________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ મિથ્યાદર્શન ( ઊંધી શ્રદ્ધા ) એ આત્માના અરૂપી પરિણામ છે, એ જડકર્મથી ભિન્ન છે. આહાહાહા ! ( લ્યો !) હું બોલું છું એ ભાષા જડ છે એ ભાષા હું બોલું છું, એવી માન્યતા (એ અભિપ્રાય ) મિથ્યાદર્શનશલ્ય છે. આહાહાહા ! ( શ્રોતાઃ- છેટેથી સંભળાય કે આ તો અવાજ મારો છે ) એ અવાજ કે દિ’ ( એનો હતો ) જડનો હતો, અવાજ તો જડનો છે. અત્યારે આમાં (ટેપમાં ) ઉત્તરે છે ને ! ( ભાષા ) જડ છે એ ઉત્તરે, આત્મા ઉત્તરે ? આત્મા તો અરૂપી છે ( એ ટેપમાં ઉત્તરી શકે નહીં ) અરે રે, આંહી મિથ્યાદર્શન-ઊંધી વિપરીત માન્યતા શ૨ી૨ની ક્રિયા હું કરી શકું, ૫૨ની દયા હું પાળી શકું એ બધી મિથ્યાદર્શનશલ્ય-મહાપાપ–મોટું (પાપ ) એ જીવના પરિણામ છે. કહો, ચીમનભાઈ ?
અજ્ઞાન, અજ્ઞાન વસ્તુ ( શ્રોતાઃ– પાણીમાંથી માખીને કાઢી તે !) પાણીમાંથી (હું ) માખી કાઢું છું એ (માન્યતા ) શ્રદ્ધા મિથ્યાત્વ છે. ( આત્મા ) આ આંગળીઓને હલાવી શકતો નથી આત્મા ! પ્રભુ તને ખબર નથી. ( આંગળીઓ ) આ તો જડ છે એ હાલે છે એ એના કા૨ણે ( અને ) આત્મા કહે( માને કે ) મારે કારણે હાલે, એ અજીવને જીવ માન્યો ! પ્રભુ છે........ આહાહાહા....સમજાય છે કાંઇ? પ્રભુ એટલે આત્મા ! અરે, તને તારી ખબર નથી પ્રભુ તું કોણ છો ?
૩૮૦
એ મિથ્યાદર્શનશલ્ય, એ તારા પરિણામ છે, તારામાં એ ઉપાધિ છે કર્મના નિમિત્તથી થયેલી ઉપાધિ, પણ થયેલી છે તારામાં, એ પરિણામ કર્મથી થયા નથી. તેમ તારા સ્વભાવના છે એ, એમેય નથી. આહાહાહા ! તેમ ‘અજ્ઞાન' વિપરીત જે જ્ઞાન છે તે અજ્ઞાન છે. એ પણ તારા પરિણામ છે. આહાહાહા ! કંઈક ને કંઈક જાણવું-ઊલટું જાણવું એ અજ્ઞાન પરિણામ એ તારા પરિણામ છે. આહાહાહા ! ઓલા પુદ્ગલના હતા જડના, આ ( પરિણામ ) જીવનાં છે, આ બે જુદી ( જુદી ) ચીજ છે, તદ્દન ! કર્મ ને આત્મા બે તદ્દન જુદી ચીજ છે. જેમ આ શ૨ી૨ (છે તે ) માટી છે અને અંદર ભગવાન ( આત્મા ) અંદર અરૂપી-ચૈતન્ય છે. ( બંને ) તદ્દન જુદી ચીજ છે. શરીરને આત્મા અડતો નથી, સ્પર્શતો નથી, શ૨ી૨ આત્માને અડતું નથી. એવી ચીજ છે અંદર ! આહાહા ! ભારે વાત ભાઈ ! કહો, શાંતિભાઈ ? શું હશે આ બધું તમારું ?
વસંતપંચમીએ શું કાંઈ ક૨વાનું મકાનનું કાંઈ, કો' ક કહેતું હતું, ચંદુભાઈ. કાંઈક એમ કહેતા હતા. આંહીં બે લાખનું મકાન લીધું અહીં, એમના (શાંતિભાઈના )ભાઈ મધુભાઈએ નવનીતલાલનું એમના ભાઈએ બે લાખનું! હોંગકોંગ રહે છે બે લાખરૂપિયાનું મકાન વસંતપંચમીએ ( આહા૨પાણી કરવાનો યોગ ) કોના મકાન ને કોના પૈસા, એ મકાન જડ છે ( એ આત્મા એમ માને કે એ ( મકાન ) મારું છે એ મિથ્યાદર્શનશલ્ય-અજ્ઞાનમિથ્યાત્વ (શ્રોતાઃઆપ તો બધે મિથ્યાદર્શન જ કહો છો ! ભગવાન એમ કહે છે. પચીસ (પ્રકારના ) મિથ્યાત્વ છે. આ બલુભાઈનું કારખાનું મોટું હતું શું ત્યાં ગયા હતાને, ઉતર્યા' તા ને! એ કા૨ખાનું બલુભાઈનું છે. બલુભાઈ એમ માને કે મારું છે, મૂંઢ છે ! ત્યાં તો ( શ્રોતાઃ– ગોળીઓના ત્યાં તો ઢગલા હતા ) ધૂળમાંય હતા નહીં-દવાયું નીકળતી નહિ ? આમ ફેરવતા ને ! વીણીને જોયું’ તું ને એ રામજીભાઈ (સાથે ) હતા, નાનાલાલભાઈ હતા, જોયું'તુંને-જોયું છે. રામજીભાઈ હતા, નાનાલાલ કાળીદાસ રાજકોટવાળા હતા તે દિ' તમારા કારખાને આવ્યા તે દિ' ! આહાહા ! બાપુ કોનાં ( કારખાનાં ને ) કોની ચીજ. આહાહા ! એક રજકણ પણ આત્માનો નહીં.