________________
શ્લોક-પ૩
૩૫૭ પરિણામનો કર્તા હતો એ કર્તા છૂટી જાય છે. આહાહાહા !
કલકત્તા ને મુંબઈ ને દિલ્હી ને આમાં શું આ બધું માંડી કરે છે. આખો દિધમાલ ધમાલ હાલતી હોય આમ હજારો મણના કપડાનાં ઢગલા મોટા શું કહેવાય? તમારા ખટારા છે ને મુંબઈમાં, ખટારા ભરી-ભરીને કપડાં(કાપડ) હોય છે ને, દુકાનમાં ઉતારે ને, મોટા ખટારા ભરેલા હોય કપડાથી ને (દુકાનમાં મૂકે ) કાપડની બજારમાં પછી, આંહી છે ને સીમંધર સ્વામી ભગવાનનું મંદિર છે પછી આમ જતાં આવે છે, મોટા મોટા ખટારા કપડાથી ભર્યા હોય, ઉતારતા હોય ને નાખતા હોય. આહાહાહા ! અરેરે ! એ (ખટારા) ઉપરનું કાપડ જે છે એ નીચે ઊતરે છે એ એની પર્યાય બદલાવવાની કરવાવાળા એ પરમાણું છે, આદમી-મજૂર એમ માને કે મેં આ ઉપરથી નીચે (માલ) ઊતાર્યો-એ પર્યાય મેં કરી, તો એ પર્યાય વિનાનું (પરમાણું ) દ્રવ્ય રહ્યું ! બહુ આકરી વાત ! આહાહા!
આ ખોંખારો થાય છે ને ! એ પરમાણુની પર્યાય છે પણ એ પરમાણુંથી (થયેલો) ખોંખારો મારાથી થયો, આત્માથી તો એ પરમાણું પર્યાય વિનાનું દ્રવ્ય રહી ગયું. (શ્રોતા : પણ ઇચ્છા તો કરીને) ઈ તો મેં ન કહ્યું, કહ્યું ને કે એ ઇચ્છાનો કર્તા પણ આત્મા નહીં પરમાર્થથી તો સમજાણું કાંઈ..? પણ ઈચ્છા થઈ, આ ઈચ્છા થઈ તો બળખા બહાર નીકળે છે, એવુંય નથી-બિલકુલ નથી. બહું આવું ગયું! કહો, પંડિતજી? છે? આ ઘૂંક છે ને થંક! મોઢામાંથી અમી ઊતરે છે ને નીચે (પેટમાં જાય છે ને!)એ આત્મા વૃત્તિ (કરે) ઇચ્છા કરે એટલે આ ઘૂંકને નીચે ઉતારી શકે-એ બે ક્રિયા આત્મા કરી શકે નહીં. આહાહાહા ! (શ્રોતા:- એ ઘૂંકની ક્રિયા કોણ કરે?) શેની? થેંકની ક્રિયા એ પરમાણું કરે નીચે ઊતરવાની એ ઇચ્છા કરે કે હું નીચે ઉતારું-એમ છે નહીં. અમી આવે છે ને અમી મુખમાં એ અમી, આત્મા (નીચે) ઉતારી શકતો નથી. આહાહાહા ! એમ કર્મ છે એ આત્માને ઇચ્છા કરાવી શકાતા નથી. આહાહાહાહા ! ઈ શું કીધું? મીઠાશ, અમી-અમી પરમાણું ઊતરે છે તો એણે ઇચ્છા કરી ને આ અમી ઊતરવાની ક્રિયા થઈ એમ છે નહીં. ઝીણી વાત ભાઈ !
જેવા ભિન્ન તત્વ છે એવું ભિન્ન તરીકે ન માને અને એકમેક (માને) એની ક્રિયા આ કરે ને આની ક્રિયા તે કરે તો તત્ત્વ ભિન્ન રહેતા નથી, (તત્ત્વનો દ્રવ્યોનો) નાશ થઈ જાય છે, આની તારી શ્રદ્ધા વિપરીત છે. આહાહાહા ! આવી વાત છે.
જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યોનો લોપ થઈ જાય.” પહેલાં આવ્યું'તું ને પહેલામાં આવ્યું'તું ઓલામાં ૮૬ની ટીકામાં આવ્યું'તું ઓલી કોર જુઓ, છે ને? ૮૬ ની ટીકાનો ભાવાર્થ, તેની છેલ્લી લીટી-“જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય- એ મોટો દોષ ઊપજે.”-એ (ગાથા) ૮૬ની ટીકાનો ભાવાર્થ (છેલ્લી લીટી છે) સમજાણું કાંઈ...? એકાવન કળશની ઉપર ભાવાર્થ, ટીકાનો ભાવાર્થ છે, સમજાણું કાંઇ? એ ટીકાના ભાવાર્થમાં કહ્યું હતું ને આ કળશના ભાવાર્થમાં કહ્યું! ઝીણી વાત ભાઈ ! શાંતિથી આ તો ટીકાનો છે ને ભાવાર્થ છેલ્લે ભાવાર્થ છે ને એની ચોથી લીટી(છેલ્લે) “જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે.”
એક આત્મા, શરીરને વાણી ને ખાવા-પીવાની બધાની ક્રિયા કરે તો એ પરિણામનો