________________
3७८
સમયસાર સિદ્ધિ ભાગ-૪ ઢોરના, કીડાના, કાગડાના, કૂતરાના અનંત, અનંત, અનંત ભવ, આદિ વિનાના કાળમાં રખડ્યો છે!
(આા) એને (રખડુને) સમ્યગ્દર્શન શું ચીજ એની એને ખબર નથી, એ કાંઈક વ્રત ને તપ ને ભક્તિ કરે એટલે થઈ ગયો ધર્મ! એમ મિથ્યાષ્ટિએ, મિથ્યાદૃષ્ટિથી માન્યું આમ માન્યું, પણ સમ્યક્દર્શન શું ચીજ છે એની ખબર નહીં. આહાહા ! અંતર ભગવાન આત્મા પૂર્ણાનંદમૂર્તિ પ્રભુ! એનો અંતર અનુભવ થઈને-સન્મુખ થઈને અનુભવ થવો ને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો એમાં પ્રતીતિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે. આહાહાહા ! સમજાણું કાંઈ..?
એ સમ્યગ્દર્શન, ચૈતન્યનું નિર્મળ પરિણામ છે, અને આ જે મિથ્યાદર્શન-(ઊંધી) શ્રદ્ધા, અજ્ઞાન ને અવિરતિના ભાવ એ જીવના વિકારી પરિણામ છે. એ જીવના અમૂર્ત પરિણામથી જડના (પુદ્ગલના) પરિણામ ભિન્ન છે. આ પરિણામ શું ને પર્યાય શું? કાંઈ ખબરું ન મળે, આંધળા-આંધળા અનાદિકાળથી, (આ) ચીજ શું ભગવાન (આત્મા)ને અજીવ કોને ભગવાન કહે છે ને જીવ કોને કહે છે? આમ બોલે (લોકો કે) જીવને અજીવ માને તો મિથ્યાત્વ, અજીવને જીવ માને તો મિથ્યાત્વ” –મિથ્યાત્વ ૨૫ માં (૨૫ પ્રકારના મિથ્યાત્વ) આવે છે ને! કાંઈ ખબરું ન મળે, અજીવ કોને કહેવું ને જીવ કોને કહેવો!
અહીંયા તો પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એની દિવ્યધ્વનિમાં “ઓમ” (8) ધ્વનિ, એમને ભગવાનને આવો (આપણા જેવો) અવાજ ન હોય, કેમકે એ તો (પરિપૂર્ણ) વીતરાગ ને સર્વજ્ઞ છે, એને ઈચ્છા વિના (જ) વાણી નીકળે છે, એને ઇચ્છા હોતી નથી, પ્રભુ (તીર્થંકરદેવને) એ વાણી-દિવ્યધ્વનિ, એમાં આ આવ્યું, એ સંતો, જગત પાસે આડતિયા થઈને જાહેર કરે છે. આહાહાહા !
કહે છે કે જે જડ-પરમાણું છે (એ) દર્શનમોહ, ચારિત્રમોહ, જ્ઞાનાવરણીય, એ બધા મિથ્યાદર્શન, અજ્ઞાન એ જડ છે રૂપી છે-પરમાણું છે-પુદ્ગલ છે, એ અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પુદ્ગલકર્મ છે. આહાહા !
“અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, –હવે, આત્મામાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તેમાં જો પુણ્યથી ધર્મ થાય છે–દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, અપવાસ કરવાથી ધર્મ થાય છે (એવી માન્યતા) એવું મિથ્યાદર્શન–એવી શ્રદ્ધા મિથ્યાત્વભાવ છે મહામિથ્યાત્વભાવ-પાપ (છે). એ જીવના પરિણામ છે, પણ છે ઉપાધિ, પણ છે જીવમાં. આહાહાહા ! સમજાણું કાંઈ..?
મિથ્યાદર્શન એટલે કે વિપરિત (ઊંધી) શ્રદ્ધા, હું મારા સિવાય, શરીરનું વાણીનું કુટુંબનુંદેશનું (કામ) કંઈક કરી શકું છું એવી શ્રદ્ધા, એ મિથ્યાદર્શન છે. આહાહાહા ! (શ્રોતા- હું વાણિયો છું એમ માનવું ઈ?) હું વાણિયો છું, માણસ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું હિજડો છું આ હિજડા-પાવૈયા હોય છે ને ! એ માન્યતા, એવી માન્યતા તે મિથ્યાદર્શન! એ વિપરીત માન્યતા (ઊંધો અભિપ્રાય) મહાપાપ છે. (શ્રોતા - તો છું કોણ?) એ આત્મા અંદર અરૂપી આનંદઘન છે, પણ એ વાત આનંદઘનની-જ્ઞાનની અત્યારે આંહી નથી. અત્યારે તો (જીવ અનાદિથી ) મિથ્યાત્વ-વિપરીત શ્રદ્ધા કરે છે ને રાગ પણ મારો છે પુણ્યની ક્રિયા મેં કરી–હું કરું છું, વ્રત-તપની એ મારી ક્રિયા છે. (અરે, ભાઈ !) એ તો રાગની ક્રિયા છે, એ બલુભાઈ? શું