________________
ગાથા-૮૯
૩૮૫
એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને ) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકા૨નો પરિણામવિકાર દેખવો.
ભાવાર્થ:-આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકા૨નો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઇએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.
પ્રવચન નં. ૧૭૮ ગાથા-૮૯
તા. ૨૫/૦૧/૭૯
હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકા૨ કયાંથી થયો ? તેનો ઉત્તર કહે છેઃ- હવે ફરી પ્રશ્ન કરે છે, એ મિથ્યાદર્શન આદિ ચૈતન્ય-પરિણામનો વિકા૨ કયાંથી થયો, કેમ કે ભગવાન આત્મા તો નિર્મળાનંદ-શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે, ભગવાન જિનેશ્વર છે– આત્માને તો શુદ્ધ આનંદકંદ-શુદ્ધચિદાનંદ ( ભગવાને ) જોયો છે, તો આ વિકાર થયો કયાંથી ? મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર રાગ આદિ પરિણામ એ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો ? એનો ઉત્તર ગાથામાં કહે છે, બહુ સરસ ગાથા છે, ૮૯ ગાથા,
उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो ।। ८९ ।।
છે મોયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯.
ઝીણી વાત છે ભગવાન ! અહીં તો ભગવાન તરીકે ( જ ) બોલાવે છે આત્માને ! આચાર્ય ( કહે છે ભગવાન આત્મા !) ભગવાન સ્વરૂપ અંદર, ભગવાન સ્વરૂપ ન હોય તો, પર્યાયમાં ભગવાન ( પણું ) કયાંથી આવશે, બહારથી આવે છે કોઈ ચીજ ? –ઘટ ઘટ અંતર ભગવાન આત્મા જિનસ્વરૂપ છે. અંદર “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન”, મત મદિરાકે પાનસોં મતવાલા સમજે ન” પરંતુ મતના—અભિપ્રાયનાં દારૂ પીધા છે, અજ્ઞાની પોતાના ( જૂઠા ) મતનો દારૂ પીધો છે ને (તેથી ) સત્ય શું છે એ સમજતો નથી. આહાહાહા ! એ આંહી કહે છે.
ટીકાઃ- ધીમેથી... કહેવાય છે પ્રભુ શાંતિથી... જેમ ( કોલેજના ) પ્રોફેસર ( ફટફટ ) બોલી જાય, એલ. એલ. બીના એમ નથી ( અહીં ) આ તો ધીમેથી ( કહેવાય છે–કહીએ છીએ ! ) ટીકા, નેવાસી ( ગાથાની ), ટીકા છે ને ! ‘યદ્યપિ ’ –જો કે યદ્યપિ શબ્દ છે પહેલો નેવાસીની ટીકા, “જોકે નિશ્ચયથી-ખરેખર તો, પોતાના નિજ૨સથી જ સર્વવસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે” આહાહાહાહા ! શું કહે છે. ખરેખર તો આત્મા જે આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, શાંતસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જે છે એ પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓથી પોતાના સ્વભાવભૂત આત્મામાં પોતાના સ્વભાવભૂત એવું સ્વરૂપ-પરિણમનનું સામર્થ્ય છે.