________________
ગાથા-૮૭
૩૭૩ અને ચૈતન્યના વિકારમાત્રથી છે ને? જે ચૈતન્યના વિકાર માત્ર, ચૈતન્યના વિકાર માત્ર, કર્મનો વિકાર નહીં એ, જીવમાં મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાન, રાગદ્વેષ, ક્રોધ, માન, માયા એ ચૈતન્યના વિકાર માત્ર, જીવ વડે, એ જીવ વડે થયેલાં છે, જીવ વડે બનાવેલાં છે, જીવ વડે ભાવેલાં છે, આહા ! “એથી તે જીવ જ છે, બેય ને જુદા પાડયા, સમજાણું કાંઈ?
જેમ મોરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ મોરરૂપ છે, અને અરીસામાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દેખાય છે તે અરીસાના છે. એ વર્ણ ગંધની છાયા છે ત્યાં, પણ એ અરીસાની છે. એમ જીવના વિકારી પરિણામ તે જીવના છે. મિથ્યાત્વ, અવત, કષાય, યોગઆદિ અને અજીવના પરમાણું કર્મની અવસ્થાના પરિણામમાં જે છે દર્શનમોહ, ચારિત્રમોહ, ક્રોધ, માન, જડ એ જડના છે. કહો સમજાય છે ને? પુંજાભાઈ? આવું છે. ગહન વાત છે.
“અહીં એમ જાણવું કે મિથ્યાત્વઆદિ કર્મની પ્રકૃતિઓ છે” જડ, જડ દર્શનમોહ, ચારિત્રમોહ તે પુદ્ગલદ્રવ્યનાં પરમાણું છે એ પુદ્ગલદ્રવ્યનાં પરમાણું છે. છે?
જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવ ભાવને અજીવ જાણે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે. એ રાગનો સ્વાદ એ ખરેખર મારી ચીજ નથી, મારી ચીજ તો આનંદનો સ્વાદ ને શાંતિનો સ્વાદ ને વીતરાગભાવનો સ્વાદ તે હું. એમ જ્યારે રાગથી ભેદજ્ઞાન થાય, ત્યારે અજીવ ભાવને અજીવ જાણે, એ રાગ છે એ ખરેખર તો અજીવનું પરિણામ ગણવામાં આવ્યું, ઓલા જીવના નિર્મળ પરિણામ નહિ માટે, ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય.” વિશેષ કહેશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ)
છે અને પ્રભુ! નિમિત્તથી ઉપાદાનમાં કોઈ કાર્ય થતું જ નથી. જ્ઞાન થવાની યોગ્યતા અનુસાર સમયસાર આદિ નિમિત્ત તો સહજ હોય છે. દરેક દ્રવ્યની પર્યાય તે તે સમયની યોગ્યતાથી જ સ્વતંત્ર કાર્યરૂપે પરિણમે છે તેમાં નિમિત્તભૂત અન્ય દ્રવ્ય અકિંચિત્કર છે. “યોગ્યતા જ સર્વત્ર શરણરૂપ છે.” કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને લાવી શકે કે અન્ય દ્રવ્યમાં ફેરફાર કરી શકે કે ક્ષેત્રાંતર કરી શકે છે તેમ માનનાર સર્વજ્ઞની આજ્ઞા બહાર છે, મિથ્યાષ્ટિ છે. દર્શનમોહથી મિથ્યાત્વ થયું, જ્ઞાનાવરણીથી જ્ઞાન હણું થયું આદિ કથનો શાસ્ત્રમાં આવે છે તે તો ઉપાદાનથી થતાં કાર્યકાળે નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કથન કરવામાં આવે છે.
(આત્મધર્મ, અંક ૭૧૪-૭૧૫, વર્ષ-૫૯ પાના નં. ૫).