________________
૩૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ બદલવાની પર્યાય થવામાં સામર્થ્ય છે (તાકાત છે-શક્તિ છે) આહાહા ! ધીમેથી કહેવાય છે ભગવાન મારગ બાપુ શું કહીએ આ ! આહાહા !
“તથાપિ” –તોપણ હવે કહે છે, આમ આવું હોવા છતાં, બધી વસ્તુઓ ભગવાને ( સર્વશે ) જેટલી દીઠી છે, અનંત અનંત આત્માઓ, અનંત ૫૨માણુંઓ અસંખ્ય કાલાણુંઓ, એક ધર્માસ્તિ ( કાય ), એક અધર્માસ્તિકાય અને એક ( સર્વવ્યાપક ) આકાશ, એમ છ દ્રવ્યો ભગવાને જોયાં છે. આ છ એ દ્રવ્યો, પોતાના વસ્તુના સ્વભાવથી પરિણમન કરવાનું સામર્થ્ય રાખે છે. છે ? સર્વ વસ્તુઓ છે, સર્વમાં કાંઈ બાકી રહ્યું ?
પોતાના સ્વભાવભૂત–પોતાનો જે સ્વભાવ છે, આત્માનો આનંદસ્વભાવ છે જ્ઞાનસ્વભાવ છે. ૫૨માણુંનો વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ સ્વભાવ છે, એ સ્વરૂપ-પરિણમનમાં પલટવામાં પર્યાય થવામાં ( સર્વ પદાર્થોનું ) સામર્થ્ય છે. આહાહાહા ! આવું યાદેય રહે નહીં, કઈ ભાષા છે ! ગ્રીકલેટિન જેવી લાગે છે અજાણ્યા માણસને, કોઈદિ' બિચારાએ સાંભળ્યું ન હોય એને એમ થાય, આ શું છે આ તે પાગલ જેવું લાગે એવું છે. મારગ એવો છે. ભાઇ બધી ખબર છે દુનિયાની ! આહાહા!
แ “આવું હોવા છતાં, શું આવું હોવા છતાં ? કે દરેક ચીજ–આત્મા, ૫૨માણું આદિ પોતાના નિજ૨સથી જ-શક્તિથી જ સ્વભાવરૂપે પરિણમવું તે તેનું સ્વભાવનું સામર્થ્ય છે. સમજાણું કાંઈ ? આમ હોવા છતાં આત્મામાં મિથ્યાદર્શન, અજ્ઞાન, રાગ-દ્વેષ કેમ થાય છે ? એની વાત છે હવે. આહાહાહા ! એવું છે, “આત્માને અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી ” –પણ અનેરું એક મોહકર્મ છે આત્મામાં, આઠ કર્મ છે ને ! મોહકર્મ, અનાદિથી અન્ય વસ્તુ-આત્માથી અનેરી ચીજ છે એ જડ છે, મોહકર્મ એ જડવસ્તુભૂત વસ્તુ છે “મોહની સાથે સંયોગ થવાથી ” –એ મોહકર્મની સાથે ભગવાન આત્મા, પોતાના શુદ્ધસ્વભાવપણે બદલવાનું પરિણમવાનું સામર્થ્ય હોવા છતાં પણ એ મોહ્રકર્મના સંયોગમાં આત્માનો ઉપયોગ આત્માના ઉપયોગનું જે જાણવા-દેખવાનું (સ્વભાવ ) ( એને છોડીને ) મોહના સંગમાં, મિથ્યાશ્રદ્ધા અજ્ઞાન ને અવિરતિ એવા ત્રણપ્રકારના પરિણામ વિકા૨માં છે. મોહકર્મના નિમિત્તના સંગથી આત્મામાં મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગ-દ્વેષના પરિણામ થાય છે. ઝીણી વાત છે ભાઈ ! સ્વભાવમાં તો શુદ્ધરૂપે પરિણમવાની તાકાત છે છતાં મોહ અન્યકર્મ છે એના સંયોગને સંબંધે આત્મામાં મિથ્યાદર્શન-પુણ્યથી ધર્મ થાય છે, દેહની ક્રિયા હું કરી શકું છું ( એવો અભિપ્રાય ) મિથ્યાદર્શન પરિણામ, મોહકર્મના નિમિત્તના ( સંગમાં ) અંદરમાં આત્મામાં થાય છે. આહાહા ! વિશેષ કહેશે. ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૧૭૯ ગાથા-૮૯
તા. ૨૬/૦૧/૭૯ શુક્રવા૨ પોષ સુદ-૧૩
સમયસાર, ગાથા ૮૯ ટીકા, થોડું ચાલ્યું છે, ફરીને ( લઈએ ).
“યદ્યપિ–જોકે નિશ્ચયથી પોતાના નિજ૨સથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે,” શું કહે છે? કે દરેક વસ્તુ (વિશ્વની ) આત્મા કે