________________
ગાથા-૮૮
અત્યારે તો જીવના પરિણામ સિદ્ધ કરવા છે ને !
“તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.” –તે મૂર્તિક પુદ્ગલકર્મથી-મૂર્તિક જે કર્મ જડ મૂર્તિક આઠ કર્મ, એનાથી અન્ય ચૈતન્યપરિણામનો વિકાર છે. આ રળવાનો ( કમાવાનો ) ભાવ-ધંધામાં બેઠો હોય તે ભાવ, આ મેં કર્યું ને આ દીધું મેં એવો જે વિકલ્પ-રાગ ( ઇચ્છા ) એ વિકાર છે એકલો, એ ચૈતન્યના પરિણામનો વિકાર છે. આહાહાહા ! ભારે, ભાઈ ! આ ત્રણ લીટી છે-અઢી લીટી, છાપ્યા ગમે ત્યાંથી પણ વાત તો વીતરાગની છે ને ! આહાહાહા ! પહેલાં શ્રીમદ્દી છપાયેલું છે. શ્રીમદ્રાજચંદ્રથી છપાયેલું છે, મૂળ તો વીતરાગની વાણી છે ને ! એ તો ગમે ત્યાં છપાણું... આ ટીકા ને પાઠ તો પહેલો અનાદિકાળથી ચાલે છે.
મુનિ કુંદકુંદાચાર્ય થયા, બે હજાર વર્ષ પહેલાં એમની આ ગાથા !નિમિત્તથી કથન છે અને આ ટીકા છે અમૃતચંદ્રાચાર્યની (તેઓ ) એક હજા૨ વર્ષ પહેલાં દિગંબર સંત થયા, એમની આ ટીકા છે. આહાહા ! સમજાણું કાંઈ ? ( એ ટીકાની ) અઢી લીટીનો આ અર્થ થયો, પોણો કલાક થયો ( સ્પષ્ટીકરણમાં ). ભગવાન આ તો વીતરાગની વાણી !પ્રભુ સમજવામાં બહુ જ સૂક્ષમતાઅપૂર્વતા જોઈએ ભાઇ. આહાહા !
૫૨માણુંમાં જે અનંતગુણ છે વર્ણ-ગંધ–રસ-સ્પર્શ ( આદિ ) એવા એવા અનંત ગુણ, એને (૫૨માણુને ) એક સમયમાં અનંતી પર્યાય ! શું છે આ તે !! પ્રભુનો માર્ગ. આહાહાહા ! એમ ભગવાન આત્મા, એના અનંતગુણ છે, એની એક સમયમાં અનંતગુણની ( અનંતી ) પર્યાય છે વિપરીત કે અવિપરીત પણ અનંતગુણની ( અનંતી ) પર્યાય છે ! પર્યાય કોને કહે છે એનીય ખબર ન મળે ! પર્યાય નામ એની અવસ્થા, દ્રવ્ય-ગુણ છે એ ત્રિકાળ ચીજ છે, અહીં પર્યાય–અવસ્થા–પરિણામ (હાલત–દશા ) એને કહે છે, એ આ અઢી લીટીમાં એટલું ભર્યું છે. આહાહા ! સમજાણું કાંઈ....?
૩૮૩
છે અરે ભાઈ ! તારા જેવું કોઈ ધનાઢય નથી ! તારી અંદરમાં ૫૨માત્મા બિરાજે છે એથી વિશેષ ધનાઢયપણું શું હોઈ શકે ? આવું પરમાત્મપણું સાંભળતાં એને અંદરથી ઉલ્લાસ ઉછળવો જોઈએ. એની લગની લાગવી જોઈએ. એને માટે ગાંડા થવું જોઈએ. આવા ૫૨માત્મસ્વરૂપની ધૂન લાગવી જોઈએ. સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે ? જરૂર પ્રગટ ( આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૬)
થાય જ.
છે પર્યાયમાં સ્વકાળે જ મોક્ષ થાય છે, વહેલો કે મોડો થઈ શકે નહિ– એમ નક્કી કરવા જાય ત્યાં એની દૃષ્ટિ ધ્રુવ ઉપ૨ જ જાય છે અને એમાં સ્વભાવ સન્મુખનો અનંત પુરુષાર્થ આવે છે અને ત્યારે જ પર્યાયના સ્વકાળનું સાચું જ્ઞાન થાય છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાન સમ્યક્ થયા એને કાર્ય થઈ જ રહ્યું છે, પછી વહેલાં મોડાનો પ્રશ્ન જ કયાં છે?
(આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૭)