________________
ગાથા-૮૮
૩૭૫ આનંદકંદ, સચ્ચિદાનંદ, શુદ્ધચૈતન્ય, સિદ્ધસ્વરૂપ છે. ભગવાન સર્વજ્ઞોએ, તીર્થકરોએ આ આત્માને શુદ્ધ, પવિત્ર, અનંતગુણનો પિંડ જોયો છે. એમાં જે વિકાર થાય છે હિંસા, ચોરી, જૂઠ, વિષય, ભોગ, વાસના અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ, એ બધા વિકાર બેય (પ્રકારના) છે. બેય (પ્રકારના) વિકાર કરવાનો જીવનો સ્વભાવ નથી.
જીવ-ભગવાન આત્મા જે આ છે એ તો જિનસ્વરૂપી છે, વસ્તુ છે જે વસ્તુ ! એ જિનસ્વરૂપ! જેમ પરમાત્માને સર્વજ્ઞ દશા પ્રગટ થઈ અને વીતરાગ થયા, તો આ આત્મા પણ વીતરાગ ને સર્વજ્ઞ સ્વરૂપ જ છે. આહાહા ! ઝીણી વાત ભાઈ ! આવો આત્મા હોવા છતાં પણ અનાદિ કર્મના નિમિત્તના સંગથી, અંદરમાં જે કાંઈ મિથ્યાત્વભાવ, રાગ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ ઉત્પન્ન થાય છે, એ બધા વિકાર છે. બલુભાઈ! શું કીધું આ? આ તમારા વરસીતપ કર્યા ને, એમાં (શુભ) વિકલ્પ હતો ને (2) રાગ હતો એમ કહે છે. (શ્રોતા- અમે એમાં ધર્મ સમજતા હતા.) વાત સાચી. આહા.... છે? આહા !
હવે અહીંયા તો કહે છે પરમાત્મા જિનેશ્વરદેવ કે આત્માનો સ્વભાવ તો વીતરાગ ને જિનસ્વરૂપ જ છે તો સ્વભાવરૂપે પરિણમવું એ એનું સ્વરૂપ છે, પણ જે એમાં પુણ્ય ને પાપના ભાવ થાય છે, હિંસા-ચોરી, જૂઠું, કામ, ક્રોધ, માન, માયા, લોભ (ના ભાવ થાય છે ) અરે, એ તો ઠીક પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ, અપવાસ આદિના (જે શુભ ) વિકલ્પ ઊઠે છે, એ બધો વિકાર છે. એ વિકાર કર્મના સંગથી (થયો છે) કર્મ જડ છે-કર્મ તો જડ છે માટી–ધૂળ છે આ જેમ માટી છે (શરીરરૂપ માટી તેમ) એ કર્મ ઝીણી ધૂળ છે, કર્મ જે આઠ ( પ્રકારના) કર્મ, એ કર્મના નિમિત્તનો સંગ કરવાથી, અજ્ઞાનીને અંદર રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ભાવ થાય છે. એનો એ (અજ્ઞાની) કર્તા થાય છે, એ પરિભ્રમણનું કારણ છે. આહાહા ! સમજાણું કાંઈ...? ઝીણી વાત ભાઈ ! વીતરાગ માર્ગ બહુ ઝીણો છે, સૂક્ષ્મ છે. આહા !
કહે છે કે આ પરિણામ જે વિકાર છે, એ આત્મામાં ઉત્પન્ન થાય છે તો (તે) સ્વભાવ તો છે નહીં, એ તો કર્મના સંગથી જે ઉત્પન્ન થયો એ વિકાર-પુણ્ય ને પાપ દયા ને દાન, વ્રત ને ભક્તિ આદિના જે ભાવ, એ મારા છે ને મેં કર્યા છે (હું એનો કર્તા છું) એ મિથ્યાદર્શન, અજ્ઞાનભાવ છે. આહાહા! તો કહે છે કે વિકાર છે એની પર્યાયમાં તો છે તો કોનો છે એ? સમજાણું કાંઈ? માથે (ભાવાર્થમાં) કીધું કે, અજ્ઞાનીઓને અજ્ઞાનને કારણે સ્વાદ ને ઉપયોગનું ભેદજ્ઞાન નથી, અંદર ઉપર છે. આહાહા ! એ શુભ-અશુભ ભાવનો સ્વાદ મલિન ને દુઃખરૂપ છે. ખબર નથી એને અનંતકાળથી ખબર નથી! એ સ્વાદ જડનો કર્મના સંગથી ઉત્પન્ન થયો છે. પોતાનો સ્વભાવ નથી.
અજ્ઞાનીઓને-મિથ્યાષ્ટિઓને, જેમની દૃષ્ટિ હજી તત્ત્વ શું છે અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધસ્વરૂપી આત્મા છે, એની જેને દેષ્ટિની ખબર નથી, એ પુણ્ય ને પાપના ભાવ મારા છે એવું માનીને અજ્ઞાનપણે કર્તા થાય છે. એ બંધનું કારણ સંસારના પરિભ્રમણનું કારણ છે. આહા ! તો અહીંયા પૂછયું કે જ્યારે તમે કહો છો કે એનો (આત્માનો) સ્વભાવ નથી તો એ પરિણામ છે કોના? એ મિથ્યાત્વ, અજ્ઞાન, રાગદ્વેષના પરિણામ કોના છે? જીવના છે કે જડના છે? સમજાણું કાંઈ....? આવી વાત ઝીણી બાપુ ! જૈન દર્શન બહુ સૂક્ષ્મ !