________________
૩૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ એમાં આવો અર્થ કરતા કે એકવાર જો મિથ્યાત્વનો નાશ પામે, તો ફરીને તેને મિથ્યાત્વ થાય જ નહિ, ભલે એ નિગોદમાં જાય, બીજે જાય પણ એને મિથ્યાત્વ થાય નહિ, એવું એ કહેતા, એમ નથી. નંદલાલજી હતા, સમયસારના વાંચન કરનારા, અહીં આવ્યા'તા બે હજારની સાલમાં મને કહે એમ કે અમે સમયસાર વાંચીએ, તો બે ત્રણ જણા બેઠા હોય તે દિ'. આંહીં તો આપણે, ૨000 સાલ ને તમારે અહીં દોઢસો-દોઢસો માણસો, અમે સમયસાર વાંચીએ બે કે ત્રણ જણા બેઠા હોય, તે દિ’ ની વાત છે. આ તો હવે તો સમયસારમાં હજારો માણસો આવે. ઈ એમ કહેતા કે એકવાર જો પામે તો ફરીને તેને એકપણું ન થાય એમ કહે, ભિન્ન જ રહે ભલે નિગોદમાં જાય. (શ્રોતા – પણ એ નિગોદમાં જાય શેનો) એનો અર્થ એવો કે એનો સંસાર પરિત થઈ ગયો છે, એટલે હવે અપરિત સંસાર એટલે ઘણો ન થાય એટલું, પણ આંહીં એ નથી કહેવું. (શ્રોતા:- ન જ પડે) આંહીં તો ન જ પડે એવું કહેવું છે. આહાહા!
આમ ભગવાન છતી ચીજ છે, વસ્તુ છે, પદાર્થ છે, જેમ અનાદિનું અજ્ઞાન છે, તેમ અનાદિનો છતો પદાર્થ છે. એવી ચીજને એકવાર પણ જો સર્વથા પ્રકારે અનુભવ કરે. એટલે કે રાગની એકતા તોડીને સ્વભાવની એકતાનો અનુભવ કરે, તો એ એકતા તુટી એ કદી એકતા થાય નહિ, એમ કહે છે. મૂળ તો અપ્રતિહતની વાત કરે છે. આચાર્યની ઉગ્રતા ઘણી છે. દિગંબર આચાર્યો કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય એટલી ઉગ્રતા છે, કે આંહીં તો કહે અમે એકવાર જો આ અનુભવ થયો તો હવે અમને મિથ્યાત્વ ફરીને થવાનું નથી. ભલે ક્ષયોપશમ સમકિત છે, ક્ષાયિક નથી પણ એ ક્ષયોપશમ છે, એ પણ પડવાનું નથી હવે, એ ભાવે અમે ક્ષાયિક લેવાના છીએ. આહાહાહા ! લ્યો ડંકા વાગ્યા, નવ થયા નવ. આહાહા !
“ભૂતાર્થ પરિગ્રહેણ તત્ એકવાર વિલય વજેત” તો “જ્ઞાનઘનસ્ય આત્મનઃ ભૂયઃ” ફરીને “બંધનમ્ એક7 કિં ભવેત્” એકબુદ્ધિ કેમ થાય? આહાહા! એમ કહે છે, પછી અર્થકાર જરીક ક્ષાયિક સમકિત લે છે, પણ એ ખરેખર તો જે જોડણી ક્ષાયિક કહેવાય છે ને, એ આવે આમાં. આહાહા! પંચમઆરાનો જીવ છે અને આ એકવાર અંતરમાં પરિ સમસ્ત પ્રકારે આત્માનું જ્ઞાન થયું, ગ્રહણ થયું અનુભવ થયો એ હવે ફરીને પડવાનો નથી, જેમ અનાદિનું છે, તેમ આ પરિગ્રહણ થયું તે આદિ સહિત પણ અંત વિનાનું છે. શું કહ્યું છે ? ફરમાવો. જેમ અનાદિ અજ્ઞાનાત, અજ્ઞાન છે, એને જ્યાં એકવાર અનુભવ કર્યો, એ સાદિ અનંત થઈ ગયો, એ કહે છે. આંહીં અનાદિ હતો આદિ નહોતું, અહીં હવે એનો અંત નથી. એવી શૈલી છે, આચાર્યનું હૃદય આ છે, આહાહાહા! સમજાણું કાંઈ?
છતી ચીજ છે અંદર, બેનની ભાષામાં તો આવ્યું'તું ને “જાગતો જીવ ઉભો છે ને” જ્ઞાયકભાવ જાગતો એટલે જ્ઞાયક અભેદભાવ, ધ્રુવભાવ, સામાન્યભાવ, એકરૂપભાવ દ્રવ્યાર્થિકનયનો વિષય જે દ્રવ્ય તે ભાવ, પરમાર્થ વસ્તુ જે ત્રિકાળી તે ભાવ. એને જો એકવાર અનુભવમાં આવે તો એ વસ્તુ જેમ અવસ્તુ થતી નથી તેમ તેનો અનુભવ થયો, તે અભાવ થતો નથી, એમ કહે છે. આહાહાહાહા ! “બંધનમ્ કિં ભવેત્” ફરીને બંધન કેમ થાય? મિથ્યાત્વનું એને બંધન નથી, એટલે કે હવે એને મિથ્યાત્વ થવાનું નથી. એટલે કે રાગની એકતા તૂટી છે તે એકતા હવે થવાની નથી. આહાહાહા ! આવું જ સ્વરૂપ છે કહે છે.