________________
ગાથા-૮૮
૩૭૯ એ લાંઘણ કરી'તીને બધી બાર મહિનાની (વરસીતપમાં) લાંઘણ કરી હતી, બીજું હતું શું? એવા તો ઘણાનેય જોયા છે ને ! આ એકને કયાં ! (શ્રોતા:- વરસીતપ કર્યો એમ તો માન્યું? તું!) વષીતપ, તપ માન્યું” તું એણે- (આહા) મેં આહારનો ત્યાગ કર્યો, એ માન્યતા જ મિથ્યા છે. કેમકે આત્મા પરના ગ્રહણ–ત્યાગથી શૂન્ય છે. (આત્મા પરચીજનું ગ્રહણ-ત્યાગ કરી શકતો નથી.) પ્રભુનો મારગ ઝીણો બહુ બાપુ! એ મારગ, વીતરાગ સિવાય કયાંય છે નહીં.
(આહા ! આ વાતની) વીતરાગના પણ સંપ્રદાયમાં જન્મેલાયને ખબર ન મળે, આહાહા.. સમજાણું કાંઇ? એ અંદરના પરિણામ જે થાય છે, મિથ્યાશ્રદ્ધા-મિથ્યાદર્શનશલ્ય, એ જીવના પરિણામ છે. કેમ કે હું પરનું કરી શકું છું, પર મારી ચીજ છે-આ સ્ત્રી મારી છે–પુત્ર મારા છેમકાન મારા છે પૈસા મારા છે, (શરીર મારું છે) એ માન્યતા તદ્ન મિથ્યાશ્રદ્ધા-
મિથ્યાષ્ટિની છે એ મિથ્યાદર્શન જીવનું પરિણામ છે. એ અહીં લેવું (કહેવું) છે.
મૂર્તિક પુદગલકર્મથી અન્ય એવો ચૈતન્યનો પરિણામ વિકાર છે” –આ જીવ (ચૈતન્ય)ને આ મિથ્યાત્વપરિણામ જીવથી ભિન્ન છે. આહાહાહા ! આવી વાતું કાઢી કયાંથી પણ કોઈ એમ કહે, આવી વાતો કાઢી કયાંથી, કોઈ એમ કહેતું'તું. (શ્રોતા – આ તો વીતરાગ દેવે કહી છે.) ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ ફરમાવે છે ત્યાં મહાવિદેહમાં, એ આ વાત છે. સમજાણું કાંઈ ? એ મિથ્યાદર્શન એટલે કેમિથ્યાશ્રદ્ધા એટલે કે જે દયાદાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના શુભભાવ-પુણ્ય એ ધર્મ છે એવું માનવું એ મિથ્યાદર્શનશલ્ય મહાપાપ છે. આહાહાહા ! આમ છે પ્રભુ! મારગ જુદો બાપુ! આહા! અરે, દુનિયા કયાં ચાલે છે ને મારગ પ્રભુનો કયાં છે!
એ મિથ્યાદર્શન, આત્માના પરિણામ અરૂપી, ઓલા દર્શનમોહ જે જડકર્મ હતા, એ રૂપી ને જડ ને મૂર્ત, એ જડમૂર્તિ ચૈતન્યના પરિણામથી ભિન્ન, અને આ પરિણામ છે એ જડના પરિણામ જે કર્મ છે એનાથી ભિન્ન! અરે રે! એને કયારે સમજે, માણસપણું મળ્યું ને હાલ્યું ગયું, પચાસ-પચાસ, સાંઈઠ સીત્તેર (વરસ) કેટલાકને ગયા ને મરણની સમીપ થઈ ગયો છે. હવે, (મરણનો સમય તો) નક્કી થઈ ગયો છે, આ દેહ છૂટવાનો સમય નક્કી છે ને! કાલે સાંભળ્યું હતું ને ઓલો મોટો ડોકટર, હોમિયોપેથીનો મોટામાં મોટો ડોકટર, મુંબઈમાં શંકરરાવ, અહીં આવ્યો” તો, એ તમે લઈ આવ્યા'તા ને, આવ્યો હતો. એ હારે કો'ક બાઈ હતી કોકિલા, એની સંગાથે હતી, એ આમ લખતી'તી બધું એ પૂછે એ બધું, આ બીજા દાકતરો-દવા એ હોમિયોપેથીવાળાને ન ભે! એ પૂછે કેમ થાય છે, શું થાય છે કેમ ચાલે છે–એ બધું લખી લ્ય ને એમાંથી (નિદાન કરી) પછી દવા આપે, એ હોમિયોપેથી (નો દાકતર) મરી ગયો! બિચારો! પંચાવન વર્ષની ઉંમર હતી નાની! આહાહાહા ! દાકતરેય શું કરે ન્યાં? દેહની સ્થિતિ પૂરી થવાના કાળે દેહ છૂટશે જ ત્યાં, એને લાખ દેવ આવે ને ઇન્દ્ર આવે ને ! દાકતર આવે તોય રાખી શકે નહીં અને ત્રણ કાળ ત્રણ લોકમાં ! (શ્રોતા:- ડાકટર ન મરે તો બધા ડાકટર જ થઈ જાય)
(આહા!) હું આ શરીરને સંભાળીને રાખું તો શરીર સારું રહે, આહાર-પાણીમાં (ધ્યાન રાખું) બરાબર દઉં આ બધી માન્યતા છે એ બધી મિથ્યાદર્શનશલ્ય, મિથ્યાત્વ છે. આહાહાહા ! આવી વાતું છે પ્રભુ, મારગ બહુ જુદો ! અત્યારે તો માર્ગને-કુમાર્ગને (યથાર્થ) માર્ગ માન્યો છે અત્યારે લોકોએ! આહા!