________________
શ્લોક-પપ
૩૫૯ આત્મા રાગ પણ કરે ને કર્મ પણ રાગ કરાવે, એવું હોતું નથી. આહાહાહા ! એક દ્રવ્યના (પરિણામના) બે કર્તા હોતા નથી. અને.
“એક દ્રવ્યનાં બે કાર્ય ન હોય”—એક દ્રવ્યના (-પરિણામના) બે કાર્ય ન હોય, એક દ્રવ્યનું એક જ પરિણામ-કાર્ય હોય છે. એક દ્રવ્યના (-પરિણામના), બે કાર્ય-આત્મા રાગ પણ કરે ને કર્મનું બંધન પણ કરે એવું હોતું નથી, અને કર્મબંધન (પોતાનો) ઉદય પણ કરે અને આત્મામાં રાગ પણ કરે, એવું હોતું (થતું) નથી. આહાહાહા ! આવું ઝીણું! આહાહાહા!
અને “મેચ કે ક્રિયે ન”-એક દ્રવ્યની બે ક્રિયા ન હોય, એક જ દ્રવ્યની બે પલટવાની ક્રિયા હોતી નથી-આત્મા પોતાની પૂર્વ પર્યાયથી પલટીને રાગ કરે અને કર્મની પલટીનેપરમાણુની પર્યાય પલટીને કર્મની પર્યાયને પણ કરે એમ બે ક્રિયા થતી નથી. આહાહાહા... કેમ? “એકમ્ અનેકમ્ ન ચા” “એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ”- એક દ્રવ્ય પોતાના પરિણામ સહિત છે એ બીજાના પરિણામને ન કરે, માટે અનેક દ્રવ્ય(એક) ન થઈ જાય, “એકમ્ અનેકમ્ ન સ્યાત”—એક, અનેક હો તો એક બીજાના પરિણામને કરે પણ એક, અનેક( રૂ૫) થતા નથી, માટે પોતાના પરિણામ તો કરે, પરના પરિણામ) કરે નહીં. આહાહાહા ! છે?
ભાવાર્થ- આ પ્રમાણે ઉપરના શ્લોકોમાં નિશ્ચયનયથી અથવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુસ્થિતિનો નિયમ કહ્યો. નિયમ અર્થાત્ મર્યાદા કહી. વસ્તુની એ મર્યાદા છે. –આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે. (શું કહે છે?) શરીર(ની ક્રિયા હું) કરું, દેશની સેવા કરું, દુઃખી ને હું મદદ કરું, આહાર-પાણી દઉં, ઓસડ (દવા) દઉં બીજાને. આહાહા! એ અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું (અજ્ઞાન છે) આહા ! એ અજ્ઞાન છે. “જો એ પરમાર્થનયના ગ્રહણથી” હવે એનો સરવાળો લીધો પાછો કે આ બધું કહીને કરવાનું શું છે? તે જો એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે” ફરીથી અજ્ઞાન થતું નથી. આહાહા.... (કહે છે) શ્લોક-પપ
( શ્લોક - ૫૫ )
(શાર્દૂનવિદ્રહિત) आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।।५५।। આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તાકર્મપણાનું અજ્ઞાન છે તે જો પરમાર્થનયના ગ્રહણથી એકવાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છે -
શ્લોકાર્થ-[૩૬] આ જગતમાં [ મોદિનામ] મોહી (અજ્ઞાની) જીવોનો [પર અદમ ફર્વે] પરદ્રવ્યને હું કરું છું [તિ મદદઠ્ઠIRાં તમ:] એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [નનું ૩: ૬૨] કે જે અત્યંત દુર્નિવાર છે તે