________________
શ્લોક-૫૬
શ્લોક - ૫૬
(અનુમ્ ) आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः। आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ।। ५६ ।।
ફરીને વિશેષતાથી કહે છેઃ
શ્લોકાર્થ:-[ આત્મા] આત્મા તો [ સવા] સદા[ આત્મભાવાન્]પોતાના ભાવોને [ોતિ] ક૨ે છે અને [ પર: ] ૫૨દ્રવ્ય [પરમાવાન્] ૫૨ના ભાવોને કરે છે; [હિ] કા૨ણ કે [ જ્ઞાત્મન: માવા: ] પોતાના ભાવો છે તે તો [ આત્મા વ ] પોતે જ છે અને [પરસ્ય તે] ૫૨ના ભાવો છે તે [ પર: વ ] ૫૨ જ છે ( એ નિયમ છે. ). ૫૬.
પ્રવચન નં. ૧૭૭ શ્લોક નં. ૫૬
૩૬૭
તા.૨૪/૦૧/૭૯
आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावा: परस्य पर एव ते ।। ५६ ।।
‘આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે” ચાહે તો અશુદ્ધપણે પરિણમો કે શુદ્ધપણે પરિણમો એમ કહેવું છે આમાં તો હવે. સમજાણું કાંઈ ? આત્મા તો સદા પોતાના ભાવોને કરે છે. આહાહા! અશુદ્ધ ભાવોને પણ અહીંયા પોતાના કહ્યા અપેક્ષાએ, અને શુદ્ધભાવ પણ પોતાના એને કરે, પોતાના અશુદ્ધ શુદ્ધભાવને કરે, અને ૫દ્રવ્ય ૫૨ના ભાવોને કરે. આહા ! કર્મ શીરાદિ ૫૨દ્રવ્ય ૫રભાવોને કરે. કારણકે પોતાના ભાવો છે તે તો પોતે જ છે. અભેદ કર્યું જોયું ? ભલે અશુદ્ધ પરિણામ હોય પણ પોતાના જ છે, માટે પોતે જ છે એ. આહા ! ૮૭ ગાથામાં આવશે ને બેય, જીવ અજીવ બે પ્રકાર. આહાહાહા !
અજ્ઞાન અને રાગદ્વેષના ભાવ પણ જીવના છે, તો જીવ સ્વરૂપ જ છે, આત્માના છે તો આત્મસ્વરૂપ જ છે અને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના પરિણામ આત્માના છે, માટે તે આત્મા જ છે. અને કર્મના પરિણામ એ કર્મના છે માટે એ કર્મ જ છે, ૫૨દ્રવ્ય જ છે. આ શ૨ી૨ના પરિણામ શરીરના પરિણામ હોવાથી તે શરીરરૂપ જ છે. જેમ કર્મના પરિણામ બંધન થયા એ કર્મના પરિણામ એ કર્મ ૫૨દ્રવ્ય સ્વરૂપ જ છે. આહાહાહા ! કહો શાંતિભાઈ, સમજાય છે કાંઈ આમાં ? ઝીણું બહુ બાપુ. આહાહાહા ! એ વીતરાગ મારગ એમાંય દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે પોતાના હોં, આ વાણી કરી એ નહિ. આહાહાહા !
પરદ્રવ્ય ૫રભાવોને કરે છે. કારણ કે પોતાના ભાવો છે તે તો પોતે જ છે. એ વિકારી ભાવ મિથ્યાત્વ અને રાગદ્વેષ એ જીવના હોવાથી એ જીવ આત્મા જ છે ઈ, એમ કહે છે અને જડના