________________
398
સમયસાર સિદ્ધિ ભાગ-૪ અત્યારે તો સંપ્રદાય (વાળા) ને ય ખબર નથી આ ચીજની (શુદ્ધ આત્મતત્ત્વની ) બહારથી આ વ્રત કરો ને અપવાસ કરો ને થઈ ગયો ધર્મ ! મરી ગયો હવે એ તો અનંતકાળથી કરે છે રાગ, એ તો રાગની ક્રિયા છે. આહાહા ! એ રાગ છે એ જીવની પર્યાયમાં થાય છે, પણ ઉપાધિભાવ છે, એ પોતાનો સ્વભાવભાવ નથી. ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ કહે છે. (તેઓ કહે છે કે, તારી પર્યાયમાં શુભ-અશુભ ભાવ જે થાય છે એ વિકાર છે એ ઉપાધિ છે, તારી ચીજ નથી પણ થાય છે તારામાં, એ પૂછે છે દેખો!
હવે એ પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વાદિક જીવ એ મિથ્યાત્વ ઊલટી (ઊંધી) માન્યતા, અજ્ઞાન, રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવ, એ જીવ અને અજીવ કહ્યા છે (તો) એ જીવમિથ્યાત્વાદિ અને અજીવમિથ્યાત્વાદિ કોણ છે? ઝીણી વાત છે ભગવાન ! ૮૮ ગાથા, પ્રશ્ન છે કે આપ જ કહો છો કે મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાન ને રાગ-દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ આદિકના ભાવ એ જીવ છે કે અજીવ? તમે (બેય કહ્યું કે તમે જીવને અજીવ કહ્યા, તો એ જીવમિથ્યાત્વાદિ અને અજીવમિથ્યાત્વાદિ કોણ છે? આવો શિષ્યનો પ્રશ્ન છે.
पोणलकम मिच्छं जोगो अविरदि अण्णाणमज्जीवं।
उवयोगोअण्णाणं अविरदि मिच्छं च जीवो दु।। ८८ ।। મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮ ટીકા:- નિશ્ચયથી ખરેખર તો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક-જડકર્મ-જડકર્મ જ્ઞાનાવરણી આદિ કર્મ છે ને જડ, એ પુદ્ગલ એ દર્શનમોહ છે. એ પુગલ-જડ છે-અજ્ઞાન છે એ જ્ઞાનાવરણી કર્માદિ જડ છે અને અવિરતિ આદિ ભાવ છે એ ચારિત્રમોહની જડની ક્રિયા છે, અંદર પરમાણું કર્મના (કાર્માણવર્ગણા) એ કર્મ જડ છે. જેમ આ (શરીરાદિ, જડ સ્થૂળ છે ને (તેમ) એ કર્મ સૂક્ષ્મ છે, જડ છે. તો એ જડના મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ (કર્મપ્રકૃતિઓ) એ અજીવ છે. સમજાય છે કાંઈ? બલુભાઈ ? કર્મ છે ને આઠ ( પ્રકારની પ્રકૃતિ) જડ-જ્ઞાનાવરણી, દર્શનાવરણી-અંતરાય મોહનીય વેદનીયનામ-ગોત્ર-આયુ (એ પ્રકૃતિઓ) આઠ એ પરમાણું છે. જડ છે (ઝીણી ) માટી–ધૂળ છે. તો એ માટી–ધૂળ પુદ્ગલ છે, એ મિથ્યાદર્શન, દર્શન મોહનીય એ પુદ્ગલ છે. અવિરતી ચારિત્રમોહ એ પુદ્ગલ છે, અજ્ઞાન-એ જ્ઞાનાવરણીય આદિ પુદ્ગલ છે. અને ક્રોધ, માન, મોહ, લોભ એ ચારિત્રમોહનીયના કર્મ જડ છે! અરે ! આવી વાતું હવે કયાં (શું) આમાં પકડવું. (શ્રોતાઆવું સમજ્યા વગર પકડવું?).
(આહ !) અનંતકાળથી એણે અનંતકાળથી (આ પકડ્યું નહિ ને) અનંતવાર મુનિપણું લીધું, પંચમહાવત અનંતવાર પાળ્યા છે બાપુ! અનંતવાર નવમી ગ્રેવૈયકે ગયો! એમ પ્રભુ કહે છે. નવ ગ્રેવૈયક છે ઉપર, અનંતવાર ગયો, મહાવ્રત મુનિ નગ્ન દિગમ્બર! હજારો રાણીઓ છોડી, પંચમહાવ્રત પાળ્યા, પણ એ પંચમહાવ્રત તો રાગ છે-આસ્રવ છે-દુઃખ છે વિકાર છે-બંધના કારણ છે. આહાહાહા! આવી વાતું આકરી પડે ભાઈ ! મારગ તો આ છે પ્રભુનો, ભગવાન બિરાજે છે પરમાત્મા (સીમંધરનાથ) મહાવિદેહ ક્ષેત્રમાં, સર્વજ્ઞ હાજરાહજુર બિરાજે છે પ્રભુ