________________
૩૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પરિણામ શરીર આદિ આ હાલવું, ચાલવું એ શરીરના હોવાથી શરીરરૂપ જ છે. એ કર્મના પરિણામ-કર્મના પરિણામ તે કર્મરૂપ જ છે એ અને આત્માના પરિણામ તે આત્મારૂપ જ છે. આંહીં તો પરથી ભિન્ન બે બતાવવું છે ને? આહાહા!
બીજે પછી કહે જ્યારે કે પરિણામ છે તે પરિણામના છે. પરિણામ તે પરિણામીના દ્રવ્યના નથી. એ બીજી અપેક્ષાએ, એ તો પોતામાં ભેદ પાડવો છે. અહીં તો હજી પરથી ભેદ પાડવો છે. આહાહાહા! “પોતે જ છે અને પરના ભાવો છે તે પર જ છે” હવે કૌંસમાં આવે છે.
“પદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદૃષ્ટિ છે, ત્યાં આશંકા ઉપજે છે” આશંકા હોં, આપનું કહેવું ખોટું છે એમ નહિ, પણ મને તેમાં સમજણ પડતી નથી, એનું નામ આશંકા. “કે આ મિથ્યાત્વઆદિ ભાવો શી વસ્તુ છે?” મિથ્યાત્વ એને તમે પરદ્રવ્ય કીધું, અને એકકોર મિથ્યાત્વને પાછું સ્વદ્રવ્ય કીધું. મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે, તો પહેલા રાગાદિ ભાવોને પુગલના પરિણામ કહ્યાં હતા એ રાગદ્વેષ મિથ્યાત્વઆદિ બધાં પુદ્ગલના પરિણામ છે, એ ૫૦ થી ૫૫ ગાથામાં આવી ગયું'તું ને ૨૯ બોલમાં, મિથ્યાત્વઆદિ બધા પુદ્ગલના પરિણામ છે. વળી આંહીં કહો છો એ જીવના પરિણામ છે. આહાહા !
પહેલાં રાગ દ્વેષઆદિ ભાવોને પુદગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે. અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે, ભોગવે? જો પરિણામ રાગદ્વેષ પુદ્ગલના કહો તો એનું ફળ જીવને કેમ આવે? પ્રશ્ન સમજાય છે પહેલો? આવી વાતું હવે ઝીણી. માણસને સાધારણ એ ધર્મ શું ચીજ છે બાપુ એ કોઈ અલૌક્કિ વાત છે ભાઈ. આહાહા! અને આમાં સાંભળનારાય થોડા હોય આવા, આવા બધા એ પચાસ પચાસ હજાર ભેગાં થઈને આમાં શું સમજે, શું કહે છે આ, ઘડીકમાં કહે છે કે મિથ્યાત્વ ને રાગદ્વેષ જીવનાં પરિણામ છે, ઘડીકમાં કહે છે કે મિથ્યાત્વ ને રાગદ્વેષ પરિણામ પુદ્ગલના છે.
જો પુગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે કોઈ, પરનાં પરિણામ છે તો આત્માને એનો ભોગવટો શેનો હોય? સુખદુઃખને ભોગવે એ તો કર્મના પરિણામ છે. ઈ કર્મનું ફળ એ આત્મા કેમ ભોગવે? તમે તો સુખદુઃખને પણ પુદ્ગલના પરિણામ કહ્યાં'તાં. કહ્યું'તું ને? જો પુગલના છે તો પછી જીવને કેમ ભોગવાય, કેમ ઈ ભોગવે? સમજાણું કાંઈ ? તેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી, તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા, આ આશંકા, સમજનારની શંકા નથી, પણ આશંકા છે. સમજવા માટે આ પૂછે છે, તમારું કહેવું ખોટું છે એમ નહિ, પણ તમે જે કહેવા માગો છો એમાં મને સમજાતું નથી. ઘડીક કહો કે રાગદ્વેષ જીવના ને ઘડીક કહો રાગદ્વેષ જડના. રાગદ્વેષ જડના હોય તો વળી આત્માને ભોગવવાનું સુખદુ:ખ કયાંથી આવ્યું? આવો ઉપદેશ એટલે માણસને એ આશંકા દૂર કરવાને હવે આ ગાથા કહે છે આ આશંકા દૂર કરવાને ગાથા કહે છે.