________________
ગાથા-૮૮
૩૭૭ સર્વજ્ઞ! મહાવીર આદિ પરમાત્મા તો સિદ્ધ થઈ ગયા, અહીંયા હતા ત્યારે તો અરિહંત હતા. અત્યારે તો સિદ્ધ! “નમ:સિદ્ધાણં” –એને શરીર ને વાણી કાંઈ છે નહીં.
પણ મહાવિદેહમાં સીમંધર ભગવાન (સાક્ષાત્ ) બિરાજે છે ભગવાન તીર્થંકરદેવ, (એ રીતે) વીસ બિરાજે છે. આ સામાયિકમાં આજ્ઞા લ્ય છે ને ! એનીય ખબર કયાં છે? શું છે, આ તો સામાયિકેય કયાં હતી, મિથ્યાદર્શન–અજ્ઞાનીને સામાયિક કેવી? હજી રાગ શું છે, આત્મા શું છે? એની તો ખબર નથી. એ ભગવાન (સીમંધરનાથ) પાસે ગયા હતા કુંદકુંદાચાર્ય, સંવત ૪૯ બે હજાર વરસ થયા, ત્યાં જઈને આઠ દિવસ રહ્યા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા!
(અહીંયા) કહે છે કે જે મિથ્યાદર્શન, દર્શનમોહ જડકર્મ છે, અજ્ઞાન-જ્ઞાનાવરણી જડ કર્મ છે, અવિરતિ ચારિત્રમોહનો જડકર્મ છે, રાગ-દ્વેષના પરમાણું એક છે, ચારિત્ર મોહના પરમાણું રાગ-દ્વેષ જડ છે એ અજીવ છે.
અને એ અજીવ છે તે તો, “અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે” –ભગવાન આત્મા તો અમૂર્ત, વર્ણ, રંગ, ગંધ, સ્પર્શ વિનાની (અમૂર્તિક ) ચીજ છે. ચૈતન્ય પરિણામથી અન્ય મૂર્તિક પુદ્ગલકર્મ છે. શું કીધું? જડકર્મ છે આઠ પ્રકારના), ઝીણી વાતો છે ! એને (જીવન) આઠ કર્મ છે એની ૧૪૮ પ્રકૃતિઓ છે, ભગવાને જોઈ (છે) ૧૪૮ પ્રકૃતિઓ! રાત્રે વાત થઈ ગઈ'તી થોડીક, મિથ્યાષ્ટિને અનાદિથી ૧૪૦ પ્રકૃતિઓ હોય છે. અનુમાન એમ લાગે કે... ઝીણું તો એ વખતે સંવત ઓગણીસો છીયાસીમાં અમરેલીમાં કહ્યું હતું. ચોમાસું હતું ને ૮૬માં, ૮૬ની સાલ, (અત્યારે તો) અહીં ૬૬ વર્ષ દીક્ષા લીધે થયા, એ વખતે રાત્રે યાદ આવ્યું'તું થોડુંક, નહોતું કહ્યું કે દરેક જીવને આઠ કર્મ છે, એ આઠ (પ્રકારના) કર્મમાં ૧૪૮ પ્રકૃતિ હોય છે. તો અનાદિ અજ્ઞાનીને ૧૪૮ પ્રકૃતિ હોતી નથી, કેમ કે આયુષ્ય ચાર છે (તેમાં) એક જ આયુષ્ય છે, ત્રણ નથી, મિશ્રમોહનીય બે નહીં પાંચ ને આહારક અને આહારક અંગ ઉપાંગ બે ને સાત (થઈ અને) તીર્થંકર પ્રકૃતિ (એક એમ) આઠ પ્રકૃતિ તો હોતી નથી. અજ્ઞાનીઓને ૧૪૦ પ્રકૃતિઓ હોય એમ લાગે છે, તે દિ' તે દિ' કહ્યું'તું ૮૬ની સાલની વાત છે. આ તો ઘણાં વર્ષ થઈ ગયા, ચૌદ ને પાંત્રીસ, ઓગણપચાસ પચાસ વરસ પહેલાં! આહાહા!
એ બધા પરમાણું સૂક્ષ્મ-જડ છે. એ મિથ્યાત્વ-દર્શનમોહ જે જડ છે એને અહીંયા દર્શનમોહ કહ્યો, ચારિત્રમોહ એ પરમાણું જડ છે એને અહીંયા અવિરતિ અને રાગ-દ્વેષ ને કામક્રોધ એ જડ છે-પરમાણું અને એ પરમાણુંઓની જડદશા (મૂર્તિક) અને ભગવાન આત્મા અમૂર્તિક છે. એને આત્માને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ જડના ગુણ) છે નહીં, આત્મા તો રંગ-ગંધ-રસ-સ્પર્શ વિનાની ચીજ અંદર છે. એ ચૈતન્ય પરિણામથી અન્ય-એ ચૈતન્યપરિણામ જે અરૂપી અમૂર્ત છે, અહી તો વિકાર પણ આમાં (જડમાં) લેવો છે. તો ચૈતન્યનું જે પરિણામ છે (તે અમૂર્ત છે ), મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રત, કામ, ક્રોધ, શુભ-અશુભ ભાવ, એ ચૈતન્યના વિકારી પરિણામ છે-એ અમૂર્તિના છે, એનાથી એ જડકર્મની પર્યાય તેનાથી ભિન્ન છે. કહો, વીરચંદભાઈ? આવું બધું નક્કી કરવું પડશે, નહિંતર રખડી મરશે નહિંતર! અનંતકાળથી ચોરાશીના અવતાર કરી કરીને પ્રભુ ઠરડ નીકળી ગયો છે. અનંત (અવતાર) નરકના, અનંત