________________
ગાથા-૮૮
૩૮૧ ઓહોહો! એક રજકણ (આત્માનું નહીં, આ તો (શરીર તો ) અનંત રજકણોનો પિંડ છે, આ એક ચીજ નથી કાંઈ ! (જુઓ!) આ આંગળી, આના કટકા કરતાં કરતાં છેલ્લો રજકણ રહે એને પરમાણું કહે છે. પરમાણું નાનામાં નાનો ભાગ, ભગવાન એમ કહે (છે) પરમાણું, એ એક પરમાણુંમાં અનંતા ગુણ છે જડનાં! ( શ્રોતા:- કેટલાંક ઓછા-વધતાં ગુણ પરમાણુમાં (કહેવાય છે ને!)
જેટલા એક (સર્વવ્યાપક) આકાશમાં ગુણ છે એટલા ગુણ એક પરમાણુમાં છે. જેટલા આત્મામાં (ગુણો) છે એટલા એ પરમાણુંમાં છે, એ (પરમાણું) જડ છે ને (આત્મા) એનામાં ચૈતન્ય (ગુણો) છે. ભગવાન, સાંભળ્યું નથી પ્રભુ સેં. આંહી તો મારે બીજું કહેવું'તું આ એક પરમાણું એના અનંતગુણો તે કેટલા? ત્રણકાળના સમયથી અનંતગુણા-આકાશના પ્રદેશથી અનંતગુણા, એની એક સમયની પર્યાય પણ અનંતગુણી, એક પરમાણુમાં એક સમયની પર્યાય, ત્રણ કાળના સમયથી અનંતગુણી! આ તો ભગવાન વીતરાગ પરમાત્મા કહે છે! પરમેશ્વર (તીર્થકરદેવ ) સિવાય આ વાત કયાંય છે નહીં, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ (ની વાણીમાં આવ્યું છે) આ એક (પરમાણું), આ (શરીર) તો જડ આ તો ઘણાં રજકણનું દળ છે. આને સ્કંધ (પિંડ) કહે, એ સ્કંધમાં ભિન્ન ભિન્ન એક એક રજકણ (પરમાણું) એ પરમાણુંમાં, એક પરમાણુમાં જેટલા સર્વવ્યાપક આકાશમાં ગુણ છે એટલા એક ગુણ પરમાણુમાં છે આકાશના ગુણની પર્યાય છે (તેનાથી) અનંતી એવી એક પરમાણુમાં અનંતગુણની એક સમયમાં અનંતીપર્યાય-અનંતી પર્યાય, સમય એક અને પર્યાય અનંત-ત્રણ કાળના સમયથી અનંતગુણી પર્યાય! અરે, પ્રભુ આ તો મારગ પ્રભુનો-વીતરાગ સર્વશ પરમાત્મા!
એ જડની (પરમાણુંની) પર્યાય મારી છે–આ શરીરની દશા એ મારી છે, હું ધોળો છું હું કાળો છું, પાતળો છું, જાડો છું એ બધી માન્યતા અજ્ઞાનીની મિથ્યાશ્રદ્ધાની છે. (શ્રોતા:પરમાત્મા પ્રકાશમાં આવે છે) પરમાત્મ પ્રકાશ, બધે આવે છે ને ! એ મિથ્યાદર્શન જીવનાં પરિણામ ઊંઘા, રખડવાનાં છે. અજ્ઞાનપણાના જીવનમાં પરિણામ મૂઢતાના છે. આ બાયડીનો આત્મા કયાંયથી આવ્યો રખડતો, આંહી પોતે ભેગો થઈ ગયો તો કહે મારી બાયડી. કયાં પણ તારી બાયડી કેવી તારી, આ શું છે! આ છોકરો મારો એવું થયું, કયાં પણ તારો છે કોઈક વખતે કોઈ મરી ગયો હોય તો સ્નાન કરવા જાય ને! વાણિયા પોતે નવરો ન હોય તો દિકરાને કહે) જાને તું તારે “હું છું તે તું જ છે' તું છે તે હું છું-આવા ગાંડા તે ગાંડા કાંઈ ! ગાંડાના ગામ જુદા હશે? એ...ય! આવી વાતું! પરમાત્મા ત્રણલોકના નાથની વાત છે આ !જિનેશ્વરદેવ-સર્વજ્ઞત્રિલોકનાથ-અરિહંત પરમાત્મા (બિરાજે છે) એની વાણીમાં આ આવ્યું છે પ્રભુ! અરે, દુનિયાને મળ્યું નથી, જૈનના વાડામાં જન્મ્યા એને ય મળ્યું નથી. આહાહા !
છે ને? અમે તો જ્યાં છાસઠ વરસ, એકવીસ વરસ સંપ્રદાયમાં (સ્થાનકવાસીમાં) રહ્યાં'તા આમાં (મુહપતીમાં) ત્રેવીસ વર્ષ સંસારમાં, સાડા ત્રેવીસ, પીસતાલીશ વર્ષે અહીં (સોનગઢ) આવ્યા'તા, ચાલીશ વર્ષ થયા એટલે નેવું થઈ ગયા, નેનુમેં બેસશે વૈશાખ સુદ બીજે નેવું-નેવું આ જડને જડને બેસશે હોં! આત્માને નહીં, આત્મા તો અનાદિ-અનંત પ્રભુ છે એનું આયુષ્ય કેવું? એને મુદત કેવી? આ તો જડ-માટીની (શરીરની) વાત છે આવું કામ