________________
૩૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
ભાવાર્થ-૫ગલના પરમાણુઓ પૌગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે.
અહીં એમ જાણવું કે-મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુગલદ્રવ્યના પરમાણું છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે.
જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે.
પ્રવચન નં. ૧૭૭ ગાથા-૮૭
- તા. ૨૪/૦૧/૭૯ मिथ्यात्वं *पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्।
अविरतिर्योगो मोहः क्रोधाद्या इमे भावाः।।८७।। મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને,
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભય પ્રકાર છે. ૮૭. ઓલી ગાથા નથી ર૯ બોલના ઉકરડાની, એમાં તો મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, યોગ, માર્ગણાસ્થાન, જીવસ્થાન, ઉદયસ્થાન એ બધાં પુદ્ગલના પરિણામો છે (એમ કીધું છે). આહાહાહા ! ૨૯ બોલ છે ને ૫૦ થી પ૫-છ ગાથા, ત્યાં તો કહે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ એ બધા પુદ્ગલના પરિણામ છે, જીવના નહીં, વળી કહો કે તે જીવના, જીવને સુખદુ:ખ ભોગવાય કર્મનું ફળ સુખદુઃખ કર્મમાં હોય ને આને ભોગવે, તો આ બેનો મેળ મને સમજાતો નથી એમ કહે છે
ટીકા - ઓલો “પુણ” શબ્દ છે ને? “મિચ્છત પુણે”, ગાથામાં છે, એટલે અહીં ૮૬ ગાથામાં દ્વિક્રિયાવાદિને મિથ્યાષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં “પુણે” શબ્દ છે. “પુણે” છે ને “મિચ્છત પુણે” ફૂટનોટ, અને માથે પાઠમાં “મિચ્છત પુણે, ભાઈ અમે કહ્યું હતું પણ સાંભળ હવે મિથ્યાત્વના બે પ્રકાર છે.
મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, દરેક મયૂર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ