________________
3७४
સમયસાર સિદ્ધિ ભાગ-૪
(
ગાથા - ૮૮
)
काविह जीवाजीवाविति चेत्पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं। उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु।।८८।।
पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः।
उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु।।८८।। यः खलु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिरजीवस्तदमूर्ताचैतन्यपरिणामादन्यत् मूर्तं पुद्गलकर्म; यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादि: जीव: स मूर्तात्पुद्गलकर्मणोऽन्यश्चैतन्यपरिणामस्य विकारः।।
હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે -
મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. ગાથાર્થ - [નિધ્યાવં] જે મિથ્યાત્વ, [૧] યોગ, [વિરતઃ] અવિરતિ અને [અજ્ઞાનન] અજ્ઞાન [ નીવ:] અજીવ છે તે તો [પુન] પુદ્ગલકર્મ છે; [] અને જે [અજ્ઞાનન] અજ્ઞાન, [તિરતિઃ] અવિરતિ અને [fમથ્યાત્વે] મિથ્યાત્વ [ની:] જીવ છે [7] તે તો [૩પયો:] ઉપયોગ છે.
ટીકા- નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો, અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે, મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય એવો ચૈતન્યપરિણામનો વિકાર છે.
પ્રવચન ન. ૧૭૮ ગાથા-૮૮-૮૯ તા. ૨૫/૦૧/૭૯ ગુરુવાર પોષ વદ-૧૨
શ્રી સમયસાર, આ સમયસાર સિદ્ધાંત છે. ૮૭ ગાથા થઈ ગઈ, ૮૮ ગાથા છે, સૂક્ષ્મ વિષય છે. (ગાથા) ૮૮ છે ઉપર (મથાળે) પ્રશ્ન છે.
હવે પૂછે છે કે મિથ્યાત્વાદિને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે.
(કહે છે કે, પહેલાં પ્રશ્ન આવી ગયો (ગાથા) ૮૭ માં, કે જે આત્મા છે એ તો