________________
શ્લોક-૫૫
૩૬૧ કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાન-અંધકાર, આકરું કામ છે-શરીરની ક્રિયા કરી શકે નહીં, આ કેન્સર થાય છે ને! લ્યો ને, એ દાકતર કેન્સરને કાપી શકે નહીં એમ કહે છે. એની પર્યાય ત્યાં થવાવાળી છે તો એને (કેન્સર) હોય છે કેમ માને ! આ ગળાનું કેન્સર, છાતીનું કેન્સર, આંખનું કેન્સર થાય છે ને ! આહાહાહા !
એ પરમાણું-પુદ્ગલ એ રીતની પર્યાયપણે થયા છે, એ પર્યાય કોઈ દવાથી રોકાઈ જાય છે એ (કેન્સરની) પર્યાય એવું નથી. દવાની પર્યાય ભિન્ન છે ને આ (રોગની) પર્યાય ભિન્ન છે. દવાની પર્યાયથી ત્યાં (શરીરના) રોગની પર્યાય મટી જાય છે, (એ) ભ્રમ છે અજ્ઞાનીનો ! છે? ( શ્રોતા – દવાથી મટી તો જાય છે) ઈ તો એની પર્યાય ત્યાં મટવાનો કાળ હતો માટે મટી જાય છે. આહાહાહા! આવું છે.
અજ્ઞાની જીવોનો પરદ્રવ્યનો હું કર્તા છું એવા પરદ્રવ્યના કર્તુત્વના મહાઅંધકાર રૂપઅજ્ઞાનઅંધકારરૂપ-આ તો દાખલો દાકતરનો ! દાકતર, (અરે લ્યોને !) વકીલ હો, ભાષા બરાબર કરીને પછી કાયદો કાઢે ને આ કરે ને કેસ જીતાવી દે લ્યો! રામજીભાઈ, કેટલાયને જીતાવી દીધા ! ધૂળમાંય જીતાડયા નથી કોઈને, ઘરનો દાખલો દેવાયને ! અરે, કોણ કરે ભાઈ ! ભાષા જ જ્યાં કરી શકે નહીં, તો પરનો કેસ જીવાડી શકે એ વાત કયાં છે બાપા. એ સૌની પર્યાય પરમાણુંની એનાથી થઈ છે. આહાહાહા !
કહે છે કે આવો જે અત્યંત દુનિર્વાર અજ્ઞાન અંધકાર! “નનું ઉચકૈ દુર્વાર”—ઉચ્ચકે એટલે અત્યંત દુનિર્વાર! પોતાના આત્મા સિવાય, બીજા આત્મા અને બીજા પરમાણુંઓ એનું (કાર્ય) હું કરી શકું છું, દિકરો મારો છે. (શ્રોતા - અનુભવનો લાભ તો આપવો જોઈએ ને!) અનુભવનો લાભ આપે ? અજ્ઞાનથી માને, પોતે પચીસ-પચાસ વરસથી ધંધો કર્યો હોય પછી નાના છોકરાઓને અનુભવ આપે કે જો આમ કરો-આમ કરો, એ બધાય ગપગપ છે બધીય, આહાહાહા ! મારગ જુદા બાપુ! આહાહાહા !
આંહી કહે છે, આત્મા પોતાના સિવાય, પર આત્મા અને પર શરીરને પોતાનું માને આ મારી સ્ત્રી (પત્ની) છે, આ મારા છોકરા છે, મારી છોકરી છે, આ મારા જમાઈ છે. અરેરે ! આ શું છે પ્રભુ! એ ચીજ શું તારી છે? અને હું પરને બીજા જીવોને ) નભાવી શકું છું, મારે દિકરો નથી તો દીકરીનો પતિ જમાઈને ( દિકરો) બનાવીને અહીં ઘેર રાખ્યું અને નભાવી શકું હુંય નભું ને એનેય નભાવી દઉં, બધું અજ્ઞાન છે, અંધકાર છે. (શ્રોતા- પૈસાદાર ભાગ્યશાળી કહેવાય છે ને !) એ ભાગ્યશાળીઓ બધા અજ્ઞાનીના પૂંછડા છે મોટા. કહો ચીમનભાઈ ?
મહા ઉદ્યોગપતિ, ઉદ્યોગ મેં બનાવ્યો( સ્થાપ્યો) કારખાનાં બનાવ્યા, ચારેકોર આ મેં કર્યું. આ મેં કર્યું ને એમ લાખો મનુષ્યોને નભાવ્યા, એ બધું અજ્ઞાન છે, પરની ( ક્રિયા) કરીને નભાવ્યા, એ તો મિથ્યાભ્રમ ને અજ્ઞાન છે. અરે, પ્રભુ આવું અજ્ઞાન અંધકાર અત્યંત દુર્નિવાર છે.
આસંસારઃ એવ ધાવતિ” અનાદિ સંસારથી ચાલ્યો આવે છે આસંસાર અનાદિથી. હું પરનો કર્તા છું અને પર મારું કરે છે એ તો અનાદિથી અજ્ઞાન ચાલ્યું આવે છે. (શ્રોતા મટાડવું કઠણ !) એ દુર્નિવાર કીધું ને ! અજ્ઞાનીને અધ્યાસ છે ને એ કારણે અત્યંત દુર્નિવાર છે, કેમ કે અનાદિ સંસાર ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કે, અહો ! “ભૂતાર્થપરિગ્રહણ'- પરમાર્થનયના