________________
શ્લોક-પ૩
૩૫૩ વિનાનું (એ પરમાણું ) દ્રવ્ય થયું તો પર્યાય વિનાના દ્રવ્યનો નાશ થઇ જશે. આહાહા ! સમજાણું કાઈ....?
(૫) આ આંગળી છે એની આ અવસ્થા (વાંકી-સીધી થવાની) એ પરમાણું કરે છે ને જો એ આત્મા કરે તો એ પરમાણું પર્યાય વિનાના થયા, પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી. (તેથી પર્યાય વિનાના) દ્રવ્યનો નાશ થઈ જાય છે. આવું ઝીણું! લોકોને તો દયા પાળો! વ્રત કરો! ભક્તિ કરો! આહાહાહા !
બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે” – આ સર્વથા ઉપર વજન છે. એક પરમાણું બીજા પરમાણુંથી તદ્દન ભિન્ન છે, એક આત્મા કર્મના પરમાણુંથી તદ્ન ભિન્ન છે, કર્મના પરમાણું આત્માથી તદ્ન ભિન્ન છે. આહાહાહા ! એક પરમાણુંમાં ચાર ગુણ લૂખાશની પર્યાયની દશા હો, અને બીજા પરમાણુંમાં છ ગુણની હો, તો બંન્ને મળીને છ ગુણ લૂખાશ થઈ જાય છે, એવું નથી. છ વાળો (પરમાણું ) છે એણે છ કરી (બીજા પરમાણુંની પર્યાય તો) આ છની પર્યાયવાળાનું દ્રવ્ય (પરમાણું) પર્યાય વિનાનું રહી ગયું, પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું નથી. સમજાણું કાંઈ.....? વિરચંદભાઈ ? આવું ઝીણું છે. જગતથી ભારે આકરું કામ! આ તો જ્યાં હોય ત્યાં અમે કરીએ.અમે કરીએ.
આહા ! આત્મા અને એક પરમાણું અને એક પરમાણુંને બીજાં પરમાણું, બન્ને વસ્તુઓ છે એ સર્વથા ભિન્ન જ છે. -સર્વથા ભિન્ન છે. આત્મા અને અહીં કર્મ જે છે એ (બન્ને) સર્વથા ભિન્ન છે. કથંચિત્ એક છે ને કથંચિત્ ભિન્ન છે એવું છે નહીં. આહાહા ! “પ્રદેશભેદવાળી જ છે” - દરેક ચીજ, પોતાના પ્રદેશ જે અંશ ક્ષેત્રનો છે, એથી બધા પોતાના પ્રદેશવાળી (ચીજ) છે. આત્માના પ્રદેશ આત્મામાં છે, પરમાણુંના પ્રદેશ પરમાણુમાં છે. “બન્ને એક થઈને પરિણમતા નથી” – બે દ્રવ્ય એક થઈને બદલવાની ક્રિયા થતી નથી. જેમ (માટીના) પિંડમાંથી પલટીને જેમ ઘડો થાય છે, એ ક્રિયા પિંડની ક્રિયા બદલવાની માટીની જ છે. કુંભાર (ઘડો ઘડે છે) એ પિંડમાંથી ઘડાની પર્યાય (કુંભાર) કરે-બદલાવે તો એ બદલવાની પર્યાય વિનાનું માટીનો પિંડ રહ્યો! પર્યાય વિનાનું દ્રવ્ય તો નાશ થઇ જશે. લોજિકથી તો છે પણ ઝીણી વાત છે ને ભાઈ ! આહાહાહા! બહુ સરસ વાત છે. બન્ને એક થઈને પરિણમતા નથી, “એક પરિણામને ઉપજાવતી નથી”—બે પદાર્થ એક પર્યાયને ઉત્પન્ન કરતા નથી.
બે દ્રવ્યો છે એ પોત-પોતાના પરિણામને કરે પણ બે દ્રવ્ય મળીને એક પરિણામને કરે એવું થતું નથી. અને “તેમની એક ક્રિયા હોતી નથી” એવો નિયમ છે –એવી વસ્તુની મર્યાદા છે. વસ્તુ પોતાની મર્યાદામાં પોતાની પર્યાય કરે છે (પરંતુ) પોતાની મર્યાદા છોડીને પરની (પર્યાયને) કરે અને પરથી પોતાના પરિણામ થાય, એવી વસ્તુની મર્યાદા છે નહીં. (શ્રોતાઃકોઈને પરનું કામ કરવામાં મદદ ન કરે?) કોણ કરે ધૂળ કરે, મદદ કોણ કરે. ભિન્ન ભિન્ન પદાર્થ કોણ મદદ કરે કોઈનું કોઈ કરી શકતું નથી. ઝીણી વાત છે ભાઈ !
આ કપડું છે ને કપડું એમ એમ ( ઊડ) છે ને! એની ક્રિયા (શું) હાથ કરે? જો હાથ કરે એની (કપડાંની) પર્યાય તો એ દ્રવ્ય પર્યાય વિનાનું રહી ગયું! એ તો એની પર્યાય છે એ તેના પરમાણુંથી થઈ છે એ (હલાવવાની) પર્યાય હાથથી થઈ હોય તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ