________________
ગાથા-૮૯
૩૮૭
અંદર
અનંતજ્ઞાન–અનંતશાંતિ-અનંતઆનંદ-અનંતસ્વચ્છતા-અનંતપ્રભુતા એવી એવી ભગ નામ લક્ષ્મી, એ લક્ષ્મીવાન પ્રભુ આત્મા એના આશ્રયે ( એ લક્ષ્મી–અનંતગુણ છે ) એ નિજ ૨સથી જ લક્ષ્મીવાન (આત્મા ) છે. આહાહાહા ! અહીં ધૂળની, જેમ પાંચ-પચાસ લાખ (રૂપિયા ) મળે કરોડ–બે કરોડ, પાંચ કરોડ મળે ત્યાં થઈ ગયા ! હું પહોળો ને શે૨ી સાંકડી ! આ મલુકચંદભાઈ શું કીધું સાંભળ્યું કે નહીં ? એના એક એક છોકરા પાસે ચાર-ચા૨ કરોડ, પાંચ-પાંચ કરોડ છે. ( શ્રોતાઃ- એમાં એનો કેટલામો ભાગ ?) એની પાસે કાંઈ નથી, એના છોકરા પાસે છે. સ્વીઝરલેન્ડ છે ને ન્યાલ મોટો છોકરો ચા૨ક૨ોડ અને એનાથી નાનો મુંબઈ પાંચકરોડ, પુનમચંદ મલુકચંદ, મુંબઈ પાંચ કરોડ! બધા આવેલા, સાંભળેલા હોય અને એથી વધારે છે. કીધા હોય કોકે કીધા હોય, એના બાપને ખબર છે ને ! ધૂળ છે-માટી છે, એ કહે કે મારા મારા ( શ્રોતાઃ- પણ આપ ધૂળ કહો છો ને એને ધૂળ વધતી જાય છે ) વધતી... એના કા૨ણે (વધતી ) જાય છે.
એ આંહી કીધું ને ! ૫૨માણું પોતાના નિજ૨સથી-સ્વભાવથી નિર્મળપણે પરિણમેલું છે તે તેનો સ્વભાવ છે, એમ આત્માનો સ્વભાવ (પોતાના ) નિજસથી જનિજશક્તિથીનિજસ્વભાવથી જ શુદ્ધપણેનિર્મળપણે-વીતરાગભાવપણે પરિણમવું એ એનો સ્વભાવ છે. આહાહા ! આમાં કેટલું યાદ રાખવું? શું સાંભળવા ગયા'તા ? કોણ જાણે શું કહે છે આમનું આમ ને આમનું આમ કંઈક કહે છે. બાપા ! તેં સાંભળ્યું નથી ભાઈ ! એ વીતરાગનો મારગ, જિનેશ્વર ત્રણલોકના નાથ (તીર્થંકરદેવ ) એનો મારગ સાંભળ્યો નથી પ્રભુ. આહા !
એ આંહી કહે છે–આ તો આત્મા, ૫૨માણું, આકાશ (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ ) એ છ દ્રવ્યો ભગવાને જોયાં છે. (વિશ્વ જેનું બનેલું છે એ ) ભગવાને છ દ્રવ્ય (જેમાં ) અનંત આત્માઓ, અનંત પરમાણુંઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ, એક આકાશ ને અસંખ્ય કાલાણુંઓ એ છ દ્રવ્યો ભગવાને (સર્વશે ) જોયા છે. એ છએ દ્રવ્યોને કહે છે (કે ) નિજ૨સથીનિજ૨સથી જ છ એ દ્રવ્યો, પોતાની શક્તિથી જ નિજસ્વભાવથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત સ્વરૂપ-પરિણમનમાં સામર્થ્ય છે. આહાહાહા ! સમજાય છે કાંઈ... ?
આ કાંઈ વાર્તા નથી, કંઈક ઓલું ચકલી લાવી ચોખાનો દાણો ને ચકલી લાવી મગનો દાણો, એની રાંધી ( પકવી ) ખીચડી, નાની ઉંમરમાં ગાતા, એ કુંભારને આપી ને કુંભારે ઘડુલો આપ્યોને ઘડુલાની ખજુર લીધી ને ! આવી વાતું આ. (બાળકોને રાજી કરવાની ) ! આ તો બાપુ વીતરાગની વાતું ભાઈ ! આહાહા ! અરે રે એણે અનંત કાળમાં સાંભળી નથી યથાર્થ વાત ! એ આવે છે ને ચોથી ગાથામાં ‘શ્રુતપરિચિતાનુભૂત' –સાંભળી નથી પ્રભુ તેં અંત૨ની કથા-કથા આત્માની ( સાંભળી નથી ) આ રાગ ને દયા-દાન–વ્રત ને પુણ્ય ક૨વા એવી વાતું તેં સાંભળી છે–એ તો અનાદિનું છે ને અનાદિનું (તેં ) સાંભળ્યું છે.
ભગવાન આત્મા નિજ૨સથી જ–સર્વ વસ્તુઓ લીધી ને ( કહે છે ને ) અનંત આત્માઓ, અનંત ૫૨માણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્મસ્તિ, એક અધર્માસ્તિ એક આકાશ એમ (વિશ્વમાં ) છ દ્રવ્યો ( જ ) છે.
“સર્વ વસ્તુઓનું પોતાના જે સ્વભાવ છે ( એ સ્વભાવભૂત ) એવા સ્વરૂપ-પરિણમનમાં