો નથી. પણ નિમિત્ત એ હતું, એનો સંગ કરવાથી એનું લક્ષ કરવાથી, આત્મામાં ત્રણ પ્રકારનો પરિણામવિકાર થાય છે, કર્મના નિમિત્તથી.... છે. એમ નથી કે એ પહેલાં શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. શું કહે છે? પર્યાયમાં પહેલાં (આત્મા) શુદ્ધ હતો ? –દ્રવ્યગુણ તો શુદ્ધ છે દ્રવ્ય ને ગુણ તો શુદ્ધ જ છે ત્રિકાળ પણ પર્યાયમાં-અવસ્થામાં પહેલાં શુદ્ધ હતો ને પછી અશુદ્ધ થયો, એવું નથી. પર્યાયમાં પણ અશુદ્ધતા અનાદિની છે. આહાહા ! સમજાણું કાંઈ....? આવી વાતું. ઓલું તો વ્રત પાળો, અપવાસ કરો, મહિના-મહિનાના માસખમણ કરે ને! એમાં સમજાય તો ખરું! કાંઈ? શું ધૂળ છે ત્યાં અજ્ઞાન છે. હું પરનો ત્યાગ કરી શકું છું એવો જે ભાવ આવ્યો રાગ ને એ ધર્મ છે (એ તો) મિથ્યાત્વ છે. આહાહાહા ! એ મિથ્યાત્વના ગર્ભમાં આગળ અનંત જન્મ-મરણ કરાવવાની તાકાત છે એ મિથ્યાશ્રદ્ધા ! બહુ આકરી વાત છે બાપા! આહાહા!
(કહે છે) “એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો” કોણ? પર્યાય હો, દ્રવ્ય-ગુણ તો શુદ્ધ જ છે ત્રિકાળ, પર્યાયમાં શુદ્ધ જ હતો (આત્મા) અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. પરિણામવિકાર નવો થઈ ગયો એવું છે નહીં. શું કીધું? કે ભગવાન આત્મા દ્રવ્ય એટલે વસ્તુગુણ એટલે શક્તિસ્વભાવ, એ તો શુદ્ધ ત્રિકાળ શુદ્ધ. હવે એની પર્યાય જે પરિણામ-અવસ્થા છે (વર્તમાન) એ અવસ્થા શુદ્ધ હતી ને પછી અશુદ્ધ થઈ ગઈ એમ નથી. એ પર્યાયમાં અશુદ્ધતા અનાદિની છે. સમજાણું કાંઈ ?
(શ્રોતા – દષ્ટાંત તો સ્ફટિકનું દીધું છે! (સ્ફટિક સ્વચ્છ છે.) દૃષ્ટાંત દીધું ને એ તો ! સમજાવવા માટે દીધું છે. સ્ફટિક શું પહેલાં શુદ્ધ હતું? સ્ફટિક શુદ્ધ પહેલાંથી જ નહોતું, એ તો સંગમાં છે, તો કાળી, લીલી, પીળી ( ઝાંયવાળો) જ હતો, નહિતો સ્વભાવ છે એમ કહ્યું સંગના કારણે એ લીલો, પીળો પર્યાયમાં હતો-પર્યાયમાં એ લીલી-પીળી છે, એ તો દેષ્ટાંત છે અહીં તો, અહીં એમ જ કહ્યું!
(કહે છે) આત્માનો નિજરસથી જ શુદ્ધ પરિણમવાનો સ્વભાવ છે અને સ્ફટિકનો તો