________________
૩૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૪ [સંસારત:વાવતિ] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [સદો] અહો![ મૂતાર્થgરિપ્રદે] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ ]િ જો [તત્ વાર વિનય વ્રનેત્] તે એક વાર પણ નાશ પામે [તત્] તો [જ્ઞાનાચ માત્મનઃ] જ્ઞાનઘન આત્માને [મૂય:] ફરી [વર્ધન વિભવેત] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? કદી ન થાય.)
ભાવાર્થ- અહીં તાત્પર્ય એમ છે કે અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી,દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યકત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે.મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. પપ.
પ્રવચન નં. ૧૭૬ શ્લોક નં. ૫૫
તા.૨૩/૦૧/૭૯ आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। ५५ ।। સરવાળો તો પાછો એમ કહેવો છે ને બધો, આ કર્તાકર્મ નથી ( એમ જાણીને) પણ પાછું કરવું શું? હવે એને (કહે છે ). “રૂદ' આ જગતમાં મોહ–અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું, પરદ્રવ્યોનું ભલું હું કરું છું-પરદ્રવ્યોને સુખી કરું છું-પરદ્રવ્યોને દુઃખી હું કરું છું પરને જીવાડું છું પદ્રવ્યોને નભાવું છું આ શેઠિયાઓ, એવા ઘણા હોયને પૈસાવાળા હોય ઘણાને નભાવેને! ધંધામાં નોકરોને નભાવે ! ઓલા કહેતા હતા, શાંતિલાલ ખુશાલ, (તેની પાસે) બે અબજ ચાલીશ કરોડ રૂપિયા-બે અબજ ચાલીશ કરોડ રૂપિયા એનાં બનેવી આપણે આવે છે ને પોપટલાલ લીંબડીથી, (સાળા પાસે) બે અબજ ચાલીશ કરોડ તો તેમણે કહ્યું શું હજી સુધી તમે રળવાના આવા મોટા પાપ કરો છો ! આવા-આવા બે અબજ રૂપિયા છે, અઢી અબજ રૂપિયા છે તમારી પાસે, (સાંભળીને ) એ કહે, શું અમે અમારા માટે કરીએ છીએ, લોકોને નભાવવા માટે કરીએ છીએ, આવો જવાબ આપ્યો, પાવર ફાટી ગયા !(શ્રોતા- શાહુકાર ન હોય તો ગરીબ નભે કેમ) ધૂળમાંય શાહુકરથી નભતા નથી, સૌ પોતપોતાની પર્યાયથી નભે છે.
(લ્યો!) પોપટભાઈને એવો જવાબ આપ્યો, એના બનેવીને, પોપટભાઈ નથી આવતા લીંબડીથી, આંહી બેસે છે. એણે (એને) કહ્યું આ શું હવે કેટલા પાપ કરો છો, હજારો માણસને આ બધું... તો શું આ અમે અમારા માટે કરીએ છીએ, હજારો માણસ નભે છે માટે કરીએ છીએ, આટલા તો અભિમાન અજ્ઞાનીઓના ! આ જીન-પ્રેસ ચલાવે ને (એમાં) હજારો માણસ કામ કરે ત્યાં એકદમ બધાને રોજી મળે આજીવિકા મળે, એને માટે કરે છે તું? મૂંઢ છે. આહાહાહા!
અજ્ઞાની જીવોનો પરદ્રવ્યનો હું કર્તા છું ‘રૂતિ મહારંવારરુપે તમ:_એવા પરદ્રવ્યના