________________
૩૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ (અહો !) વીતરાગના મુખથી જ નીકળેલી વાત છે. આ આત્મા અને પરમાણુંઓ-માટી આદિ (વિશ્વના) દરેક પદાર્થ, પોતાના-નિજ સ્વભાવભાવથી પરિણમવાનું સામર્થ્ય (તાકાત) રાખે છે. દરેક આત્મા, આત્મા તો અનંત છે અને એનાથી તો અનંતગુણા પરમાણું-માટી (આદિ) છે. (જુઓ!) એક આત્મા છે અહીં અને (સાથે-સાથે) તેજસ, કાર્મણ ને ઔદારિક ત્રણ તો શરીર છે. (તેમાં) અનંત પરમાણું છે. આહાહા...
એક અંગુલના અસંખ્ય ભાગમાં લસણ ને ડુંગળીનો એક રજકણ જેટલો (કટકો ) લ્યો, રજકણ જેવડો જ તો (નાનો ટુકડો-કણી) રજકણ જેવડો લસણને ડુંગળીનો, તો એ રજકણમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે, ભગવાનની (સર્વજ્ઞની) વાણી કહે છે, (આહા!) અંગુલના અસંખ્ય ભાગમાં અસંખ્ય ઔદારિક શરીર છે ને એક એક શરીરમાં, સિદ્ધો થયા અત્યાર સુધીના અનંતકાળથી, એનાથી અનંતગુણા જીવ છે!! અને એક-એક જીવની સાથે તેજસ ને કાર્પણ અનંતા સ્કંધ, પરમાણુંના પિંડ છે, અંગુલના અસંખ્યભાગમાં! આ વીતરાગ માર્ગ બાપુ! આહા ! એ અંગુલના અસંખ્ય ભાગમાં અનંતા તેજસને કાર્મણ શરીર છે. ( એક રાઈથી નાની કટકીમાં) અનંતા જીવ છે તો એક એક જીવની સાથે બે-બે શરીર અને એક અંગુલમાં લો તો એનાથી અનંતગુણા શરીર ને અસંખ્યગુણા આત્મા-દ્રવ્ય છે. આહાહા! અંગુળ હોં-આ આંગળી! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ ભાઈ જગતને સાંભળવા મળ્યો નથી.
આ બિચારા તો જૈનમાં જન્મ્યા તો દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, શ્વેતાંબરમાં હોય તો કહે પૂજા કરો, જાત્રા કરો ને ગિરનાર જાઓ ને દિગંબરમાં જાવ તો (હવે) લૂગડાં કાઢી નાખો ને પડિમાં ( પ્રતિજ્ઞા) લો! પ્રભુ મારગડા તારા પ્રભુ જુદા છે!
શું કહ્યું અહીંયા ! “જો કે ખરેખર” –જોકે કેમ કહેવું છે કે વિકારપરિણામ કેમ થાય છે? જોકે નિશ્ચયથી પોતાના નિજરસથીઆત્મા પોતાના નિજરસ ! જ્ઞાન-આનંદરસથી જ, સર્વ વસ્તુઓનું દરેક વસ્તુઓના, પોતાના સ્વભાવભૂત-એવા સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય છે. (જુઓ!) આ પરમાણું છે પરમાણું જે આ, એ પણ પોતાના નિજરસથી પોતાના સ્વભાવથી પરિણમવાની તાકાત રાખે છે. બહુ સંકેલ્યું છે ટૂંકું, ભાષા કરી છે, પણ ભાવ ઘણાં! એમ આત્મા, દેહ-માટીના પરમાણુંથી તો ભિન્ન, અંદર આઠ કર્મ છે-ઝીણી ધૂળ-(સૂક્ષ્મશરીર) એનાથી તો પ્રભુ (આત્મા) ભિન્ન! આ દયા-દાન-વ્રત (આદિના) પરિણામ થાય વિકાર ને હિંસા-જૂઠના (ભાવ) વિકાર એનાય (બન્નેથી) પ્રભુ (આત્મા) ભિન્ન છે, અંદર! કારણ નવ તત્ત્વમાં પુણ્યપાપ તત્ત્વ છે (એ જુદા છે ને) આત્મા જ્ઞાયક તત્ત્વ (જુ) છે.
એ જ્ઞાયક તત્ત્વ! અહીં તો બધા તત્ત્વની (પદાર્થોની) વાત છે. પણ જ્ઞાયક તત્ત્વને પોતાના નિજરસથી જ પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનનું સામર્થ્ય છે. (એમ) સર્વ વસ્તુઓને પણ પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનું સામર્થ્ય છે.) આહાહાહા ! ભગવાન આત્મા, ભગ એટલે? આત્મામાં અનંતજ્ઞાન-અનંત અતીન્દ્રિય શાંતિ, અનંત અતીન્દ્રિય આનંદ અનંત અનંત ભગ નામ લક્ષ્મી સ્વની (અનંતગુણની લક્ષ્મી), આ ધૂળની નહીં. આ તમારા વીસ લાખના ને સીત્તેર લાખના મકાન છે ને એ બધી ધૂળની નહીં.
અહીંયા પરમાત્મા એમ કહે છે કે આત્માને ભગવાન નામ કેમ કહે છે? ભગ નામ