________________
ગાથા-૮૯
૩૯૩
એ આંહી કહે છે કે વ્યાપારી માણસને વેપાર આડે નવરાશ નહીં ફુરસદ નહીં, બસ આ કર્યું ને આ કર્યું ને.. આ કર્યું, થોડી ફુરસદ મળે તો છ–સાત કલાક તો ઊંધમાં જાય બે-ચાર કલાક બાયડી-છોકરાંવને રાજી કરવામાં જાય, આહાહાહા ! અ૨૨૨ જિંદગી ચાલી જાય છે! આ ધર્મને નામે જાય તો આ વ્રત કરોને અપવાસ કરો ને આ કરોને, એ તો બધી રાગની ક્રિયા, એમાં જાય ત્યાં તો એમાં સમય ચાલ્યો જાય ! આ આત્મા અંદર ભગવાન છે, એ દયા-દાનનાં વિકલ્પથી રાગથી પણ ભિન્ન, એને સમ્યગ્દર્શન ને અનુભવ કરવાનો વાણિયાને વખત મળતો નથી ! તમારું બધું પોગળ લખ્યું છે એણે, વાણિયા એટલે તમારું બધાનું વેપારીનું–વેપારી તો ખોજાય વેપા૨ી કહેવાય, વેપાર કરે ઈ વાણિયા, વાણિયા એટલે (વ્યાપાર ) ખોજા કરે, લોહાણા કરે, ખોજાય વ્યાપા૨ ક૨ે ને એટલે એ બધાં વેપાર કરે તે ( વાણિયા ) કાંઈ ખબરું ન મળે ! માથે જે કહે તે હા, ૫૨ને મદદ કરો કહે હા, પણ મદદ કરી શકાતી નથી ત્રણ કાળમાં ૫૨ને-આહાર-પાણી ધો, સુખી કરો, સગવડતા આતો તો કહે હા, ( અરે ભાઈ ! ) કોણ સગવડતા આપે, અગવડતા છોડી ધો કોણ આપે ને કોણ છોડે પ્રભુ ! આહાહા !
એ અહીં કહે છે કે સ્ફટિકની સ્વચ્છતાનો સ્વભાવ સામર્થ્ય તો તે સ્વચ્છતા થવાની છે, પણ એને તમાલ, કેળ અને સોનું એ ત્રણના ત્રણ રંગની ઝલક અંદર ( સ્ફટિકમાં ) દેખાય છે. કાળી, લીલી ને પીળી એ સ્ફટિકનો સ્વભાવ નથી. એ તો સ્ફટિકમાં ઉપાધિ છે. એમ આ ભગવાન આત્મા છે ને ? આ કાળા, લીલા ને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી સ્ફટિકની સ્વચ્છતાનો કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે–ત્રણ પ્રકારનો વિકાર સ્ફટિકમાં જોવામાં આવે છે, ત્રણ પ્રકારના પાત્રમાં રાખવાથી, પાત્રની ઝાંય (ઝલક) એમાં પોતાની પર્યાયમાં પર્યાયની યોગ્યતાથી દેખાય છે. આહાહા ! એ તો દૃષ્ટાંત થયું ( વે ) સિદ્ધાંત.
“તેવી રીતે આત્માને અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે. જીઓ કોનો સ્વભાવ મોહનો ” આહાહા... ! એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, શું કહે છે ? મિથ્યાશ્રદ્ધા ( ઊંધી શ્રદ્ધા ) મિથ્યાજ્ઞાન ( ઊંધું જ્ઞાન ) અને અવિરતિ એટલે રાગ-દ્વેષનો અનિવૃત્તિભાવ એટલે નિવૃત્તિ નહીં, એવો અન્ય વસ્તુભૂત મોહ અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી આત્માના ઉપયોગમાં હોવાથી, જેમ સ્ફટિકમાં કાળા, લીલા ને પીળા રંગની ઝાંય ત્રણ (પ્રકા૨ની ) તેના આધાર દેવાથી કાળી, લીલીને પીળી ઝાંય ( સ્ફટિકમાં ) દેખાય છે એ ઉપાધિ છે, એમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપી પ્રભુ! એમાં (ઉપયોગમાં ) મોહના સંગથી મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાઆચરણ–રાગ એ ત્રણે એના પરિણામવિકા૨માં દેખાય છે. આહાહા ! ભાષા તો સાદી છે. પણ હવે સાદી ભાષાભાષામાં તો એવું કાંઈ સંસ્કૃત ને વ્યાકરણ ને એવું નથી. આહાહા !
( કહે છે કે ) એ મોહનો સંયોગ થવાથી, સ્ફટિકમાં જેમ કાળા, લીલા ને પીળા સોનાને સંયોગ થવાથી જેમ કાળી, લીલીને પીળી ઝાંય ( સ્ફટિકમાં ) દેખાય છે, એ સ્ફટિકની ઉપાધિ છે. એ સ્ફટિકનો સ્વભાવ નથી. એમ ભગવાન આત્મા આનંદના પ્રકાશની મૂર્તિપ્રભુ, ચૈતન્યના પ્રકાશનો સાગર ભગવાન, એની પર્યાય-પરિણામમાં નિર્મળ પરિણામ ક૨વાની તાકાત હોવા