________________
ગાથા-૯૦
૪૦૧
ગાથા - ૯૦
अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति
एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तरस सो कत्ता।।९०।।
एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः। ___ यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।।९०।। अथैवमयमनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वादात्मन्युत्प्लवमानेषुमिथ्यादर्शनाज्ञानाविरतिभावेषु परिणामविकारेषु त्रिष्वेतेषु निमित्तभूतेषु परमार्थतः शुद्ध-निरञ्जनानादिनिधन वस्तुसर्वस्वभूतचिन्मात्रभावत्वेनैकविधोऽप्यशुद्धसाञ्जनाने-कभावत्वमापद्यमानस्त्रिविधो भूत्वा स्वयमज्ञानीभूतः कर्तृत्वमुपढौकमानो विकारेण परिणम्य यं यं भावमात्मनः करोति तस्य तस्य किलोपयोग: कर्ता स्यात्।। હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે -
એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. ગાથાર્થ - [ત્તેy a] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, [૩પયો:] આત્માનો ઉપયોગ- [શુદ્ધ:] જોકે (શુદ્ધનયથી ) તે શુદ્ધ, [નિરક્શન:] નિરંજન [ ભાવ:](એક) ભાવ છે તોપણ- [ત્રિવિધ] ત્રણ પ્રકારનો થયો થકો [ : ઉપયો:] તે ઉપયોગ [મં] જે [ભાવન](વિકારી) ભાવને [ોતિ] પોતે કરે છે [તચ] તે ભાવનો [] તે [ ] કર્તા [ભવત] થાય છે.
ટીકા- એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (-કારણથી)-જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ,નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
ભાવાર્થ-પહેલાં કહ્યું હતું કે જે પરિણામે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.