________________
શ્લોક-૫૩
૩૫૫
રહ્યા, પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું જ નથી, ( તો તો ) નાશ થઈ જાય છે. ન્યાય સમજણમાં આવે છે? આવો મારગ છે!
આ ગાથાના કળશો ઘણાં ઊંચા છે. કહો, રતિભાઈ ? આ ચશ્મા ચડાવો છોને આમઆમ હાથ કરતાં કરતાં ( કહે છે અહીંયા કે ) એમ છે નહીં, એવું કરી શકતા નથી. એમ કહે છે. જુઓ, ચશ્માની પર્યાય આમ છે ને આમ થાય છે એ આંગળી કરે તો એ (ચશ્માની ) પર્યાય આંગળીએ કરી, તો આ ( ચશ્માના ૫૨માણું ) પર્યાય વિનાના એ દ્રવ્ય રહી ગયા, તો દ્રવ્યનો નાશ થઈ જશે. ચીમનભાઈ ! ૫૨ની દયા પાળી શકે તો પરની દયાની પર્યાય જે છે તો એનાથી એમાં (પર્યાય ) થઈ, આણે કરી તો એ પર્યાય વિનાનું દ્રવ્ય ત્યાં રહી ગયું ! શું કીધું ? સમજાણું કાંઈ.... ?
૫૨ (જીવ ) છે. શરી૨ ને આત્મા ભિન્ન (ભિન્ન ) છે. તો એ (૫૨ જીવને ) જીવતું રાખે છે–૫૨ ( ઉ૫૨ ) રાગ થયો તો હું ( એ જીવને ) જીવતો રાખું છું ( તેમાં ) એની પર્યાય આ રાગે કરી, તો એ પર્યાય વિનાનું દ્રવ્ય રહી ગયું, તો પર્યાય વિનાનું દ્રવ્ય નાશ થઈ જશે. આહાહા ! (શ્રોતાઃ- એ ભાગીદાર થઈને કરે ને !) એ જ કહે છે, ભાગીદાર (થઈને ) ક૨ે પર્યાયનો તોય નાશ થઈ ગયો. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, આત્મા અને કર્મ, જો આત્મામાં રાગનું કાર્ય, કર્મ કરે તો રાગની પર્યાય તે સમયની છે, પર્યાયનો ત્રિકાળ પર્યાયનો અંશ ગુણ છે અને ગુણનો પિંડ તે દ્રવ્ય છે. તો એ રાગ કર્મે કર્યો તો રાગની પર્યાય વિનાનું ( આત્મ ) દ્રવ્ય રહી ગયું. ત્રણ કાળની પર્યાયનો પિંડ તે ગુણ છે ને અનંતગુણનો પિંડ દ્રવ્ય છે. તો (પર્યાય વિના તો ) દ્રવ્ય રહ્યું નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ..... ? આકરી વાત ભાઈ ! જ્યાં ત્યાં અહંકાર, અહંકાર, અહંકા૨ ! અમે કર્યું – અમે કર્યું – અમે કર્યું ! જીવને આમ આમ અનાદિથી.....
‘આત્મધર્મ’ બનાવે છે ને. લ્યો ! આત્મધર્મ પુસ્તક શું કહેવાય એ ? માસિક (પત્ર ) એ ? માસિક ( પત્ર ) એ આત્મધર્મના ૫૨માણુંની પર્યાય, બીજો આત્મા કહે કે મેં બનાવી, બરાબર અક્ષ૨ સ૨ખા કરીને, તો એ ૫૨માણુંની જે પર્યાય છે એ તેં કરી તો એ તો એ પર્યાય વિનાના દ્રવ્ય રહ્યા, એ દ્રવ્યોનો તો નાશ થઈ જશે. (શ્રોતાઃ- ૫૨માણુંએ શું કર્યું ) ૫૨માણુંએ કર્યું કાંઇ નહીં. આણે કર્યું તે તો એ પર્યાય વિનાના દ્રવ્ય રહી ગયા, તો ( એ ૫૨માથું દ્રવ્યનો ) નાશ થઈ જશે. આહાહાહા ! ( શ્રોતાઃ- કોઈ કોઈને સહકાર ન કરી શકે એમ થયું!) કાંઈ કરી શકે નહીં ત્રણકાળમાં ! કહો, મલુકચંદભાઈ ? સંભળાય છે કે નહીં આ ? આહાહાહા ! ભારે કામ ભાઈ ! શું સિદ્ધાંત મુક્યો !!
જે એક તત્ત્વ છે એ બીજા તત્ત્વના પરિણામ એનાથી થાય છે એમ નહીં, થઈને તારાથી થયા, તો પરિણામ વિનાનું એ દ્રવ્ય પરિણામી રહેતું નથી. આહાહાહા ! કોણ કોણ આવ્યા છે ? જયંતીભાઈ અને હસમુખભાઈ આવ્યા છે. ઠીક ! આહાહાહા ! અરે આવું કયાં છે ભાઈ !?
આત્મા એમ માને કે મેં ઉપદેશ કર્યો, તો (તેમાં ) ઉ૫દેશની પર્યાય ૫૨માણુંની છે એ આત્માએ કરી, તો પર્યાય વિનાના શબ્દ રહી ગયા, પર્યાય વિનાના પરમાણું રહ્યા, એ પણ જૂઠ છે અને પરમાણુંની પર્યાય (ભાષાની-શબ્દની ) થઈ તો સાંભળવાવાળાને જ્ઞાન થયું, ૫૨માણુંની ભાષા આવી ને ત્યાં જ્ઞાન થયું, તો ત્યાં પર્યાય છે (જ્ઞાનની ) એ આમ ભાષાએ કરી, તો એ