________________
૩૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એક્તા તૂટી એ કદી એક્તા ન થાય, સ્વભાવની એક્તા થઈ એ હવે એક્તા કદી ન જાય, આહાહાહા ! આવું જોર છે.
ભાવાર્થ-“અહીં તાત્પર્ય એમ છે કે આ ટીકાનું નામ તાત્પર્ય છે કે આ તો સમયસાર છે, પ્રવચનસાર તાત્પર્યવૃત્તિ. આહાહાહા! “અજ્ઞાન તો અનાદિનું જ છે” તાત્પર્ય એમ કહેવું છે કે હવે અજ્ઞાન તો રાગની એકતાબુદ્ધિ તો અનાદિની છે. પરંતુ પરમાર્થનયના ગ્રહણથી પરમાર્થ પદાર્થ ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા, એને ગ્રહણથી, એને જાણવાથી એટલે કે એને અનુભવવાથી, દર્શનમોહનો નાશ થઈ એકવાર યથાર્થ જ્ઞાન થાય, જે જ્ઞાતા છે તેનું યથાર્થ જ્ઞાન એકવાર થાય, ક્ષાયિક સમકિત ઉપજે તો એમ લીધું છે જરી, ફરીને પડે નહિ ને અત્યારે પંચમઆરાના પ્રાણી ક્ષયોપશમ જ્ઞાની છે, ક્ષયોપશમ સમકિત છે, એટલે એણે જરી આમ લીધું છે અર્થકારે, ફરી મિથ્યાત્વ ન આવે. આહાહાહા !
આંહીં તો ક્ષયોપશમ સમકિત થયું એ પણ હવે ફરી પડે નહિ, એમ જોર છે. એકવાર યથાર્થ જ્ઞાન થઈને સમજે તો મિથ્યાત્વ ન આવે. “મિથ્યાત્વ નહીં આવતા, મિથ્યાત્વનો બંધ પણ ન થાય” ઓલું આવ્યું'તું ને, બંધ ક્યાંથી થાય? એ બંધની વ્યાખ્યા કરી. એને મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને આ “પરંઅહં” છે ને ભાઈ, “પરંઅહં' કુર્વ, પારદ્રવ્યને હું કરું છું, ત્યારે આણે વળી એવું લીધું છે કળશ ટીકાકારે કે મિથ્યાત્વ છે એજ પરદ્રવ્ય છે પરંનો અર્થ એવો કર્યો છે. આહાહા! સ્વદ્રવ્ય સ્વરૂપ જે છે, તેનાથી વિરુદ્ધ માન્યતા જે છે, એ પરદ્રવ્ય સ્વરૂપ છે, એ સ્વદ્રવ્ય સ્વરૂપ નથી. અને પરદ્રવ્યસ્વરૂપ જે મિથ્યાત્વભાવ એને સ્વદ્રવ્યસ્વરૂપના અનુભવથી એકવાર નાશ કર્યો, તે સ્વદ્રવ્ય સ્વરૂપનો અનુભવ કયાં જાય? આહાહા! ઓહોહો! આવી વાત, દિગંબર આચાર્યો સિવાય આવી વાત કયાંય નથી હૃદયના ઉમળકા કાઢયા છે. આહાહાહા !
અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ખરેખર તો મિથ્યાત્વ એ જ સંસાર છે. આવે છે ને? આસવમાં મિથ્યાત્વ એ સંસાર છે. પછી અવ્રત ને પ્રમાદ એ તો અલ્પ સ્થિતિ અને અલ્પ રસનો સંસાર એને ગૌણ કરી નાખ્યો છે. આહાહાહા ! જેમ સમ્યગ્દર્શન ને જ્ઞાન ને ચારિત્ર જેમ મોક્ષ છે, એમ મિથ્યાત્વ એ સંસાર છે. શું કીધું? જેમ ભૂતાર્થ ભગવાન આત્મા એનો અનુભવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર એને ભગવાને મોક્ષ કહ્યો છે, એ મોક્ષ છે અથવા ભગવાન આત્મસ્વરૂપ છે તે મુક્ત સ્વરૂપ જ છે. “મુક્ત એવ', મુક્ત સ્વરૂપ છે તેની મુક્ત દશા પ્રગટે છે મોક્ષમાર્ગની, તો એ સ્વદ્રવ્ય છે, સ્વદ્રવ્ય મુક્ત છે, તો સ્વદ્રવ્યની મોક્ષમાર્ગની દશા પણ મુક્ત છે, અને મિથ્યાત્વ છે, એ સંસાર છે, એ પરદ્રવ્ય છે, એ સંસાર છે. આહાહાહા! સમજાણું કાંઈ ?
“ન જ રહે મોક્ષ જ થાય”, જ્ઞાનઘન ભગવાન પ્રભુ આત્મા એનો ઘનનો જ્યાં અનુભવ થયો તો ઘન (જેમ) કયાંય જાય નહિ તેમ અનુભવ કયાંય જાય નહિ, એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ. લ્યો એ વાત થઈ, અડધો કલાક થઈ, આ મુદ્દાની વાત છે. આ વાર્તા કથા નથી આ તો ભગવસ્વરૂપ પ્રભુ ભગવત્ સ્વરૂપ કયાં જાય? એમ ભગવત્ સ્વરૂપનો અનુભવ કયાં જાય? આહાહાહા! ભગવાન સ્વરૂપનું જ્યાં એકત્વ થયું, હવે એને ફરીને રાગની એકતા અસ્થિરતા હો ભલે, એકત્વપણું કયાં થાય હવે એને આવી વાત છે. એ શ્લોક પૂરો થયો ૫૫, હવે છપ્પન શ્લોક.