________________
શ્લોક ૫૫
૩૬૫ જીવ જ્ઞાનઘન છે” જ્ઞાનનો પિંડ છે. ઘન, ઘન, જ્ઞાનનો ઘન છે, પિંડ છે. એવો જે જ્ઞાનઘન છે, “માટે યથાર્થ જ્ઞાન થયા પછી,” જ્ઞાનઘન છે તેનું યથાર્થ જ્ઞાન થયા પછી, “જ્ઞાન કયાં જતું રહે ? જ્ઞાનઘન છે એ કયાંય જતું નથી. આહાહાહા ! તે જ્ઞાનઘન દ્રવ્ય સ્વભાવ ઘન છે, પિંડ છે એ કયાંય જતો નથી, પર્યાયમાંય આવતો નથી. એવો જે જ્ઞાનઘન એનો અનુભવ થતાં એ પર્યાય જ્ઞાન ક્યાં જાય? જ્ઞાનઘન જેમ કયાંય જાય નહિ એમ એનું જ્ઞાન થતાં પર્યાય પણ કયાંય જાય નહિ. આહાહાહા! શ્લોક બહુ સરસ છે. આહા!
અહીં લીટી હતીને દોઢ બે, મુકી દીધી પૂરું નહિ પડે કીધું કાલ, પણ એ એક વાત એવી છે કે અંતર વસ્તુ છે તેને દૃષ્ટિ પહોંચી જાય અને જ્ઞાનની પર્યાય તે દ્રવ્યને એકત્વ થઈ જાય, એ એકત્વ થયું એ હવે કહે છે કે રાગ હારે એકત્વ નહિ થાય. આહાહા! આવી વાત છે. સમજાણું કાંઈ ?
જ્ઞાનઘન છે માટે, યથાર્થ જ્ઞાન થયા પછી ઈ જેવું છે તેવું તેનું યથાર્થ જ્ઞાન થયા પછી, જ્ઞાન કયાં જતું રહે? થયેલું જ્ઞાન કયાં જાય? ન જાય, અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? ઝીણી વાત તો પડી, પણ ભાઈ ઘણી આવી વાત કદી કરી નથી. આ પહેલી વહેલી થઈ છે આ બધી. એના ઉંડાણમાં આ છે. સમજાણું કાંઈ ?
એ ઓલો એમ કહેતો કે એકવાર સમકિત પામે તો ફરીને મિથ્યાત્વ ન થાય એને એમ કહે કે એમ નહિ, મિથ્યાત્વ અજ્ઞાનમાં જાય તો પણ એને મિથ્યાત્વ ન થાય એમ કહે, એમ નહિ. આંહીં તો એ વસ્તુ છે મહાપ્રભુ જેનું મહાઅસ્તિત્વ સત્તા જ્ઞાનઘન છે એનો એકવાર અનુભવ થયો તો જેમ એ જ્ઞાનઘન કયાંય જતું નથી, તેમ તે જ્ઞાનઘનનો અનુભવ પ્રતીત થઈ સમકિત થયું એ હવે જતું નથી, એમ કહે છે. આહાહા! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે ભાઈ, આ તો અંતરની વાતું છે. આહા!
અને જ્ઞાન ન જાય તો અજ્ઞાનથી બંધ કયાંથી થાય?” એને બંધન જ હવે મિથ્યાત્વનું નથી કહે છે, અસ્થિરતાનું ભલે હોય એ હો. પણ ભૂતાર્થને પરિગ્રહણ, ભૂતાર્થ એક વસ્તુ છે આખી ચીજ મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ, પરમેશ્વર સ્વરૂપ એવો જે ભગવાન પરમેશ્વર સ્વરૂપ એને જેણે પર્યાયબુદ્ધિ છોડીને ભૂતાર્થ નામ છતો ત્રિકાળ તેનું ગ્રહણ કર્યું, જ્ઞાન કર્યું, અનુભવ્યું. એ ત્રિકાળી ચીજ છે, તેને અનુસરીને અનુભવ કર્યો, હવે કહે છે કે એ અનુભવ જશે નહિ, એ પડશે જ નહિ, એવી આંહીં તો વાત લીધી છે.
આસવમાં એક વિષય બનાવ્યો છે ઓલો શુદ્ધનય શ્રુતા એ, તે જ્ઞાન કરાવ્યું પણ વસ્તુસ્થિતિ, આચાર્યો તો કહે છે કે અમે અત્યારે આ રીતે કહીએ છીએ. અરે અહીંયા કહે છે કે અપ્રતિબદ્ધ શ્રોતા હોય પણ જો આ વાત તેને સમજવામાં અંદર અનુભવમાં આવે, ભલે પાંચમા આરાનો એ પ્રાણી હોય, પ્રાણી કોઈ પાંચમા આરાનો ચોથા આરાનો છે નહિ, આહાહાહા ! એ તો કાળાતિત વસ્તુ ભગવાન આત્મા, ત્રિકાળી જ્ઞાયકભાવ ત્રિકાળ જેને કોઈ કાળ લાગુ પડતો જ નથી. એવી ચીજને જેણે અંતરમાં અનુભવમાં લીધી, એનો અનુભવ હવે પડે એવો નથી.
સમ્યગ્દર્શન થયું એ હવે જવાનું નથી, એ સમ્યગ્દર્શન ભલે ક્ષયોપશમ હો, પંચમ આરાના પ્રાણીની વાત અહીં છે ને? આ કહેનારેય પંચમ આરાના સંત છે, એને સાંભળનારાઓ પણ થાય એવા એ, અહીંની એ વાત છે. આહાહાહા ! સમજાણું કાંઈ? “કદી ન થાય' હવે રાગની