________________
ગાથા-૯૦
૪૦૫
અશુદ્ધપણાને કરે છે, ૫૨ને કરે છે એ વાત અહીંયા છે નહીં. ૫૨ને તો કરી શકતો જ નથી. પણ આ કરી શકે છે અજ્ઞાનભાવે; આહાહા !
“અશુદ્ધ-સાંજન” –મેલ એ શુભ-અશુભભાવ જે છે એ મેલ છે–અંજન છે-મેલ છે. આ અંજન ( એટલે ) આંજણ નથી લગાવતાં એ અંજન ધોળું હશે કે કાળું ? અંજન કેવું હશે ? કાળું– કાળું, એમ શુભ ને અશુભભાવ અંજન છે–મેલ છે–કાળા છે. આકરી વાત છે બાપા ! આહાહા ! અશુદ્ધ–સાંજન “અનેક ભાવપણાને ( પામતો થકો )” શું કીધું ? ઓલા એકરૂપ હતા ત્રિકાળી જ્ઞાયકભાવશુદ્ધભાવ-ચૈતન્યભાવ-આનંદભાવ-પ્રભુત્વભાવ-ઈશ્વરભાવ-પરિપૂર્ણભાવ શુદ્ધ ચૈતન્ય એ એકરૂપ હોવા છતાં પણ, કર્મના સંયોગસંબંધ કરવાથી, મલિનભાવ જે પુણ્ય-પાપના અશુદ્ધ ભાવ, સાંજન નામ મેલ અને અનેક પ્રકારના, એ શુદ્ધ એક પ્રકા૨નો હતો ત્રિકાળી ! અને આ અશુદ્ધ-મેલ અને અનેક પ્રકારના, આ પુણ્ય ને પાપના ( ભાવ ) અસંખ્ય પ્રકા૨ના-શુભ અસંખ્ય પ્રકા૨ના ને અશુભ અસંખ્ય પ્રકા૨ના “એવા અનેકભાવપણાને પામતો થકો” –એવા મલિન પરિણામને અનેક પ્રકારનાને પ્રાપ્ત થતો થકો “ત્રણ પ્રકારનો થઈને” મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એટલે કે રાગ-દ્વેષ, એ ત્રણ પ્રકા૨ના ઉપયોગના પરિણામમાં ભાવ થાય છે. આહાહા ! અજ્ઞાનીને પોતાના સ્વરૂપની ખબર નથી અનાદિથી, એ કા૨ણે અજ્ઞાનીઓને પોતાના પરિણામમાં, ત્રણ પ્રકારની મલિનતાની દશા ઉત્પન્ન થાય છે. આહાહા !
แ
હવે આવું સાંભળવા ( ય ) મળે નહીં, આ શું છે–આ વાત કયાંથી આવ્યું ! આ ભગવાન ! તારી વાત અંદર એવી છે અલૌકિક ! પ્રભુ ચૈતન્ય ! લૌકિકની ચીજથી તો આ પા૨ છે. પણ, એ ચીજનો અંત૨માં અનુભવ નહીં-દૃષ્ટિ નહીં આશ્રય નહીં અવલંબન નહીં, એ કા૨ણે મોહનો આશ્રય કરીને પોતાની પર્યાયમાં અશુદ્ધ-મલિન, મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર-રાગ, એ ત્રણ પ્રકારે થઈને “સ્વયં-પોતે અજ્ઞાની થયો થકો” –આહાહા ! કોઈ કર્મે અજ્ઞાની કર્યો તેમ છે નહીં. સ્વયં અજ્ઞાની થયો થકો, ‘અપનકો આપ ભૂલકર હેરાન હો ગયા’ પોતાનો શુદ્ધ નિરંજન આનંદસ્વરૂપ પ્રભુ એને ભૂલીને સ્વયં અજ્ઞાની થયો થકો “કર્તૃત્વને પામતો” –એ શુભ-અશુભ ભાવનો અજ્ઞાની પોતે ( એ ભાવનો ) કર્તા બને છે. ૫૨ના કર્તાની તો વાત અહીંયા છે જ નહીં. હીરા, હીરા વેંચવા ને એની વાત તો અહીંયા છે જ નહીં.
કા૨ણકે એ તો કરી શકતો જ નથી, આ કરી શકે છે ઊંધીદૃષ્ટિ, પોતાના શુદ્ધચૈતન્ય ૫૨માત્મા જે સર્વજ્ઞ થયા ‘જિન સો હિ આત્મા’–એ આત્મા જિન સ્વરૂપ ( વીતરાગસ્વરૂપ ), ભગવાન વીતરાગ સ્વરૂપ આત્મા અંદર છે. આહાહા ! કેમ બેસે ? આવો એકરૂપ ને વીતરાગ ને શુદ્ધ હોવા છતાં પણ, પોતાના સ્વરૂપને, અજ્ઞાનને કારણ, પર્યાય નામ પરિણામમાં ત્રણ પ્રકારના વિકારી પરિણામનો કર્તા બને છે. આહાહાહા ! પાપ ને પુણ્ય બેય અજ્ઞાન ભાવથી કરે છે. (શ્રોતા:- પાપને પલટીને પુણ્યભાવ કરી શકે કે નહીં ? ) જે સમય થાય છે, એ સમયે પુણ્ય-પાપ એક સાથે જ છે. શુભભાવ હો તો પણ શાતાવેદનીય બંધાય અને ઘાતીકર્મ પણ બાંધે છે. દયા-દાન–વ્રત-ભક્તિ-પૂજા શુભભાવ, એનાથી શાતાવેદનીય પણ બંધાય છે અને ઘાતીકર્મ પણ બંધાય છે. શુભભાવ છે પણ ઘાત કરે છે આત્માનો, (આનંદ) શાંતિનો. આહાહા ! આકરું કામ !