________________
૩૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે. આહાહા !
એ અવિરતિ-આત્મામાં જે અત્યાગભાવ, રાગનો અત્યાગભાવ (એ) અવિરતિ-ભાવ, એ જીવના પરિણામ છે, વિકારી ! આહાહાહા ! રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો ત્યાગ નથી એવી જે અવિરતિભાવ જીવનો એ જીવના વિકારી અરૂપી જીવના પરિણામ છે. એ કર્મ જે જડ છે એનાથી જુદા પરિણામ છે. આહાહા! આ અવતભાવ નથી કહેતા ! લોકો જે વ્રત (માનીને પાળે છે) એ વ્રત નથી, એ તો રાગ છે, એ તો ! આ તો આત્માનું જ્ઞાન થાય-સમ્યગ્દર્શન થાય-અનુભવ થાય આનંદનો આત્માનો પછી આનંદમાં લીન વિશેષ ન હોય (ત્યારે) વિકલ્પ ઊઠે વ્યવહારવ્રતના, તો પુણ્યબંધનું કારણ છે. આહાહાહા ! નિશ્ચયસત્યવ્રત તો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદપિંડ પ્રભુ એનું દર્શન ને જ્ઞાન થઈને એમાં લીન (એકાગ્ર) થાય, અતીન્દ્રિય આનંદમાં, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એમાં લીન થાય એનું નામ નિશ્ચયવ્રત છે.
વાતે વાતે ફેર! શબ્દ શબ્દ ફેર! “આણંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તેર!” આહાહા ! એમ પ્રભુ કહે છે બાપા! મારે ને તારે વાતે વાતે ફેર છે! ભાઈ ! તને ખબર નથી. આહાહાહા ! અરેરે ! અનંત કાળથી રખડતો, રઝળતો. મિથ્યાશ્રદ્ધાના પેટમાં (ગર્ભમાં) અનંતા ભવ કરવાની તાકાત છે, એવી મિથ્યાશ્રદ્ધા ! એની એને ખબર પડતી નથી. સમજાય છે કાંઈ ? અપવાસમાં આહાર મેં છોડ્યો, એ મિથ્યાદર્શનશલ્ય છે. કેમ કે આહાર જડ છે એને આવવાનું નહોતું, એને ગ્રહણય કર્યું નહોતું તો ત્યાગ કર્યો? એ તો આત્મામાં છે જ નહીં. આહાહાહા ! પર આહારનો ત્યાગ ને ગ્રહણ એ આત્મામાં છે જ નહીં, ભગવાન આત્મા તો અરૂપી, એ જડને (રૂપીને ) કેમ ગ્રહે? અને જડને કેમ છોડે? આકરું કામ છે ભાઈ !
કેમ કે પ્રભુ આત્મામાં, ભગવાન એમ કહે છે કે, ત્યાગ-ગ્રહણ શૂન્ય, પરનો ત્યાગ અને પરના ગ્રહણથી ભગવાન આત્મા શૂન્ય છે. આહાહા ! પર રજકણોને શ્રદ્ધા કે છોડવા એનાથી શૂન્ય ભગવાન આત્મા છે. પરને કેમ ગ્રહણ કરે ને પરને-રજકણોને કેમ છોડે ? આહા ! અરેરે ! બહુ ફેર બાપુ? થોડા વખતમાં સમજાય એવું નથી બાપુ આ, બહુ પરિચય કરે તો માંડ પકડાય એવું છે કે શું કહે છે? આહાહા ! (શ્રોતાઃ- થોડા પરિચયમાં ખબર ન પડે!) હાં, એવું છે બાપુ શું થાય ! ખબર છે ને દુનિયા આખીની ખબર છે ને! (શ્રોતાઃ- આપની બધી વાત જુદી છે.) એકે એક વાત જુદી છે ભગવાનની ત્રિલોકનાથ તીર્થંકરદેવ, જિનેશ્વરદેવ પરમાત્મા એ અનંત તીર્થકરોનું આ કથન છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” આહાહાહા! અનંત તીર્થકરો (કહી ગયા છે ને) વર્તમાન પ્રભુ બિરાજે છે, મહાવિદેહમાં દિવ્યધ્વનિ છૂટે છે, ઇન્દ્રો ને ગણધરો સભામાં બેસે છે, સિંહ ને વાઘ જંગલમાંથી આવીને સાંભળવા બેસે છે સમવસરણમાં છેબિરાજે છે પ્રભુ, આહાહાહા ! આ એમની આ વાણી છે. સમજાણું કાંઈ...?
એ મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિરૂપ-અંદરમાં જે અણગમાનો ભાવ થયો જે દ્વેષનો, ક્રોધ થયો, માયા-લોભ-માન-ઇચ્છા-વિષયવાસના, એ બધા જીવના વિકારી પરિણામ છે. આહા ! એ (પરિણામ) જડકર્મથી ભિન્ન છે. મિથ્યાદર્શનાદિ જીવ છે, અવિરતિ આદિ એટલે ક્રોધ-માન-માયા-લોભ આદિ વિકારી દશા થાય છે ને આત્મામાં, એ જીવ છે. આહાહા !