________________
શ્લોક-૫૫
૩૬૩ એનો જે અભિપ્રાય કે આ પર મારાં એવો જે મિથ્યાત્વ, એને જે કરે, એ મિથ્યાત્વરૂપી ભાવ જે આત્માના સ્વભાવમાં નથી. એને એ મિથ્યાત્વને કરે “એવા પરદ્રવ્યના કર્તુત્વના મહાઅહંકારરૂપ પદ્રવ્યનો અહંકાર અને મિથ્યાત્વનો અહંકાર, એવા અહંકારના મહાઅહંકાર “અજ્ઞાનાંધકાર નr ઉચ્ચકૈઃ “દુર્વારમ્ કે જે ઉચ્ચક અત્યંત દુનિર્વાર છે.” અશક્ય નથી પણ દુનિર્વાર છે, આકરું છે ધીઠ. ધીઠાઈ દશા છે ધીઠ. મિથ્યાત્વને હું કરું છું અને પરદ્રવ્યને હું કરું છું એ ધીઠાઈ છે, એ એની અવળાઈ છે. એ અવળાઈ છોડવી એ કઠણ છે. દુનિર્વારનો અર્થ કઠણ. આહાહા !
આ સંસારતઃ એવ ધાવતિ” પણ એ ક્યારથી ચાલે છે? અનાદિ સંસાર “આસંસાર” એ અનાદિ સંસારથી મિથ્યાત્વ અને પારદ્રવ્યનો અહંકાર એને ચાલે છે. આહાહા! ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, એનું અહંપણું ન આવતા, પરદ્રવ્ય ને પરદ્રવ્યના કર્તાનો જે અભિપ્રાય એમાં એને અહંપણ આવે છે. આહાહા ! ભારે કામ આકરું આમાં.
આખો દિ' આ ધંધા કરવા શાંતિભાઈ ! ઝવેરાતના, છોકરાના આ હું કરું છું, છોકરાઓને હું સાચવું છું, વેપાર ધંધામાં ઠેકાણે પાડું છું, મારો અનુભવ જે છે એ છોકરાને આપું તો લોકો સહેલાઈથી ધંધો કરે. એવો જે મિથ્યાત્વભાવ એ ટાળવો ઘણો દુનિર્વાર છે, કેમ કે અનાદિથી છે એમ અનાદિથી અત્યાર સુધી છે. આહાહા! અનાદિ સંસારથી ચાલ્યો આવે છે.
આચાર્ય કહે છે અહો “ભૂતાર્થ પરિગ્રહણ” ભૂત છતો પદાર્થ ભગવાન શુદ્ધ આનંદકંદ ઘન છે એને “પરિગ્રહણ” સમસ્ત પ્રકારે જાણવું અને અનુભવવું. આહા... પરમાર્થનયનો એટલે કે શુદ્ધદ્રવ્યાર્થિકનયનું એટલે કે અભેદનયનું ચાર શબ્દ વાપર્યા છે. જાણીને પરિ એટલે સમસ્ત પ્રકારે ગ્રહાય જાણીને અથવા ત્રિકાળી જ્ઞાયકભાવ છે તેને વર્તમાનમાં સર્વથા પ્રકારે અનુભવીને અથવા એ પરમાર્થનયનો જે વિષય, ધ્રુવ ભૂતાર્થ દ્રવ્યાર્થિકનયનો વિષય, પરમાર્થ કહો કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે અભેદનય કહો, એને જાણવાથી, એને અનુભવવાથી, જે કાંઈ પરને હું કરું છું એવો મિથ્યાત્વનો જે અનુભવ છે તે દુનિર્વાર છે, અનાદિનો છે માટે.
પણ જો એકવાર પણ છતો ભગવાન આત્મા, પદાર્થ છે અતિ છે મહાસત્તા છે, દ્રવ્યાર્થિકનયના દ્રવ્યનું પ્રયોજન જેને એ નયનો વિષય છે. પરમાર્થ સ્વરૂપ છે, જેમાં પર્યાયનોય
ભેદ નથી એવો અભેદ ચીજ છે. એનો જો એકવાર અનુભવ કરવામાં આવે તો તો “એકવાર વિલય વજેત” એકવાર પણ નાશ પામે, તો “જ્ઞાન ઘનસ્ય આત્માનઃ” ભગવાન જ્ઞાનઘન જ્ઞાનનો પુંજ એવો જે ભગવાન આત્મા, ફરી “બંધનમ્ કિં ભવતે” ફરીને એકત્વબુદ્ધિ કેમ થાય હવે એને? અહીંયા અર્થમાં ક્ષાયિક સમકિત લેશે, પણ ખરેખર તો અહીંયા અપ્રતિહત ભાવ લીધો છે, જે ૩૮ (સમયસાર) ને ૯૨ ( પ્રવચનસાર) માં કહ્યું છે ને, એ લીધું છે. આહાહાહા !
આવો જે ભગવાન આત્મા અનાદિથી અજ્ઞાનના અંધકારમાં પડેલો પણ જો એકવાર જ્ઞાનસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એને પકડીને અનુભવ કરે તો તે ફરીને પડે નહિ, એ જ સમ્યગ્દર્શન ને જ્ઞાનથી અપ્રતિહત ભાવે કેવળજ્ઞાન લેશે એમ કહે છે. સમજાણું કાંઈ? આહાહાહા ! એકવાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધનમાં એકત્વબુદ્ધિ કેમ થાય? પછી રાગ અને પરની સાથેની એકત્વબુદ્ધિ થાય નહિ.
આમાં એક ભાઈ હતા ને એ, કેવા? નંદલાલજી હતા એક. આંહીં બે હજારમાં આવ્યા'તા