________________
૩૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪ શુધ્ધનયના અભેદનયથી ગ્રહણ કરવાથી એક વાર ભૂતાર્થ આત્માના અનુભવ કરવાથી એ ભૂતાર્થ હું આનંદસ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ છું એ ભૂતાર્થ છતીચીજ છે. આ છતી ચીજ ત્રિકાળી આનંદકંદ પ્રભુ ભૂતાર્થ પરિગ્રહણ એ પૂર્ણપદાર્થ આત્મા, એનો “પરિ' એટલે સમસ્ત પ્રકારે અનુભવ કરવાથી “ભૂતાર્થ પરિગ્રહણ છે ને ! પરમાર્થનયનું ગ્રહણ કરવું-ગ્રહણ એટલે અનુભવ કરવાથી, આત્મા આનંદસ્વરૂપ છે-જ્ઞાનસ્વરૂપ છે, એનો એકવાર અનુભવ કર ! અજ્ઞાનનો નાશ થઈ જશે. આહાહા ! ભારે વાતું ભાઈ !
ભૂતાર્થ પરિગ્રહણ”—છતો પદાર્થ ભૂતાર્થ છે ને! અગિયારમી ગાથા ભૂવમસ્તિો વનું’ ત્રિકાળી જ્ઞાયકભાવ, અનંત અનંત ગુણનો પિંડ, એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ ! એવો અનંતગુણોનું એકરૂપ વસ્તુ ભગવાન (નિજાત્મા !) એનું એક વાર પરિગ્રહણ આખી ચીજ છે એને પરિ નામ સમસ્તપ્રકારે અનુભવ કરવાથી, -પરનું તો કરી શકતો નથી, પણ રાગને પણ કરી શકતો નથી, એવો(શુદ્ધાત્મા) પરિગ્રહણ કરવાથી, સમ્યગ્દર્શનમાં ભૂતાર્થ પરિગ્રહણ ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ કરવાથી, સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ....?
અને ખૂબી તો એ છે કે “ભૂતાર્થ પરિગ્રહણ–પરમાર્થનયનું એટલે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનુંઅભેદનું ગ્રહણ-અનુભવ કરવાથી, વસ્તુ અભેદ અખંડ આનંદકંદ છે એનો એક વાર અનુભવ કરવાથી. અહો ! જો એકવાર ‘તત્ વારં વિલયં વ્રનેત' તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય?–એક વાર પણ નાશને પ્રાપ્ત થાય આત્મા, તો ફરીથી મિથ્યાત્વ કેમ થાય-અજ્ઞાન કેમ થાય? એવું જોર આપ્યું છે, આવો આત્મા જ અહીં લીધો છે. સમજાણું કાંઈ...? આહાહાહા ! ગાથા-૩૮માં લીધું તું ને એ જ શૈલી આંહી લીધી છે. આહાહા.......
પરદ્રવ્યનો અહંકાર અને પરદ્રવ્યના નિમિત્તના સંગમાં થયેલો રાગ, એ ભૂતા-ત્રિકાળી જ્ઞાયકભાવને પકડવાથી, એ રાગને (અનાદિથી) પકડયો છે ને હું પરનો કર્તા છું એ (કર્તાભાવઅહંકાર) છોડીને આત્મા ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે (તેનો) એક વાર પણ ભૂતાર્થથી અનુભવ કરવાથી, એક વાર પણ વિલય વજેત'...એકવાર જો અજ્ઞાનનો નાશ થયો (તે) જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? (ન થાય.) અપ્રતિહતભાવ બતાવે છે. વિશેષ કહેશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૭૭ ગાથા-૮૭ શ્લોક-૫૫-૫૬
તા. ૨૪/૦૧/૭૯ બુધવાર પોષ વદ-૧૧ શ્રી સમયસાર-પ૫ કળશ છે ફરીને.
આ જગતમાં “ઈહુ” ને “મોહિનામ” “અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું,” શરીરની ક્રિયા હું કરું, પરને સુખી દુઃખી કરું છું. આ કુટુંબ દિકરા-દિકરી સ્ત્રી મારાં એવો જે મિથ્યાત્વભાવ તેને એ કરે છે, પરદ્રવ્યને હું કરું છું, એટલે કે મિથ્યાત્વભાવને કરું છું, મિથ્યાત્વભાવ એ ખરેખર પરદ્રવ્ય છે. આહાહાહા! આ કુટુંબ કબીલા આદિ મારાં, સ્ત્રી કુટુંબ પરિવાર મારાં, વેપાર મારો, ધંધો મારો, કર્મ મારાં, અરે રાગદ્વેષના પરિણામ પણ ખરેખર મારાં, એવું જે પરદ્રવ્ય સ્વરૂપ તેને પોતાનું માને અથવા