________________
૩૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ પર્યાય વિનાનું દ્રવ્ય ત્યાં રહી ગયું– ( શ્રોતા :- કર્મના ક્ષયોપશમથી તો કામ થાય છે) કર્મના ક્ષયોપશમથી બિલકુલ નહીં, એ જ વાંધા છે ને !
કર્મ છે તે પોતાની પર્યાયમાં કર્તા છે અને આંહી ક્ષયોપશમની પર્યાય આત્મા પોતાનાથી કરે છે, કર્મનો ઉઘાડ થયો તો અહીં વિકાસ થયો, એવું બિલકુલ નથી. મોટો વાંધો હતો ને એ, તેરની સાલ, બાવીસ વર્ષ પહેલાં. આહાહાહા ! કર્મનો ક્ષયોપશમ થાય તો... ક્ષયોપશમ એટલે ? એ તો કર્મની અવસ્થા છે જડની, એને લઈને આંહીં જ્ઞાનની પર્યાયનો વિકાસ થયો હોય તો એ કર્મની પર્યાય પણ થઈ અને આ વિકાસ એનાથી થયો, તો આ પર્યાય વિનાનું દ્રવ્ય ( આત્મદ્રવ્ય ) રી ગયું. રતિભાઈ ? આ તો ન્યાયથી પકડાય છે. ભાષા ભલે સાદી હોય પણ.... આહાહાહા ! “કર્મ બિચારે કૌન, ભૂલ મે૨ી અધિકાઈ,
4
અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.”
આહાહાહા ! કર્મ કર્મની પર્યાય કરે, આત્મા આત્માની પર્યાય અજ્ઞાનભાવે રાગની કરે, અજ્ઞાનભાવે, જ્ઞાનભાવે તો રાગ આવે છે અને તો જ્ઞાનમાં શેય બનાવે છે એ જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયે કરે ને રાગ પણ કરે એવું છે નહીં. આહાહા ! ઝીણી વાત આવી ગઈ વળી, એ તો જ્ઞાન આંહીં ઈ વાત ( અત્યારે આમાં ) નથી. આંહીં તો ફક્ત પરિણામ, ( પરિણામીથી થાય છે ) શુદ્ધ કરે કે અશુદ્ધ, એ પરિણામ એનું પોતાનું છે બસ ! ૫૨ના પરિણામ ૫૨માં થાય છે.
૫૨ના પરિણામથી પોતાનામાં અશુદ્ધતા થઈ મિથ્યાત્વ પરિણામ થયા જીવમાં તો એ દર્શનમોહનો ઉદય થયો તેથી મિથ્યાત્વ પરિણામ થયા, તો મિથ્યાત્વ પરિણામ જે છે એ શ્રદ્ધાગુણની વિપરીતપર્યાય છે તો જો એ પર્યાય પ૨ે (દર્શનમોઢે ) કરી, તો આ પર્યાય તો રહી નહીં, પર્યાય વિનાનો ગુણ નહીં ને ગુણ વિનાનું દ્રવ્ય નહીં. આહાહાહા ! આવું હવે માનવું, આમાં ક્યાં?
કર્મનો એવો તીવ્ર ઉદય આવે, જે મોક્ષમાર્ગમાંય એમ કહ્યું છે, કે તીવ્ર ઉદય હોય તો પુરુષાર્થ નહિ કરી શકે, મંદ ઉદય હોય તો કરી શકે, એ તો કઈ અપેક્ષા ? તીવ્ર વીતરાગભાવ છોડીને તીવ્રવિકાર આત્મા કરે તો એ વખતે કર્મના ઉદયને ઉદય કહેવામાં આવે છે, અહીં તો તીવ્ર કરે માટે ત્યાં તીવ્રનો ઉદય, એવું છે નહીં. કર્મનો ઉદય અંદર મંદ હોય અને વિકાર તીવ્ર કરે, એ તો પોતાથી કરે છે ને! કર્મનો ઉદય તીવ્ર હોય અને અહીં અંદર રાગની મંદતા કરે એ પોતાનાથી ( આત્માથી ) છે, ૫૨થી બિલકુલ નથી. આહાહાહા ! આવું છે.
ધર્મ સમજવો હોય તો દરેકની પર્યાય પોતાનાથી થાય છે, કોઈની પર્યાય (બીજી) કોઈથી નથી થતી એવું સમજીને પછી દ્રવ્યદૃષ્ટિ કરવી. એ રાગનો પણ કરવાવાળો હું છું એ પણ છોડી દેવું પડે પછી. રાગના પરિણામ હું કરું છું મારા પરિણામ મારા છે અને કર્મ રાગ કરાવતું નથી, એટલા નિર્ણયમાં તાત્પર્ય પછી, એવું છે કે રાગની પર્યાય પણ મારી નહિ, હું તો શુદ્ધ ચૈતન્ય છું, એની વિકારી પર્યાય કેમ હોય ? આહાહાહા ! સમજાણું કાંઈ... ? આહાહા !
પહેલાં તો રાગનો કર્તા હું છું, કર્મ એનો કર્તા નથી, એવો નિર્ણય કરીને, તાત્પર્ય શું એમાં આત્માને લાભ શું ? કે રાગનો કર્તા હું છું એ મારી વિપરીત પર્યાય છે તો મારો સ્વભાવ વિપરીત નથી, મારી ચીજ તો નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્ય પ્રભુ છે, એવી દૃષ્ટિ થઈ કે રાગના