________________
ગાથા-૮૭.
૩૭૧ છે.” એક મિથ્યાદર્શન જીવે છે, અને એક મિથ્યાદર્શન જડ પુગલ છે. એક મિથ્યા અજ્ઞાન છે તે જીવ છે અને એક અજ્ઞાન તે કર્મના પરિણામ છે. એક અવિરતિ જીવના પરિણામ છે અને એક અવિરતિ જડની છે. એક ક્રોધ જીવનો છે, એક ક્રોધ જડનો છે. એમ એક માન જીવનો છે, એક માન જડનો છે. રૂપી છે ને એક અરૂપી છે એમ. આહાહાહા ! એમ એક માયા જીવની છે અને એક માયા જડની પર્યાય છે. એક લોભ જીવના પરિણામ છે, તો એક લોભ જડનાં કર્મના પરિણામ છે. આહાહાહા ! આવું છે.
અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા એટલે, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ, ક્રોધ, માન એ અજીવની અવસ્થાની ભાવના હોવાથી અજીવ અને મિથ્યાજ્ઞાન આદિ જીવ વડે ભાવવામાં આવતા હોવાથી તે જીવ, તે દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. આહાહા !
“જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ જે વર્ણરૂપ ભાવો કે જેઓ મોરનાં પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે” મોરમાં છે એ, મોરનાં જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એ મોરમાં છે, એ ભાવવામાં આવે છે એટલે બનાવાય છે મોરથી બનેલા છે. તેઓ મોર જ છે.”શું કીધું ઈ ? ઘેરો વાદળી, લીલો, પીળો, વાદળી, વાદળી એટલે આકાશી એવા જે ભાવો એ મોરના પોતાના ભાવથી છે મોરમાં, એ સ્વભાવથી મોર ભાવવામાં આવે છે એટલે મોરથી બનાવાયેલા છે, એ મોર જ છે અને દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતાં એ દર્પણમાં દેખાયને? કાળો, ધોળો, વાદળી, આહાહા! “ઘેરો, વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ દર્પણની સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે થવામાં આવે છે. દર્પણ વડે ભાવવામાં આવે છે. દર્પણ વડે બનાવવામાં આવે છે, તેઓ દર્પણ જ છે. બે ન્યાય આપ્યા. એક રંગ, ગંધ, રસ, સ્પર્શ જે મોરના છે એ મોરવડે બનાવ્યા મોરના છે, અને આંહીં જે દર્પણમાં દેખાય છે એ દર્પણના ભાવની દર્પણની દશા હોવાથી દર્પણનાં છે એમ. સમજાણું કાંઈ? આહાહાહા !
દાખલો કેવો સીધો આપ્યો છે, ઈ તો અમૃતચંદ્રાચાર્યે આપ્યો, પાઠમાં તો સમુચ્ચય છે, પણ અમૃતચંદ્રાચાર્યે દાખલો આપીને સ્પષ્ટ કર્યું. આહાહા !
તેથી, “તેવી જ રીતે” મોર અને અરીસો, મોરના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ મોરમાં હોવાથી મોર છે, અને અરીસામાં કાળા રાતા પ્રતિબિંબ છે તે અરિસાની અવસ્થાની સ્વચ્છતાથી એના છે માટે તે દર્પણ છે. આહાહાહા !“તેવી જ રીતે મિથ્યાદર્શન અજ્ઞાન ને અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે”દર્શનમોહ કર્મનો, એ કર્મના પરિણામ છે. છે? અજ્ઞાન જ્ઞાનાવરણી આદિ જે છે એ જડના પરિણામ છે. અવિરતિ જે ચારિત્રમોહ આદિના પરિણામ છે અંદર જડમાં, એ અવિરતિ એ જડ છે. ક્રોધ, માન, માયા, લોભ જે પરમાણું ચારિત્રમોહના ભેદો અંદર જડમાં, કર્મની પ્રકૃતિમાં, કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવ છે, એ પરમાણું કર્મ છે, એ દ્રવ્યસ્વભાવથી તે રીતે મિથ્યાત્વભાવ, દર્શનમોહ, ચારિત્રમોહ, ક્રોધ, માન, માયા, લોભે થયેલાં છે, એ દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે. આહાહાહા ! છે? તેઓ અજીવ વડે બનાવ્યાં છે, કર્મમાં જે કાંઈ, મિથ્યાત્વભાવ દર્શન મોહની પર્યાય, અવિરતિભાવ ચારિત્ર મોહની પર્યાય, અજ્ઞાન, જ્ઞાનાવરણીનો અભાવ. જ્ઞાનાવરણીના કારણે થતું અજ્ઞાન એ જડમાં છેજડમાં છે એ. ક્રોધ, માન, માયા, લોભ પણ